નવી દિલ્હીઃ IRCTC Retiering Room Booking: ભારતીય રેલવે યાત્રીકો માટે ઘણા પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવે છે, જેથી લોકોની સફર આરામદાયક રહે. તહેવાર અને ગરમીના સમયે સ્પેશિયલ ટ્રેન ચલાવીને યાત્રીકોને રાહત આપવામાં આવે છે. સાથે ટિકિટ બુકિંગ અને અન્ય સુવિધાઓ સમય-સમય પર આપવામાં આવે છે. રેલવેની ઘણી સુવિધાઓ વિશે યાત્રીકોને જાણકારી હોતી નથી. આજે અમે તમને એક એવી સુવિધા વિશે જણાવી રહ્યાં છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે પણ રેલવેથી સફર કરો છો અને તમારે રેલવે સ્ટેશન પર રોકાવુ છે તો તમને સ્ટેશન પર રૂમ મળી જશે. તમારે કોઈ હોટલ કે દૂર જવાની જરૂર નથી. આ રૂમ રેલવે સ્ટેશન પર સસ્તામાં મળી જશે. આવો જાણીએ તમે કેટલા રૂપિયામાં અને કઈ રીટે ટિકિટનું બુકિંગ કરાવી શકો છો. 


માત્ર 100 રૂપિયામાં બુક થઈ જશે હોટલ જેવો રૂમ
રેલવે સ્ટેશન પર યાત્રીકોને રોકાવા માટે હોટલ જેવા રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ એસી રૂમ હશે અને તેમાં સૂવા માટે બેડ અને અન્ય દરેક વસ્તુ હાજર હશે. એક રાત માટે બુક કરવા તમારે 100 રૂપિયાથી લઈને 700 રૂપિયા ચુકવવા પડી શકે છે. 


આ પણ વાંચોઃ Post Office ની શાનદાર સ્કીમ પર હવે મળશે વધુ વ્યાજ, 10K જમા કરવા પર મળશે 7 લાખ રૂપિયા


બુકિંગ કેવી રીતે કરવું
જો તમે રેલવે સ્ટેશન પર હોટલ જેવો રૂમ બુક કરાવવા માંગો છો, તો તમારે અહીં જણાવેલી કેટલીક પ્રક્રિયાઓનું પાલન કરવું પડશે.
સૌથી પહેલા તમારું IRCTC એકાઉન્ટ ખોલો
હવે લોગિન કરો અને માય બુકિંગ પર જાઓ
તમારી ટિકિટ બુકિંગના તળિયે રિટાયરિંગ રૂમનો વિકલ્પ દેખાશે
અહીં ક્લિક કર્યા પછી તમને રૂમ બુક કરવાનો વિકલ્પ દેખાશે
PNR નંબર દાખલ કરવાની જરૂર નથી
પરંતુ કેટલીક અંગત માહિતી અને મુસાફરીની માહિતી ભરવાની રહેશે
હવે પેમેન્ટ કર્યા બાદ તમારો રૂમ બુક થઈ જશે


નોંધપાત્ર વાત એ છે કે, રેલવે હાલમાં મુસાફરોની સુવિધા માટે ઘણી સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે. દિલ્હી-બિહાર રૂટ સિવાય પણ ઘણી જગ્યાએ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જેથી મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળી શકે. તે જ સમયે, 18 સમર સ્પેશિયલ ટ્રેનોનો સમયગાળો પણ લંબાવવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube