નવી દિલ્હી :  દેશમાં મોબાઇલ ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર Jio ને પણ ટક્કર આપવા નવી કંપની મેદાને ઉતરી રહી છે. જિયો દ્વારા આપવામાં આવતી ગ્રાહકોને વિવિધ યોજનાઓને જોતાં નવી કંપની દ્વારા પણ ગ્રાહકોને આકર્ષવા નવી સ્કિમ આપવામાં આવે એવી આશા સેવાઇ રહી છે. અહીં નોંધનિય છે કે, આઇડિયા સેલ્યૂલર અને વોડાફોન ગ્રુપના મર્જરથી બનનારી નવી કંપનીની જાહેરાત કરવામાં આવી છે. દૂર સંચાર ક્ષેત્રે દેશની સૌથી મોટી કંપની બનનારી આ કંપનીના ચેરમેન પદે કુમાર મંગલમ અને સીઇઓ પદે બાલેશ શર્મા રહેશે. શર્મા હાલમાં વોડાફોન ઇન્ડિયાના સીઇઓ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio બાદ વોડાફોન યુઝર્સ માટે શું છે મોટો લાભ ઃ વાંચો


આઇડિયા સેલ્યૂલરે કહ્યું કે, આઇડિયા સેલ્યૂલર અને વોડાફોન ઇન્ડિયાના હાલનું નેટવર્ક પોતાની રીતે પોતાનું વ્યવસ્થાપન ચાલુ રાખશે અને મર્જર પ્રક્રિયા સુધી બંને કંપનીઓ પોતાની રીતે વ્યવસ્થાપન કામગીરી કરશે. અહીં નોંધનિય છે કે, બંને કંપનીઓએ ગત વર્ષે મર્જરથી જાહેરાત કરી હતી. નવી કંપની દેશની સૌથી દૂર સંચાર કંપની બનશે અને જેની બજારમાં ભાગીદારી અંદાજે 35 ટકા જેટલી છે. 


જિયો યુઝર્સ છો? તો આ સિક્રેટ કોડ તમારા માટો, જાણો


દેશની નંબર વન કંપની : બ્રિટનના વોડાફોન ગ્રુપે ગત વર્ષે જાન્યુઆરી માસમાં કહ્યું હતું કે, એમની ભારતીય કંપનીને આદિત્ય બિરલા ગ્રુપના આઇડિયા સેલ્યૂલર સાથે વિલયની વાત ચાલી રહી છે. જે પૂર્ણ સોદો હશે અને જેના પરિણામે દેશની સૌથી મોટી દૂર સંચાર કંપની અસ્તિત્વમાં આવશે. જે રિલાયન્સ જિયોથી મળી રહેલા પડકારોનો સામનો કરવા માટે સક્ષમ બનશે. વિલય બાદ બનનારી નવી કંપની મોબાઇલ દૂરસંચાર ક્ષેત્રે એરટેલને પાછળ રાખતાં દેશમાં નંબર વન બનશે. 


Jio આપે છે મહિને 25 હજાર સુધી કમાવાની તક, જાણો


દુનિયાની બીજી સૌથી મોટી મોબાઇલ નેટવર્ક ધરાવતા વોડાફોન દ્વારા ભારતીય બજારની દેશની ત્રીજા નંબરની દૂર સંચાર કંપની સાથે વિલય થતાં અમલમાં આવનાર નવી કંપનીના ગ્રાહકોની સંખ્યા 38.7 કરોડ હશે. જે દુનિયાની મોટી કંપનીઓ પૈકીની એક બનશે. ભારતમાં 2007માં પ્રવેશ સાથે જ વોડાફોન દેશની બીજા નંબરની ઓપરેટર કંપની બની હતી. જોકે આ દરમિયાન અનેક પડકારો અને સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો હતો.