નવી દિલ્હીઃ LIC પોલિસીધારકોના સારા દિવસો આવવાના છે. એટલા માટે નહીં કે કોઈ મોટો સારો પ્લાન LIC એ લોન્ચ કર્યો છે. હકીકતમાં સરકાર LIC નો IPO લાવવાનો જે પ્લાન બનાવી રહી છે, તેમાં પોલિસીધારકોનો રિઝર્વેશન કોટા નક્કી કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલા ટકા સુધી હોઈ શકે છે કોટા
માહિતી પ્રમાણે IPO મા 10 ટકા કોટા એલઆઈસી પોલિસીધારકો માટે નક્કી કરવામાં આવી શકે છે. કેન્દ્રિય નાણાં મંત્રાલયમાં રોકાણ અને જાહેર સંપત્તિ સંચાલન વિભાગ  (DIPAM) ના સચિવ તુહિન કાંત પાન્ડેય પ્રમાણે જે રીતે રિટેઇલ રોકાણકારોને સરકારી કંપનીના આઈપીઓલમાં 10 ટકા રિઝર્વેશન મળે છે, તે રીતે એલઆઈસીસના પોલિસી હોલ્ડરોને પણ આઈપીઓમાં રિઝર્વેશન મળશે. 


આ પણ વાંચોઃ HDFC Bank ના ગ્રાહકો માટે ખુબ મહત્વના સમાચાર, ખાસ જાણો નહીં તો પસ્તાશો 


પાછલા વર્ષની જેમ આ વર્ષના બજેટ (Budget 2021) ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમને એલઆઈસીના આઈપીઓનો ઉલ્લેખ કર્યો છે. તેનો મતલબ છે કે સરકાર LIC ના શેર બજારમાં લિસ્ટ કરાવશે અને આઈપીએ દ્વારા કંપનીની આર્થિક વેલ્યૂ (Economic Value) ની જાણકારી મેળવશે. પાછલા વર્ષે બજેટ ભાષણમાં નાણામંત્રી Nirmala Sitharaman એ કહ્યુ કે, એલઆઈસી પર સંપૂર્ણ રીતે સરકારનો માલિકી હક બન્યો રહેશે. લિસ્ટિંગ બાદ આઈપીઓ દ્વારા કંપનીની આર્થિક વેલ્યૂની જાણકારી મેળવવામાં આવશે. આમ એટલા માટે કારણ કે સરકાર રિટેલ રોકાણકારોને પણ તેના ભાગીદાર બનાવવા ઈચ્ચે છે. 


વિનિવેશ નીતિની જાહેરાત
મોદી સરકાર વિનિવેશ પર ભાર આપી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમન (Nirmala Sitharaman) એ જાહેરાત કરી છે કે 2021-22 મા સરકાર વિનિવેશ દ્વારા 1.75 લાખ કરોડ રૂપિયા કમાવવા ઈચ્છે છે. પાછલા વર્ષે કોરોનાને કારણે સરકાર વિનિવેશનું લક્ષ્ય (2.1 લાખ કરોડ રૂપિયા) પૂરુ કરી શકી નહીં. પાછલા વર્ષે જે કમી રહી ગઈ તેને આ વર્ષે પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube