નવી દિલ્હીઃ કરોડપતિ બનવું કોઈ રોકેટ સાયન્સ નથી, આ માત્ર મની મેનેજમેન્ટની વાત છે, જે બધા સમજી શકતા નથી. તે માટે ખર્ચ, બચત અને રોકાણ વચ્ચે સાલમેલ બેસાડવોની સાથે થોડું ધૈર્ય અને અનુશાસન રાખવું જરૂરી હોય છે. જો તમારી અંદર આ ક્વોલિટીઝ છે તો તમે કેટલાક વર્ષોમાં કરોડપતિ બની શકો છો. અહીં જાણો તે રીત જે માત્ર 15 વર્ષમાં કરોડપતિ બનાવવાની ક્ષમતા રાખે છે. એટલે કે તમે 25 વર્ષની ઉંમરમાં આ ફોર્મ્યુલાને એપ્લાય કરી દો તો 40 વર્ષમાં ખુદને કરોડપતિ બનાવી શકો છો. જાણો તે માટે તમારે શું કરવું પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો તમારે શું કરવું પડશે
કરોડપતિ બનવા માટે તમારે વધુમાં વધુ રકમ બચાવી રોકાણ કરવું પડશે. આ રોકાણ કોઈને કોઈ સ્કીમમાં કરવું પડશે જે તમને સમયની સાથે મોટું રિટર્ન આપે. તેવામાં મ્યુચુઅલ ફંડ તમારા માટે શાનદાર ઓપ્શન હોઈ શકે છે. તમે SIP દ્વારા 15X15X15 ની ફોર્મ્યુલાની સાથે રોકાણ કરી ખુદને માત્ર 15 વર્ષમાં કરોડપતિ બનાવી શકો છો. માર્કેટ લિંક્ડ હોવાને કારણે SIP માં ગેરેન્ટેડ રિટર્ન હોતું નથી. તેનું રિટર્ન માર્કેટ પર બેસ્ડ છે. પરંતુ લાંબા સમયમાં આ સ્કીમ દ્વારા તમે તે રિટર્ન મેળવી શકો છો, જે કોઈ સરકારી સ્કીમમાં સંભવ નથી. લાંબા સમયમાં એવરેજ રિટર્ન 12 ટકા માનવામાં આવે છે. પરંતુ ઘણીવાર 15 ટકા કે તેનાથી વધુ રિટર્ન મળી શકે છે.  SIP માં તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો મળે છે અને વેલ્થ ક્રિએશન ખુબ ઝડપથી થાય છે. 


કઈ રીતે બનશો કરોડપતિ?
15X15X15 પ્રમાણે તમારે દર મહિને 15000 રૂપિયાનું દર મહિને 15 વર્ષ સુધી કોઈ આવી સ્કીમમાં રોકાણ કરવાનું છે. જેમાં તમને 15 ટકા હિસાબે વ્યાજ મળી શકે. અહીં અમે તમને SIP માં રોકાણ કરવાનું તે માટે એટલે કહી રહ્યાં છીએ કારણ કે આટલું રિટર્ન અત્યારે એસઆઈપીમાં મળવાની સંભાવના હોય છે. 15X15X15 ની ફોર્મ્યુલા અપનાવી જો તમે એસઆઈપીમાં 15000 રૂપિયાનું મહિના પ્રમાણે 15 વર્ષમાં કુલ રોકાણ 27,00,000 રૂપિયા થશે.


આ પણ વાંચોઃ બજેટ બાદ સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, સોનું ખરીદવા માટે થઈ રહી છે પડાપડી, જાણો રેટ


જો તમને તેના પર 15 ટકા હિસાબે વ્યાજ મળ્યું તો તે 74,52,946 રૂપિયા થશે. આ રીતે રોકાણ કરવામાં આવેલી રકમ અને વ્યાજનો સરવાળો કરો તો 15 વર્ષમાં 1,01,52,946 રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે. પરંતુ જો 12 ટકાના દરે રિટર્ન મળે તો કરોડપતિ બનવામાં 17 વર્ષનો સમય લાગશે. તેવામાં 17 વર્ષમાં તમારૂ 1,00,18,812 રૂપિયાનું ફંડ તૈયાર થશે. 


જેટલું જલ્દી કરશો રોકાણ, એટલા જલ્દી બની જશો ધનવાન
રોકાણ જેટલું બને એટલું જલ્દી શરૂ કરો એટલા જલ્દી તમે કરોડપતિ બની શકો છો. પરંતુ તે માટે તમારી મહિનાની આવક 80,000 રૂપિયા આસપાસ હોવી જોઈએ, જેથી તમે તમારી જરૂરીયાત પણ પૂરી કરી શકો અને બચત પણ કરી શકો. નાણાકીય રૂલ પ્રમાણે આવકના 20 ટકા બચાવી રોકાણ કરવું જોઈએ. જો તમારી મહિનાની આવક 80,000 રૂપિયા છે તો તેના 20 ટકા 16000 રૂપિયા થયા. તેવામાં તમે 15 હજારનું રોકાણ એસઆઈપીમાં કરી શકો છો.