નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation-LIC) પર આજે પણ દરેક લોકોને વિશ્વાસ છે. જે લોકો ગેરન્ટેડ રિટર્નવાળી સ્કીમમાં રોકાણ કરવાનું પસંદ કરે છે તે એફડી સિવાય હંમેશા એલઆઈસીનો વિકલ્પ પસંદ કરે છે. એલઆઈસીની પોલિસી લાંબા સમયની હોય છે, પરંતુ ગેરન્ટેડ રિટર્નની સાથે ઘણા અન્ય બેનિફિટ્સ આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે પણ એલઆઈસીનો આવો કોઈ પ્લાન શોધી રહ્યાં છો તો એલઆઈસી વીમા રત્ન (LIC Bima Ratna) પ્લાન તમારા માટે સારો વિકલ્પ હોઈ શકે છે. આ પ્લાનમાં તમને ગેરેન્ટેડ બોનસ, મનીબેક અને ડેથ બેનિફિટ્સ એટલે કે ત્રણ ફાયદા એક સાથે મળે છે. અહીં જાણો આ પ્લાનની વિગત....


મનીબેકનો ફાયદો
એલઆઈસી બીમા રત્ન પોલિસીમાં 15 વર્ષ, 20 વર્ષ અને 25 વર્ષના પ્રીમિયમ ઓપ્શનમાં આપવામાં આવે છે. તમે તમારી ઈચ્છા અનુસાર પ્રીમિયમને પસંદ કરી શકો છો. તમે જે સમયનું પણ પ્રીમિયમ પસંદ કરો છો, તેનાથી 4 વર્ષ ઓછા સમય સુધી તમારે પ્રીમિયમ ભરવાનું હોય છે. આ વચ્ચે તમને મનીબેક તરીકે બેસિક સમ એશ્યોર્ડના 25-25 ટકાની ચુકવણી કરવામાં આવે છે. 15 વર્ષના પ્લાનમાં 13 અને 14માં વર્ષ, 20 વર્ષના પ્લાનમાં 18 અને 19મું વર્ષ અને 25 વર્ષના પ્લાનમાં 23 અને 24 વર્ષમાં મની બેકનો ફાયદો મળે છે. 


આ પણ વાંચોઃ કોડીના ભાવે શાકભાજી વેચી રહ્યા છે ખેડૂતો, ટામેટા-રિંગણા 2 થી 5 રૂપિયે કિલો


ગેરેન્ટેડ બોનસ
આ યોજના હેઠળ તમને ઓછામાં ઓછા 5 લાખ રૂપિયાના સમ એશ્યોર્ડનો વીમો લેવો ફરજીયાત છે. મેચ્યોરિટી પર કુલ સમ એશ્યોર્ડના 50 ટકા અને ગેરંટી એડિશન મળે છે. સાથે ગેરેન્ટેડ બોનસ પણ આપવામાં આવે છે. પોલિસી હેઠળ પહેલા વર્ષથી લઈને 5 વર્ષ સુધી પ્રતિ 1000 રૂપિયા પર 50 રૂપિયાનું ગેરેન્ટેડ બોનસ, છથી 10 વર્ષ સુધી પ્રતિ 1000 રૂપિયાનું 55 રૂપિયા બોનસ, 11થી 25 વર્ષ સુધી 1000 રૂપિયા પર 60 રૂપિયા પ્રમાણે બોનસ મળે છે. 


ડેથ બેનિફિટ્સ
પોલિસી દરમિયાન જો પોલિસી ધારકનું મૃત્યુ થઈ જાય તો સમ એશ્યોર્ડ અને ગેરેન્ટેડ એડિશનના પૈસા નોમિનીને આપવામાં આવે છે. તેવામાં નોમિનીને બેસિક સમ એશ્યોર્ડના 125 ટકા સુધી કે વાર્ષિક પ્રીમિયમના 7 ગણા સુધી જે વધુ હોય તેની ચુકવણી એલઆઈસી તરફથી કરવામાં આવે છે. પોલિસી માટે કુલ જેટલું પ્રીમિયમ ચુકવવામાં આવશે, તેના 105 ટકાથી ઓછા ડેથ બેનિફિટમાં આપી શકાય નહીં. 


આ પણ વાંચોઃ Sovereign Gold Bond: આજથી સસ્તામાં સોનું ખરીદવાની તક, મળશે 20% નું ગેરન્ટેડ રિટર્ન


ઉદાહરણથી સમજો સંપૂર્ણ ગણિત
માની લો કે તમે 10 વર્ષના સમ એશ્યોર્ડવાળી પોલિસીને 15 વર્ષના ટર્મની સાથે પસંદ કરી. તેમાં તમને 11 વર્ષ સુધા માસિક, ત્રિમાસીક, છમાસિક કે વાર્ષિક આધાર પર પ્રીમિયમ આપવું પડશે. 13માં અને 14માં વર્ષમાં તમને મની બેકના રૂપમાં 2.5-2.5 લાખ રૂપિયા મળશે અને 15 વર્ષ પૂરા થયા બાદ 5 લાખ રૂપિયા મળશે. ગેરેન્ટેડ બોનસ તરીકે તમને 8,25,000 રૂપિયા એટલે કે 13,25,000 રૂપિયા મળશે. જો તેમાં પાછલા 2.5-2.5ને પણ જોડી દેવામાં આવે તો તમને કુલ 18,25000 રૂપિયા મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube