Reliance Jio Internet Service Down Across India: રિલાયન્સ જિયો ફાઈબર અથવા અન્ય વાઈફાઈ કનેક્શનનો ઉપયોગ કરતા ગ્રાહકોને ઈન્ટરનેટ સુવિધા મળી રહી નથી અને ગઈકાલે રાતથી ઘણીવાર બંધ થયા બાદ સવારે 9 વાગ્યાથી જિયો ઈન્ટરનેટ સેવા ઠપ્પ થઈ ગઈ છે. જેના કારણે ઓફિસ કે ઘરેથી કામ કરતા કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તમને જણાવી દઈએ કે Jio સર્વિસ સપોર્ટ પણ યુઝર્સની સમસ્યાને ઉકેલી શકતા નથી, લગભગ 15 મિનિટ સુધી રાહ જોયા પછી પણ કસ્ટમર કેરનો સંપર્ક થઈ શકતો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ટરનેટ સેવા ફરી ક્યારે શરૂ થશે
ટ્વિટર પર હજારો લોકોએ અત્યાર સુધી Jio ઈન્ટરનેટ સર્વિસ ડાઉન હોવાની જાણકારી કરી છે, જ્યારે એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કંપની આ સમસ્યાને ઉકેલવા માટે કામ કરી રહી છે અને Jio યુઝર્સ થોડી જ વારમાં ફરીથી ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. જો સૂત્રોનું માનીએ તો આ સમસ્યા બપોરે 1 વાગ્યા સુધીમાં ઉકેલાઈ જશે અને યુઝર્સ ફરીથી ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક


મોબાઇલ પર ચાલી રહ્યું છે ઇન્ટરનેટ
Jio યુઝર્સ માત્ર તેમના મોબાઈલમાં જ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. બધા જિયો ફાઈબર અને અન્ય વાઈફાઈ ઈન્ટરનેટ યુઝર્સ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ, દિલ્હી-એનસીઆર, કોલકાતા, મહારાષ્ટ્ર જેવા રાજ્યો સિવાય હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ અને અન્ય ઘણા શહેરોના વપરાશકર્તાઓએ ઈન્ટરનેટ બંધ થવાની ફરિયાદ કરી છે.


આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube