Latest Gold Rate: બજેટ બાદ સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, સોનું ખરીદવા માટે થઈ રહી છે પડાપડી, જાણો લેટેસ્ટ રેટ

બજેટમાં અનેક ચીજો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી જેથી કરીને વસ્તુઓ સસ્તી થઈ શકે. સોના અને ચાંદીની કસ્ટમ ડ્યુટીમાં પણ ઘટાડો  કરવામાં આવ્યો છે. ઈમ્પોર્ટ ડ્યુટીમાં જે ઘટાડો કર્યો તેના પગલે કિંમતી ધાતુઓના ભાવમાં જાણે ભૂકંપ આવી ગયો.

Latest Gold Rate: બજેટ બાદ સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, સોનું ખરીદવા માટે થઈ રહી છે પડાપડી, જાણો લેટેસ્ટ રેટ

બજેટમાં સરકારે ગોલ્ડ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં જે ઘટાડો કર્યો તેના પગલે કિંમતી ધાતુઓના ભાવમાં જાણે ભૂકંપ આવી ગયો. આ અઠવાડિયે MCX પર સોનાનો ભાવ 4804 રૂપિયાના ઘટાડા સાથે 68,186 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. ચાંદીની વાત કરીએ તો તે 8275 રૂપિયાના ઘટાડા સાથે 81371 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ થયો. એવું કહેવાય છે કે ટ્યુટી ઘટવાના કારણે સોના પ્રત્યે રોકાણકારોમાં આકર્ષણ હજુ વધશે.શરાફા બજારમાં પણ બજેટ રજૂ થયા બાદ સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો.  

શરાફા બજારમાં સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં ગઈ કાલે સવારે કડાકો જોવા મળ્યો હતો પરંતુ સાંજે પાછો  ભાવ ચડેલો જોવા મળ્યો હતો. ક્લોઝિંગ રેટમાં સોનું 62 રૂપિયા ઉછળીને 68,131 રૂપિયા જોવા મળ્યું. સવારે ઓપનિંગ રેટમાં સોનાનો ભાવ 68,069 રૂપિયા હતો. જો કે ચાંદીમાં નરમાઈ યથાવત રહી અને ઓપનિંગ રેટમાં 65 રૂપિયા તૂટીને 81,271 રૂપિયા પ્રતિ કિલો ક્લોઝ થઈ. ઓપનિંગ રેટમાં ચાંદી 81,336 રૂપિયાના ભાવે જોવા મળી હતી. 

બજેટ બાદ ભાવમાં ધરખમ ઘટાડો
23મી જુલાઈના રોજ સંસદમાં બજેટ રજુ કરાયું હતું. બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો જાહેર કરાતાની સાથે જ સોના અને ચાંદીમાં જોરદાર કડાકો જોવા મળ્યો. બજેટના દિવસે શરાફા બજારમાં સોનું 609 રૂપિયાના કડાકા સાથે 72,609 રૂપિયાની સપાટીએ ખુલ્યું હતું. આગલા દિવસે સોનું 73,218 રૂપિયા પર ક્લોઝ થયું હતું. બજેટના દિવસ બાદ શુક્રવારે બજારમાં સોનું 68,131 રૂપિયા પર ક્લોઝ થયું હતું. એટલે કે બજેટ પછી સોનામાં 5,087 રૂપિયા જેટલો કડાકો જોવા મળ્યો. ચાંદી પણ બજેટના દિવસે 620 રૂપિયાના કડાકા સાથે ખુલી હતી અને ત્યારથી લઈને અત્યારનું જોઈએ તો શુક્રવારે 81271 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. એટલે કે 6,925 રૂપિયા ઘટ્યા. 
 
બજેટમાં શું થઈ જાહેરાત
બજેટમાં અનેક ચીજો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી જેથી કરીને વસ્તુઓ સસ્તી થઈ શકે. સોના અને ચાંદીની કસ્ટમ ડ્યુટીમાં પણ ઘટાડો  કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે કેટલી થશે કસ્ટમ ડ્યુટી તે પણ જાણો

વસ્તુ                       કસ્ટમ ડ્યુટી
સોનું                           6%
ચાંદી                           6%
પ્લેટિનમ                      6.4%
સોના પર BCD             15% થી ઘટાડીને 6%

ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news