મુંબઈ : આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેંટ ક્રુડના ભાવમાં થયેલા ઘટાડાને પગલે ઘરેલુ માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત ઘટી રહી છે. આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 22 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 25 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી દિલ્હીમાં શનિવારે પેટ્રોલનો ભાવ 70.70 રૂ. પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 65.30 રૂ. પ્રતિ લીટર પહોંચી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલિયમ પેદાશોની નિકાસ કરતા દેશોના સમૂહ (OPEC)ની બેઠક વચ્ચે ભારતે ઈરાન સાથે મોટી ફાયદાકારક ડીલ કરી છે. પહેલા એવા અહેવાલો આવી રહ્યાં હતાં કે ભારત અને ઈરાન રૂપિયામાં વ્યાપાર કરશે. આ સંલગ્નમાં ભારતે ઈરાનને ક્રુડ ઓઈલની ચૂકવણી રૂપિયામાં કરવાની ડીલ કરી છે. જેનાથી ભારતને વધુ ફાયદો થશે. ડોલરની સરખામણીમાં રૂપિયો ગગડવાથી તાજેતરમાં ભારતનું ક્રુડ ઈમ્પોર્ટ બિલ ખુબ વધી ગયુ હતું. આ કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થતો જોવા મળ્યો હતો. એવું લાગતું હતું કે એક સમયે પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે પરંતુ ભારત અને ઈરાન વચ્ચે આ મહત્વની ડીલ થવાથી હવે એ આશંકાઓનો અંત આવી ગયો હોય તેવું લાગે છે. આ પરિસ્થિતિમાં નવો વળાંક આવ્યો છે.


5 રાજ્યોની ચૂંટણી: ગત વખતે કેટલા સાચા સાબિત થયા હતા Exit Polls, પરિણામોની બજાર પર પડશે શું અસર?


મળતી માહિતી પ્રમાણે પેટ્રોલિયમ નિકાસ કરતા સંગઠન (OPEC) અને સહયોગી તેલ ઉત્પાદન દેશો છ મહિનાની અવધિ માટે 12 લાખ બેરલ પ્રતિદિવસ કાચા તેલના ઉત્પાદનમાં ઘટાડો કરવા માટે સંમત થઈ ગયા છે. આની સીધી અસર ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્રેંટ ક્રુડની કિંમત પર પડશે. આ કિંમત વધી જશે જેના કારણે નવા વર્ષમાં પેટ્રોલિયની કિંમત વધે એવી પુરેપુરી શક્યતા છે.


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...