કોડીના ભાવે શાકભાજી વેચી રહ્યા છે ખેડૂતો, ટામેટા-રિંગણા 2 થી 5 રૂપિયે કિલો

Price Down: રાજકોટ જિલ્લાના જેતપુર,જામકંડોરણા,વીરપુર, સહિતના શાકભાજી પકવતા ખેડૂતોની હાલત ખુબજ કફોડી છે અહીં રવિ પાક માં કોબીઝ, ફુલવાર,, દૂધી ,ટમેટા ,કાકડી સહિતના અનેક શાકભાજીનું વાવેતર કર્યું છે. પરંતુ ખેડૂતોને માત્ર 5 થી 7 રૂપિયા કિલોના ભાવે વેચવું પડે છે.

કોડીના ભાવે શાકભાજી વેચી રહ્યા છે ખેડૂતો, ટામેટા-રિંગણા 2 થી 5 રૂપિયે કિલો

નરેશ ભાલિયા, જેતપુર: આ વર્ષે ચોમાસુ સરસ રહ્યું અને ખેડૂતોને તમામ વાવેતરમાં ખુબજ સરસ ઉત્પાદન આવી રહ્યું છે. શિયાળામાં શાકભાજીનું ખુબજ સરસ ઉત્પાદ છે. પરંતુ શાકભાજી પકવતા ખેડૂતોના હાથમાં માત્ર થોડા રૂપિયા આવે છે. ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે.  

રાજકોટ જિલ્લાના જેતપુર,જામકંડોરણા,વીરપુર, સહિતના શાકભાજી પકવતા ખેડૂતોની હાલત ખુબજ કફોડી છે અહીં રવિ પાક માં કોબીઝ, ફુલવાર,, દૂધી ,ટમેટા ,કાકડી સહિતના અનેક શાકભાજીનું વાવેતર કર્યું છે. પરંતુ ખેડૂતોને માત્ર 5 થી 7 રૂપિયા કિલોના ભાવે વેચવું પડે છે. ત્યારે ખેડૂતોની ફરિયાદ છે કે તેવો ને તેવોના ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી અને તેવો ને જે ઉત્પાદન ખર્ચ લાગે છે, તેના સામે ભાવ પૂરતા મળતા નથી.

જ્યારે ટામેટા તો માત્ર 2 રૂપિયા થી 5 રૂપિયે કિલો વેચાઈ છે. આ પરિસ્થિતિમાં નફાની વાત તો બાજુમાં રહી પરંતુ ખેડૂતોએ તો શાકભાજી તોડવાની મજૂરી પણ નીકળતી નથી અને ખેતરેથી માર્કેટયાર્ડ માં પહોંચાડવાનું ભાડું પણ ખિસ્સામાંથી આપવું પડે છે. જેને જોતા ખેડૂતોની હાલત દયનિય થઈ ગઈ છે. જો આજ હાલત રહી તો ખેડૂતો પાયમાલ થતા કોઈ રોકી નહિ શકે. ત્યારે ખેડૂતોએ માંગ કરી હતી કે ટામેટા જેવા શાકભાજીની બહાર નિકાસ કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઇ શકે.

શાકભાજીની ખેતી કરનાર ખેડૂત ઇશ્વરભાઇ ઢોકિયાએ જણાવ્યું હતું કે એક તરફ ખેડૂતોને તેના ઉત્પાદનના ભાવ મળતા નથી શાકભાજીની ખેતી કરતાં રાજકોટ જિલ્લામાં ખેડૂતોને શાકભાજીના અઢળક આવક અને ઉત્પાદન ખર્ચની વાત તો એક બાજુ રહી. પરંતુ મજૂરી ખર્ચની સાથે ખેતરથી માર્કેટ યાર્ડ સુધીનું ટ્રાન્સપોર્ટ ભાડું પણ શાકભાજીમાં ઉપજતું ન હોવાથી ખેડૂતોને કોઠીમાં મોઢું સંતાડીને રોવાનો વારો તો આવ્યો છે.પરંતુ આગામી દિવસોમાં ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવો નહી મળે તો ખેડૂતો શાકભાજી રસ્તા પર ફેંકવા પડશે અથવા તો ઉભા શાકભાજીના પાકમાં પશુઓ ચરાવવા પડશે તે દિવસો દૂર નહી તો ના નહી,ત્યારે સરકારે દરમીયાન ગિરી કરીને ખેડૂતો ને પોષણ ક્ષમ ભાવ મળે તે માટે કામ કરે તે જરૂરી છે.

ખેડુતોને મળતા શાકભાજી ભાવ- કિલો
ટામેટા - 2 થી 5 રૂપિયા કિલો
રીંગણાં - 2 થી 5 રૂપિયા કિલો
કોબીઝ - 2 થી 4 રૂપિયા કિલો
ફ્લાવર - 5 થી 7 રૂપિયા કિલો
દૂધી - 5 થી 7 રૂપિયા કિલો
મરચા - 8 થી 10 રૂપિયા કિલો
ગલકા - 7 થી 10 રૂપિયા કિલો
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news