નવી દિલ્હીઃ ભારતીય જીવન વીમા નિગમે પોતાના તમામ હોલ્ડર્સને પોતાના આવનારા આઈપીઓમાં ભાગ લેવા માટે પોતાના પોલિસી રેકોર્ડમાં પોતાના પાન કાર્ડ નંબરને અપડેટ કરવાનું કહ્યું છે. આ જાણકારી એલઆઈસીના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સથી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલઆઈસીએ 13 ફેબ્રુઆરીએ આશરે 63000 કરોડ રૂપિયામાં સરકાર દ્વારા પોતાની 5 ટકા ભાગીદારી વેચવા માટે કેપિટલ માર્કેટ રેગુલેટર સેબીની પાસે એક ડ્રાફ્ટ લેટર દાખલ કર્યો છે. 


પ્રાથમિક વિગત અનુસાર એલઆઈસીના આશરે 31.6 કરોડથી વધુ શેર કે 5 ટકાની સરકારી ભાગીદારી માટે પ્રારંભીક લોક પ્રસ્તાવ માર્ચમાં બજારમાં આવાવની સંભાવના છે. આ આઈપીઓમાં એલઆઈસીના કર્મચારીઓ અને પોલિસી હોલ્ડર્સને ફ્લોર પ્રાઇઝ પર છૂટ મળશે.


પાન કાર્ડ વિગત અપડેક કરે પોલિસી હોલ્ડર્સ
એલઆઈસીએ કહ્યું કે, અમારા બધા પોલિસી હોલ્ડર્સ તે વાતને નક્કી કરી લે કે પેતની પાન ડીટેલ્સ જલદીથી જલદી અમારા કોર્પોરેશનના પોલિસી રેકોર્ડમાં અપડેટ કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ Indiav Railway: બિહારથી મંગાવો ચોખા, ગુજરાતથી સાડી, રેલવે તમારા લઇને આવી રહી છે આ સર્વિસ


ડીઆરએચપી લેટર પ્રમાણે એક પોલિસી હોલ્ડર જેણે સેબીની પાસે DRHP ના દાખલ કરવાથી બે સપ્તાહની સમાપ્તિ પહેલા (28 ફેબ્રુઆરી, 2022) અમારા કોર્પોરેશનની સાથે પોતાના પાન વિગત અપડેટ કરી નથી, તેને એક યોગ્ય પોલિસી હોલ્ડરના રૂપમાં માનવામાં આવશે નહીં. પોલિસી હોલ્ડર એલઆઈસીની વેબસાઇટ પર જઈને કે પોતાના એજન્ટની સહાયતાથી પાનકાર્ડની વિગત અપડેટ કરી શકે છે. 


PAN-LIC અપડેટ કરવાનું સ્ટેટસ ચેક કરો
- સૌથી પહેલા https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus પર જાવ.
- પોલિસી નંબર, જન્મ તારીખ અને પાનની વિગત ભરો, સાથે કેપ્ચા નોંધો. પછી સબમિટ બટન દબાવો. 
- પ્રોસેસ પૂરી થયા બાદ સ્ક્રીન પર તમારી સામે સ્ટેટસ જોવા મળશે.


આ પણ વાંચોઃ શેરબજારે કર્યા માલામાલ, રાકેશ ઝુનઝુનવાલાએ આજે આ બે શેર વડે કમાયા 584 કરોડ


ઓનલાઇન આ રીતે કરી શકો છો અપડેટ
- એલઆઈસીની સત્તાવાર વેબસાઇટ  https://licindia.in/ પર જાવ.
- 'Online PAN Registration' ના ઓપ્શન પર ક્લિક કરો.
- આ પેજ પર 'Proceed' બટન પર ટેપ કરો.
- તમારૂ ઈમેલ એડ્રેસ, પાન, મોબાઇલ નંબર અને  LIC પોલિસી નંબર દાખલ કરો.
- બોક્સમાં Captcha કોડ એન્ટર કરો.
- તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીટી માટે રિક્વેસ્ટ કરો.
- એક વાર જ્યારે તમને ઓટીપી મળી જશે તો તેને પોર્ટમાં દાખલ કરો અને સબમિટ કરો. 
- ફોર્મ જમા કર્યા બાદ રજીસ્ટ્રેશન રિક્વેસ્ટની સફળતા પર એક મેસેજ જોવા મળશે. 


IPO માં ક્યા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર
પાન કાર્ડ (Pan Card).
રજીસ્ટર્ડ મોબાઇલ નંબર નાખવો પડશે.
એલઆઈસીમાં નોંધાયેલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube