AIS App For Taxpayres: કરદાતાઓ માટે સારા સમાચાર છે. આવકવેરા વિભાગે (Income Tax Department) કરદાતાઓની સુવિધા માટે મોબાઈલ એપ લોન્ચ કરી છે. યુઝર્સ એઆઈએસ ફોર ટેક્સપેયર્સ (AIS for Taxpayer) નામની આ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. આ એપની મદદથી કરદાતા નાણાકીય વર્ષ દરમિયાન કરદાતાઓએ કરેલા તમામ નાણાકીય વ્યવહારોની વિગતો સરળતાથી જાણી શકે છે. એપની મદદથી કરદાતાઓ એ જાણી શકે છે કે ડિપાર્ટમેન્ટે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (Annual Information Statement-AIS) અને ટેક્સપેયર ઇન્ફોર્મેશન સમરી (Taxpayer Information Summary) જોઈને કોઈ ખોટી માહિતી ઉમેરી છે કે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં, આ મોબાઈલ એપ દ્વારા કરદાતાઓ TDS તેમજ વ્યાજ, ડિવિડન્ડ, શેર ટ્રાન્ઝેક્શન GST ડેટા અને વિદેશી રેમિટન્સ સંબંધિત માહિતી મેળવી શકશે. કરદાતાઓને એપ્લિકેશનમાં જે પણ માહિતી પ્રદર્શિત થશે તેના પર તેમનો પ્રતિસાદ આપવાની સુવિધા પણ મળશે. મોબાઈલ એપ પર એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) ઉપલબ્ધ થવાથી કરદાતાને ઘણો ફાયદો થશે. આ એપને લોન્ચ કરતાં, આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, “કરદાતાઓને આ એપમાંથી સ્ત્રોત પર કર કપાત / સ્ત્રોત પર કર કલેક્શન (TDS/TCS), વ્યાજ, ડિવિડન્ડ અને શેર ડીલ્સ વિશે વ્યાપક માહિતી મળશે. આ સાથે તેમને તેના પર પોતાનો અભિપ્રાય આપવાનો વિકલ્પ પણ મળશે.


આ પણ વાંચો: BIG B સાથે ના કર્યું હોત LIPLOCK તો Aishwaryaને બદલે આ હિરોઈન હોત અભિષેકની પત્ની
આ પણ વાંચો: હિરોઈનની માતા બની ગઈ પ્રેગ્નન્ટ, છોકરાં રમાડવાની ઉંમરે બહેનને રમાડશે
આ પણ વાંચો: Nora Fatehiનો થપ્પડોથી ગાલ થઈ હતો લાલ, એક થપ્પડની સામે થયો હતો વરસાદ, જાણો કિસ્સો


AIS શું છે?
AIS એ એક માધ્યમ છે જે કરદાતાઓને તે માહિતી વિશે જણાવે છે જે આવકવેરા વિભાગ (Income Tax Department) પાસે પહેલેથી જ છે. નાણાકીય વર્ષમાં આવકવેરાદાતા દ્વારા કરવામાં આવેલ તમામ નાણાકીય વ્યવહારો AISમાં વિગતવાર જોવા મળશે. આ ઉપરાંત તેમાં આવકવેરા અધિનિયમ 1961 હેઠળની તમામ જરૂરી માહિતી પણ છે.


આ પણ વાંચો: IND vs AUS: ODI સિરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીએ આપ્યા સન્યાસના સંકેત
આ પણ વાંચો: 2050 સુધી ગંગા સહિત દેશની આ નદીઓ સૂકાઈ જવાનું જોખમ, UNનો રિપોર્ટ કેમ ચિંતાજનક છે?
આ પણ વાંચો: VIDEO: BF આપી રહ્યો હતો દગો, ગર્લફ્રેન્ડે રંગે હાથે પકડીને રસ્તા વચ્ચે કરી ખરાબ હાલત


એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો?
કરદાતાઓ માટે AIS ઍક્સેસ કરવા માટે, કરદાતાઓએ એપ પર નોંધણી કરાવવી પડશે. નોંધણી માટે PAN નંબરનો ઉપયોગ કરવો પડશે. કરદાતાઓએ ઓટીપી દ્વારા તેમની ઓળખ ચકાસવાની રહેશે જે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર આવશે. કરદાતાઓ એપ માટે 4 અંકનો પિન નંબર પણ સેટ કરી શકે છે.


આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝ હારના ગુનેગાર બન્યા આ ખેલાડી, ફેન્સ ક્યારેય નહી કરે માફ!
આ પણ વાંચો: Pending Financial Work: માત્ર એક અઠવાડિયું, આજે જ પૂરા કરી લેજો કામ, નહીં તો પસ્તાશો
આ પણ વાંચો: PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube