Tax Filing Process: વ્યક્તિના મૃત્યુ પછી પણ તેની આવકની ગણતરી કરી શકાય છે અને રિટર્ન ફાઇલ કરી શકાય છે. મોટાભાગના લોકો મૃત વ્યક્તિનું આવકવેરા રિટર્ન કેવી રીતે ફાઇલ કરવામાં આવે છે તેની પ્રક્રિયા જાણતા નથી? આવકવેરા વિભાગનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિના મૃત્યુ પછી પણ કોઈ આવક હોય તો તેના નામે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સુવિધા છે. મૃત વ્યક્તિનું આવકવેરા રિટર્ન તેના કાનૂની વારસદાર દ્વારા ફાઇલ કરી શકાય છે. આ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે તમારે કોઈ સરકારી ઓફિસમાં જવાની જરૂર નથી, તમે તેને ઘરે બેઠા ભરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ રીતે ભરી શકો મૃત વ્યક્તિનું આવકવેરા રિટર્ન?
મૃત વ્યક્તિનું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે સૌથી પહેલા તેને તેનો ઉત્તરાધિકારી બનાવવો પડશે. અનુગામીએ પહેલા પોતાની નોંધણી કરાવવી પડશે. આ પછી જ તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો છો. વારસદારે ટેક્સ ભરવો પડશે. આ પછી તમે રિફંડનો દાવો કરી શકો છો. રિટર્ન ફાઈલ ન કરવાના કિસ્સામાં, આવકવેરા વિભાગની કાર્યવાહી એ જ રીતે આગળ વધશે જેવી રીતે તે જીવિત હોય.


આ પણ વાંચોઃ Share Marketમાં ધમાકો, સેન્સેક્સે બનાવ્યો નવો રેકોર્ડ, નિફ્ટી 19500ને પાર


આ રીતે કરો ઓનલાઇન રજીસ્ટ્રેશન
રિટર્ન ફાઈલ કરવા માટે તમારે પહેલા www.incometaxindiaefiling.gov.in/home વેબસાઇટ પર જવું પડશે. ત્યારબાદ પાસવર્ડ અને પાનકાર્ડની મદદથી લોગ ઇન કરી માઈ એકાઉન્ટ બનાવવું પડશે. એકાઉન્ટ ઓપન થયા બાદ ખુદને એક ઉત્તરાધિકારી તરીકે રજીસ્ટર કરવા પડશે. ત્યારબાદ ન્યૂ રિક્વેસ્ટ પર ક્લિક કરવું પડશે. આગળ વધવા પર તમારે મૃતક વ્યક્તિનું પાન કાર્ડ, નામ અને બેન્ક વિગત સહિત અન્ય જાણકારી ભરવી પડશે. જાણકારી અપ્રૂવ થયા બાદ તમે આઈટીઆર ભરી શકો છો. 


આ રીતે ભરો મૃતકનું આઈટીઆર
વેબસાઇટ પર પોતાને રજીસ્ટર કર્યા પછી, તમારે ITR ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. ફોર્મમાં આપેલી તમામ વિગતો ભર્યા બાદ તેની XML ફાઇલ બનાવવાની રહેશે. આ ફોર્મેટમાં ફોર્મ અપલોડ કરવાનું રહેશે. પાન કાર્ડના વિકલ્પમાં કાયદાકીય વારસદારે તેની માહિતી આપવાની રહેશે. મૂલ્યાંકન વર્ષનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ફોર્મ અપલોડ કર્યા પછી, ડિજિટલ હસ્તાક્ષર કરવાની રહેશે અને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. યાદ રાખો, રિટર્ન ફાઇલ કરતા પહેલા આવકની ગણતરી કરવી જરૂરી છે.


આ પણ વાંચોઃ Drone Destination IPO: પૈસા રાખો તૈયાર, કાલે ખુલશે આ કંપનીનો આઈપીઓ, જાણો વિગત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube