પાંચ વર્ષ પહેલાં જ્યારે ભાજપે લોકસભા ચૂંટણી 2014 માટે પોતાનું ઘોષણાપત્ર લઇને આવ્યા તો તેને બિઝનેસ અને ઉદ્યોગ જગત માટે ખૂબ અનુકૂળ માનવામાં આવી રહ્યું હતું. ઉદ્યોગ જગતને મોદી સરકાર પાસેથી ખૂબ આશાઓ પણ હતી. આ મેનિફેસ્ટોમાં ભાજપે ભારત દુનિયાની એક મજબૂત અર્થવ્યવસ્થા બનાવવા અને રોજગાર વધારવા જેવા તમામ વાયદાઓ હતા. આજે પાંચ વર્ષ બાદ જ્યારે ભાજપ 2019 માટે ઘોષણાપત્ર જાહેર કરી રહી છે તો આ વાતની સમીક્ષા કરે છે કે તેના તેમાં કયા આર્થિક વાયદા પુરા કરવામાં આવ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોંઘવારી પર અંકુશ
યુપીએ સરકારના કાર્યકાળમાં દેશમાં મોંઘવારી ચરમ પર પહોંચી ગઇ હતી. એટલા માટે ભાજપનો સૌથી મોટો વાયદો એ પણ હતો કે સરકાર બનાવ્યા પછી તે મોંઘવારી પર નિયંત્રણ કરશે. ભાજપે કહ્યું હતું કે જમાખોરી અને કાળાબજારી અટકાવવા માટે સ્પેશિયલ કોર્ટોનું નિર્માણ કરવામાં આવશે. તમામ અનુકૂળ પરિસ્થિતિઓ અને સરકારી પ્રયત્નના લીધે તેમાં સફળતા પણ મળી હતી. જથ્થાબંધ મૂલ્ય આધારિત વાર્ષિક મોંઘવારી દર ફેબ્રુઆરી 2019માં ફક્ત 2.93 ટકા હતો. 

Paytm માં નોકરી કરવાની ઉત્તમ તક, 300 લોકોની કરવાની છે ભરતી


નોકરીઓ જ નોકરીઓ
ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં યુવાનોને મોટાપાયે રોજગારી અપવાનો વાયદો કર્યો હતો. ભાજપે કહ્યું હતું કે શ્રમ આધારિત મેન્યુફેક્ચરિંગ અને ટૂરિઝમને વધારીને રોજગાર વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. એમ્પ્લોયમેંટ એક્સચેંજોને રોજગાર કેંદ્બોમાં બદવાની વાત કરી હતી. સ્ટાર્ટ અપ, મુદ્વા લોન, સ્કિલ ઇન્ડીયા જેવી યોજનાઓ દ્વારા યુવાનોને રોજગાર તકો વધારવાનો પ્રયત્ન પુરૂ કરવામાં આવશે. પરંતુ રોજગારના મોરચા પર મોદી સરકારે સૌથી વધુ ટીકાનો સામનો કરવો પડ્યો છે. વિપક્ષ રોજગારના મોરચા પર સરકર પર સૌથી વધુ હુમલા થતા રહ્યા. મોદી સરકાર પર આંકડા સંતાડવાનો આરોપ લાગ્યો. દેશમં જોબલેસ ગ્રોથ થવા એટલે કે અર્થવ્યવસ્થામાં વિકાસ છતાં રોજગારમાં ખાસ વધારો ન થવાનો આરોપ લાગ્યા.

Realme 2 Pro ની કિંમતમાં ભારે ઘટાડો, જાણો નવી કિંમત


કાળુ પરત લાવીશું 
ભાજપે વાયદો કર્યો હતો કે દેશમાં ભ્રષ્ટાચાર પર અંકુશ લાગશે અને કાળાનાણાને પરત લાવીશું. ભાજપે એવું તંત્ર બનાવવાનો વાયદો કર્યો હતો, જેથી ભ્રષ્ટાચાર કરવાની ગુંજાઇશ ન રહે. ભાજપે કહ્યું કે તે વિદેશી બેંકોમાં જમા કાળુનાણું પરત લાવવા માટે તે પ્રતિબદ્ધ છે અને તેને પ્રતિબદ્ધતાના આધારે કરવામાં આવશે. કાળાનાણાને પરત લાવવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવવાનો વાયદો કર્યો હતો. ઓપરેશન ક્લીન મની, નોટબંધ, બેનામી કાનૂનમાં ફેરફાર વગેરેથી દેશમાં કાળાનાણા પર અંકુશ માટે સરકારના તમામ પ્રયાસ સફળ રહ્યા છે. સરકાર બનતાં જ એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી, પરંતુ વિદેશ કાળા નાણામાં કેટલીક ખાસ સફળતા મળી નથી. 


ભાજપનો સંકલ્પ પત્ર 2019, જાણો રસપ્રદ વિગત


એનપીએમાં ઘટાડો લાવશે
વર્ષ 2014ના પોતાના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે કહ્યું હતું કે તે એવા પગલાં ભરશે જેમાં બેંકોના એનપીએમાં ઘટાડો થયો. પરંતુ આ મોરચા પર સરકારને નિષ્ફળ ગણવામાં આવે છે. બેંકોના એનપીએ સતત વધારી રહી છે. વર્ષ 2014માં દેશમાં બેંકોનું એનપીએ 2.92 લાખ કરોડ રૂપિયા હતો. સપ્ટેમ્બર 2016માં બધી બેંકોનું કુલ એનપીએ 7.07 લાખ કરોડ રૂપિયા હતો. માર્ચ 2018 સુધી દેશની બધી બેંકોનું કુલ એનપીએ 10 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયો હતો. જોકે સપ્ટેમ્બર 2018 સુધી આ થોડો ઘટીને 9.99 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો. સરકારે બેડ લોનના મામલે રિઝર્વ બેંકને દરમિયાનગિરી માટે વધુ અધિકાર આપ્યા છે અને બેંકોના બુકકીપીંગને દુર કરવા માટે વર્ષ 2017માં લગભગ 32 અરબ ડોલરનું રીકેપિટલાઇજેશન પ્લાન મંજૂર કરવામાં આવ્યો. 

ફરી વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ, ક્રૂડ ઓઇલમાં જોરદાર ઉછાળો


ટેક્સ વ્યવસ્થા અને જીએસટી
ભાજપે વર્ષ 2014ના પોતાના ચૂંટણીઢંઢેરામાં કહ્યું હતું કે યૂપીએના ટેક્સ આતંકથી વેપારી વર્ગમાં હતાશા આવી છે અને રોકાણના વાતાવરણ પર નકારાત્મક અસર પડી છે. ભાજપ બધા રાજ્ય સરકારને જીએસટી માટે તૈયાર કરશે અને જીએસટીની પ્રભાવી રીતે લાગૂ કરશે. ભાજપે આ વાયદાને પુરો પણ કર્યો  છે. દેશમાં જીએસટીને પ્રભાવી રીતે લાગૂ કરવામાં આવ્યો છે અને તેનાથી આખા દેશમાં એક ટેક્સ સિસ્ટમ લાગૂ થઇ ગઇ છે. જોકે તેના દરોમાં ફેરફાર અને તર્કસંગતતાને લઇને વિપક્ષ સરકારની ટીકા પણ કરતો રહ્યો છે. એ પણ આરોપ લગાવવામાં આવે છે કે સરકારે કોઇ ખાસ તૈયારીના અચાનક જીએસટી લાગૂ કરી દીધો જેથી વેપારી વર્ગને ખૂબ પરેશાન થઇ. 


ડાયરેક્ટ ફોરેન ઇનવેસ્ટમેંટ
સીધુ વિદેશી રોકાણ એટલે કે એફડીઆઇના મોરચા પર ભાજપે 2014ના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે એફડીઆઇ ફક્ત તે ક્ષેત્રોમાં લાવવામાં આવશે. જ્યાં નોકરી અને રોકાણનું નિર્માણ હોય. જ્યાં આધારભૂત માળખા માટે ટેક્નિક અને વિશેષજ્ઞ જ્ઞાનની જરૂર હોય. એમ કહેવામાં આવ્યું કે ભાજપ નાના અને મધ્યમ દુકાનદારોના હિતોનું ધ્યાન રાખશે. ભાજપ સરકારે રક્ષા, ઉડ્ડયન અને ઇ-કોમર્સ ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી આપી છે. ફાર્મામાં 74 ટકા એફડીઆઇને મંજૂરી આપવામાં આવી છે. 

DTH-કેબલ TV બજારમાં જામશે પ્રાઇસવોર, માર્કેટમાં ઉતરશે આ દિગ્ગજ કંપની


પૂર્વ યુપીએ સરકારના કાર્યકાળમાં મલ્ટી-બ્રાંડ રિટેલમાં એફડીઆઇનો રસ્તો ખોલવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયના વિરોધમાં ત્યારે વિપક્ષમાં બેઠેલી એનડીએ એ યૂપીએ સરકાર પર મલ્ટીનેશનલ કંપનીઓના દબાણમાં આવવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ સત્તામાં આવ્યા પછી એનડીએ સરકારે સિંગલ બ્રાંડ રિટેલમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી આપવામાં આવે. મલ્ટી બ્રાંડ ક્ષેત્રમાં કોઇ ભારતીય રિટેલ કંપનીમાં વધુમાં વધુ 51% એફડીઆઇની પરવાનગી છે. નિર્માણ ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપવામાં આવી. આ ઉપરાંત સરકારે એર ઇન્ડીયામાં પણ 49 ટકા એફડીઆઇની મંજૂરી આપીને ખાનગીકરણનો માર્ગ ખોલી દીધો. 


સ્વદેશી, મેક ઇન ઇન્ડીયા અને બ્રાંડ ઇન્ડીયા
સ્વદેશી, બ્રાંડ ઇન્ડીયા અને મેક ઇન ઇન્ડીયાને પ્રોત્સાહન આપવા માટે ભાજપે ઘોષણાપત્રમાં વાયદો કર્યો હતો કે વેપાર માટે સારું વાતાવરણ બનાવવામાં આવશે અને લાલ ફીતાશાહીને ઓછી કરવામાં આવશે. પર્યાવરણ મંજૂરી પ્રક્રિયાને પારદર્શી બનાવવા માટે કરવામાં આવી હતી. ઉત્પાદનને શક્તિશાળી બનાવીને માંગ પુરવઠો વચ્ચે મોટી ખાઇને દુર કરવાની વાત કરી હતી. ભારતને ઉત્પાદનનું કેંદ્બ બનાવવાનો વાયદો કર્યો હતો. રાજ્ય તથા કેંદ્વ સ્તર પર સિંગલ વિંડો સિસ્ટમ લાવવની વાત કહી હતી. આ પ્રયત્નોમાં ભાજપ સરકારને ઘણી હદ સુધી સફળતા મળી છે. 

ભાડા કરતાં પણ સસ્તો હોમ લોનનો હપ્તો, આ છે સરકારની યોજના


પીએમ મોદીએ શપથ ગ્રહણ કર્યાના થોડા મહિનાઓ બાદ સપ્ટેમ્બર 2014માં મેક ઇન ઇન્ડીયાની પહેલી શરૂઆત કરી હતી. તેનો ટાર્ગેટ ભારતને ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ બનાવવાનો હતો. આ યોજના લોન્ચ કર્યા બાદ ભારતને સપ્ટેબર 2014 થી ફેબ્રુઆરી 2016 વચ્ચે જ 16.40 લાખ કરોડ રૂપિયાના રોકાણની પ્રતિબદ્ધતા મળી છે. વર્ષ 2015માં ભારત એફડીઆઇના મામલે દુનિયાનો સૌથી મોટો દેશ બની ગયો હતો. મેક ઇન ઇન્ડીયાના લીધે જ 2017-18માં ભાગતમાં આવનાર એફડીઆઇને વધારીને 62 અરબ ડોલર સુધી પહોંચી ગયો. એક અનુમાન અનુસાર મેક ઇન ઇન્ડીયના લીધે 2014 થી 2018 વચ્ચે ઘરેલૂ મોબાઇલ હેન્ડસેટ અને કમ્પોનેંટ મેન્યુફેક્ચરર્સનું લગભગ 3 લાખ કરોડ રૂપિયા બચ્યા છે જે પૈસા તેમણે વિદેશ પરત મોકલવા પડતા. 


લોકસભા ચૂંટણી 2019: જાણો લેટેસ્ટ ગુજરાતી સમાચાર