RBI CREDIT POLICY: લોનના EMI માં નહીં થાય ઘટાડો, RBIએ વ્યાજ દરોમાં ન કર્યો ફેરફાર
Reserve Bank of India (RBI) ની મોનિટરી પોલીસી કમિટીએ (MPC)વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. MPCએ રેપો રેટ(Repo Rate) ને 4 ટકા પર યથાવત રાખ્યો છે.
નવી દિલ્હી: Reserve Bank of India (RBI) ની મોનિટરી પોલીસી કમિટીએ (MPC)વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. MPCએ રેપો રેટ(Repo Rate) ને 4 ટકા પર યથાવત રાખ્યો છે. જેનો અર્થ એ થયો કે બેન્કોને રિઝર્વ બેન્ક પાસેથી લોન 4 ટકાના વ્યાજે જ મળશે. જેનાથી બેન્કો પણ લોકોને લોન સસ્તી નહીં કરે. રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા પર યથાવત છે.
Petrol Diesel Price Today: આજે પણ મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરના રેટ
રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે ક્રેડિટ પોલીસીની સમીક્ષા દરમિયાન કહ્યું કે RBIએ પોતાનું વલણ Accomodative જાળવી રાખ્યું છે. જેનો અર્થ એ થયો કે રિઝર્વ બેન્ક એકવાર ફરીથી વ્યાજ દર વધારશે નહીં. આ ખબરથી શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ પહેલીવાર 45,000 પાર પહોંચી ગયો.
MPCની મોનિટરી પોલીસી ઈકોનોમિસ્ટ્સ અને એનાલિસ્ટની આશા મુજબ જ રહી છે. MPCના તમામ 6 સભ્યોએ વ્યાજદરોમાં બદલાવ ન કરવા માટે મત આપ્યો હતો.
મધ વેચતી કંપનીઓની પોલ ખૂલી, કોવિડ મહામારીમાં વેચી રહ્યાં છે બનાવટી મધ
અત્રે જણાવવાનું કે રિઝર્વ બેન્ક આ વર્ષે રેપો રેટમાં 115 બેસિસ પોઈન્ટ એટલે કે 1.15 ટકા સુધીનો કાપ મૂકી ચૂકી છે. આ કાપ સાથે જ રેપો રેટ વર્ષ 2000 બાદ 4 ટકા પર છે જે સૌથી નીચલા સ્તરે છે. રિઝર્વ બેન્કે જણાવ્યું કે CPI મોંઘવારી ઓક્ટોબર સુધીમાં 7.6 ટકા સુધી પહોંચી છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં રીટેલ મોંઘવારી દર 6.8 ટકા રહેવાનું અનુમાન છે. ચોથા ત્રિમાસિકમાં CPI મોંઘવારી દર 5.4 ટકા છે. FY21માં GDP ગ્રોથ 7.5 ટકા રહેવાનું અનુમાન છે.
FY21 ના બીજા છમાસિકમાં રિકવરીના પુરતા સંકેત મળી રહ્યા છે. ઈકોનોમીમાં આશા મુજબ જ રિકવરી થઈ રહી છે. રિઝર્વ બેન્કે પોલીસી દરમિયાન કહ્યું કે મોંઘવારી અને ગ્રોથમાં બેલેન્સ જાળવવું જરૂરી છે. રિઝર્વ બેન્કે પોઝિટિવ સેન્ટિમેન્ટ માટે અનેક મોટા નિર્ણય લીધા છે. રિઝર્વ બેન્ક લિક્વિડિટી માટે આગળ પણ માર્કેટ પાર્ટિસિપેન્ટ્સના હિતોમાં પગલા ભરશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube