ભારતીય રોજગાર બજારમાં આગામી પાંચ વર્ષોમાં રોજગારમાં ફેરફારનો દર 22 ટકા રહેવાનો અંદાજો છે. એક નવા અભ્યાસમાં સોમવારે જણાવવામાં આવ્યું છે કે તેમાં AI, મશીન લર્નિંગ અને ડેટા સેગમેન્ટ્સ ટોચ પર રહેશે. વિશ્વ આર્થિક મંચ (World Economic Forum)એ પોતાના લેટેસ્ટ 'રોજગારના ભવિષ્ય' રિપોર્ટમાં જણાવ્યું છે કે વૈશ્વિક સ્તર પર રોજગાર બદલવાનો દર (Churn) 23 ટકા જેટલો રહેવાનો અંદાજો છે.  તેમાં 6.9 કરોડ નવા રોજગારની તકો તૈયાર થવાની આશા છે. જ્યારે 8.3 કરોડ પદ સમાપ્ત થશે. WEF એ કહ્યું કે લગભગ એક ચતુર્થાંશ નોકરીઓ (23 ટકા) આગામી પાંચ વર્ષમાં બદલાશે. રિપોર્ટ માટે 803 કંપનીઓ વચ્ચે સર્વેક્ષણ હાથ ધરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત વિશે શું કહ્યું તે જાણો
ભારત વિશે કહેવાયું છે કે 61 ટકા કંપનીઓ વિચારે છે કે ESG (પર્યાવરણ, સામાજિક અને શાસન) માપદંડોના વ્યાપક અનુપ્રયોગથી નોકરીમાં વધારો થશે. ત્યારબાદ નવી ટેક્નોલોજીને અપનાવવામાં વૃદ્ધિ (59 ટકા) અને ડિજિટલ પહોંચ (55 ટકા)નો વિસ્તાર થશે. ભારતમાં ઉદ્યોગ પરિવર્તન માટે ટોચની ભૂમિકાઓમાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ), મશીન લર્નિંગ વિશેષજ્ઞ અને ડેટા વિશ્લેષક તથા વૈજ્ઞાનિક હશે. 


રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે વિનિર્માણ અને તેલ તથા ગેસ ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તર પર હરિત કૌશલ તીવ્રતાનું ઉચ્ચતમ સ્તર છે, જેમાં ભારત, અમેરિકા અને  ફિનલેન્ડ ઓઈલ અને ગેસ ક્ષેત્રની સૂચિમાં ટોચ પર છે. આ સિવાય ભરતી કરતી વખતે પ્રતિભા ઉપલબ્ધતા પર દેશોના દ્રષ્ટિકોણની સરખામણીમાં  ભારત અને ચીન જેવી વધુ વસ્તીવાળી અર્થવ્યવસ્થાઓ વૈશ્વિક સરેરાશથી વધુ સકારાત્મક હતી. 


બીજી બાજુ ભારત એવા સાત દેશોમાં પણ સામેલ છે જ્યાં બિન સામાજિક નોકરીઓની સરખામણીમાં સામાજિક નોકરીઓ માટે રોજગાર વૃદ્ધિ ધીમી હતી. ભારતમાં 97 ટકા ઉત્તરદાતાઓએ કહ્યું કે તાલિમ માટે ફંડિગનો પસંદગીનો સ્ત્રોત 87 ટકાના વૈશ્વિક સરેરાશની સરખામણીએ 'સંગઠન દ્વારા ફંડિંગ' હતું. 


મોદી સરકારની પાકિસ્તાની આતંકીઓ પર 'ડિજિટલ સ્ટ્રાઈક', અનેક એપ પર પ્રતિબંધ


ભાજપે બહાર પાડ્યું ઘોષણા પત્ર, સરકાર બનશે તો લોકોને આપશે આટલી 'રિટર્ન ગિફ્ટ'


ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારા માટે ખરાબ સમાચાર, ચૂકવવા પડશે વધુ રૂપિયા, જાણો કારણ


WEFએ કહ્યું કે Green Transition (હરિત સંક્રમણ), ઈએસજી માપદંડો અને આપૂર્તિ શ્રંખલાઓના સ્થાનીયકરણ સહિત વ્યાપક ટ્રેન્ડ વૈશ્વિક સ્તર પર નોકરીના વિકાસના મુખ્ય ચાલક છે, જેમાં ઉચ્ચ ફૂગાવો, ધીમી આર્થિક વૃદ્ધિ અને આપૂર્તિની કમી સહિત આર્થિક પડકારો સૌથી મોટો ખતરો છે. 


રિપોર્ટમાં કહેવાયું છે કે "ટેક્નોલોજીને અપનાવવા અને વધતા ડિજિટલીકરણને આગળ વધારવાથી રોજગાર સર્જનમાં સમગ્ર શુદ્ધ સકારાત્મકતાની સાથે મહત્વપૂર્ણ શ્રમ બજાર મંથન થશે." વિશ્વ આર્થિક મંચના મેનેજિંગ ડાઈરેક્ટર સાદિયા જાહિદીએ કહ્યું કે, "દુનિયાભરના લોકો માટે છેલ્લા 3 વર્ષ તેમના જીવન અને આજીવિકા માટે ઉથલપાથલ અને અનિશ્ચિતતાથી ભરેલા રહ્યા છે, કોવિડ-19, ભૂ રાજનીતિક અને આર્થિક ફેરફારો સાથે તથા AI અને અન્ય ટેક્નોલોજીઓની ઝડપથી ઉન્નતિ હવે વધુ અનિશ્ચિતતા જોડવાનું જોખમ ઉઠાવે છે."


પોતાની વાત આગળ વધારતા તેમણે કહ્યું કે "સારી ખબર એ છે કે લચીલાપણું સુનિશ્ચિત કરવા માટે એક સ્પષ્ટ રસ્તો છે. સરકારો અને વ્યવસાયોને શિક્ષણ, પુર્નકૌશલ અને સામાજિક સમર્થન સંરચનાઓના માધ્યમથી ભવિષ્યની નોકરીઓમાં ફેરફારનું સમર્થન કરવા માટે રોકાણ કરવું જોઈએ જે એ સુનિશ્ચિત કરી શકે કે વ્યક્તિ કામના ભવિષ્યના કેન્દ્રમાં છે."


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube