Sovereign Gold Bond: આજથી સસ્તામાં સોનું ખરીદવાની તક, મળશે 20% નું ગેરન્ટેડ રિટર્ન, જાણો કેમ છે ફાયદાનો સોદો

Sovereign Gold Bond : સરકારે આ યોજનાની શરૂઆત 2015માં કરી હતી. આ હેઠળ નાણાકીય વર્ષમાં 4 વખત સબ્સક્રિપ્શનની તક મળે છે. આ વર્ષે સોવરેન ગોલ્ડ બોન્ડની ત્રીજી સિરીઝ ખુલી છે, જે 19થી 23 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. 

Sovereign Gold Bond: આજથી સસ્તામાં સોનું ખરીદવાની તક, મળશે 20% નું ગેરન્ટેડ રિટર્ન, જાણો કેમ છે ફાયદાનો સોદો

નવી દિલ્હીઃ Sovereign Gold Bond Invesment: જો તમે સસ્તામાં સોનું ખરીદવા ઈચ્છો છો તો આજ એટલે કે 19 ડિસેમ્બરથી તમને એક ખાસ તક મળી રહી છે. આ હેઠળ તમે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે સોનું ખરીદી શકો છો. ખાસ વાત છે કે આ ગોલ્ડ બોન્ડ (Gold Bond) GST હેઠળ સામેલ નથી. સાથે ગેરંટેડ રિટર્ન પણ મળશે. અહીં સસ્તું સોનું ખરીદવાનો અર્થ છે કે ગ્રાહક બજેટ પ્રમાણે એક ગ્રામ સોનું પણ ખરીદી શકે છે. વધુમાં વધુ 4 કિલો સુધી સોનું ખરીદી શકે છે. નોંધનીય છે કે સરકાર તરફથી આ બોન્ડ રિઝર્વ બેન્ક જારી કરે છે. 

Gold Bond  પર રિટર્ન
- રોકાણ કરવામાં આવેલી રકમ પર વ્યાજ મળે છે.
- 8 વર્ષમાં 20 ટકાનું વ્યાજ મળશે.
- વેચાણ સમયે ગોલ્ડના બજાર ભાવના આધાર પર પેમેન્ટ
- વ્યાજ સિવાય સોનામાં તેજીનો પણ ફાયદો

Gold Bond માં રોકાણ કરવાની રીત
- બેન્કોમાં ઓનલાઇન અને ઓફલાઇન ખરીદી શકો છો
- પોસ્ટ ઓફિસમાંથી પણ ખરીદી કરી શકો છો. 
- સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન દ્વારા ખરીદી સંભવ
- BSE, NSE ના પ્લેટફોર્મ પરથી પણ ખરીદી શકો છો ગોલ્ડ બોન્ડ

Gold Bond માં રોકાણ કેમ છે ફાયદાનો સોદો?
- વાર્ષિક 2.5 ટકાનું વ્યાજ મળે છે
- છ મહિનાના આધાર પર વ્યાજનું પેમેન્ટ મળે છે.
- આ જીએસટી હેઠળ આવતું નથી.
- ફિઝિકલ ગોલ્ડ પર 3% GST લાગે છે.
- ગોલ્ડ બોન્ડમાં ટ્રાન્સફરનો પણ વિકલ્પ.
- બોન્ડના બદલે લોન લેવાની સુવિધા પણ મળે છે.
- મેચ્યોરિટી બાદ કોઈ ટેક્સ નહીં
- બોન્ડમાં 8 વર્ષનો લોક ઇન પીરિયડ
- 5 વર્ષ બાદ બહાર નિકળવાનો વિકલ્પ.

પાંચ દિવસ સુધી ખુલ્લો રહેશે રોકાણનો વિકલ્પ
સોવરેન ગોલ્ડ બોન્ડ સોનામાં રોકાણની સરકારી સ્કીમ છે. તેને રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવે છે. તેમાં ફિઝિકલ રૂપથી સોનું ખરીદવાની જગ્યાએ ડિજિટલ રૂપે ગોલ્ડની સુવિધા મળે છે. સરકારે આ યોજનાની શરૂઆત 2015માં કરી હતી. તે હેઠળ ફાઈનાન્શિયલ ઈયરમાં 4 વખત સબ્સક્રિપ્શનની તક મળે છે. આ વખતે સોવરેન ગોલ્ડ બોન્ડની ત્રીજી સિરીઝ ખુલ્લી છે, જે 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news