ફરી વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ, ક્રૂડ ઓઇલમાં જોરદાર ઉછાળો

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રવિવારે ઘટાડો નોંધાયો હતો, પરંતુ આગામી દિવસોમાં કોઇ રાહત મળવાના અણસાર ખૂબ ઓછા છે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ લગભગ 5 મહિનાના ઉંચા સ્તર પર પહોંચી ગયા છે. બ્રેંટ ક્રૂડનો ભાવ 70 ડોલર પ્રતિ બેરલથી ઉપર જતો રહ્યો છે, જે નવેમ્બર બાદ ઉચ્ચતમ સ્તર છે.
ફરી વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ, ક્રૂડ ઓઇલમાં જોરદાર ઉછાળો

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રવિવારે ઘટાડો નોંધાયો હતો, પરંતુ આગામી દિવસોમાં કોઇ રાહત મળવાના અણસાર ખૂબ ઓછા છે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ લગભગ 5 મહિનાના ઉંચા સ્તર પર પહોંચી ગયા છે. બ્રેંટ ક્રૂડનો ભાવ 70 ડોલર પ્રતિ બેરલથી ઉપર જતો રહ્યો છે, જે નવેમ્બર બાદ ઉચ્ચતમ સ્તર છે.

બ્રેંટ ક્રૂડના ભાવમાં આ વર્ષે અત્યાર સુધી 34 ટકાનો વધારો થયો છે. ગત બે અઠવાડિયામાં બ્રેંટ ક્રૂડના ભાવમાં 3.65 ટકાનો વધારો નોંધાયો છે, જેની અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે. જોકે ભારત પોતાની ઓઇલની ખપતની 80 ટકા જરૂરિયાતોની પૂર્તિ આયાત દ્વારા કરે છે, એટલા માટે પેટ્રોલ ડીઝલના ભાવ નિર્ધારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ચઢાવ-ઉતારના અનુસાર નક્કી થાય છે. 

ગત સપ્તાહના અંતિમ કારોબારી સત્રમાં આંતરાષ્ટ્રીય વાયદા બજાર ઇંટરકોંટિનેંટલ એક્સચેંજ (આઇસીઇ) પર બ્રેંટ ક્રૂડના જૂન ડિલીવરી કરાર ભાવ એક દિવસ પહેલાંના મુકાબલે એટલે કે એક ડોલર એટલે 1.46 ટકા તેજી સાથે 70.41 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયો, જ્યારે બિઝનેસ દરમિયાન 70.48 ડોલર પ્રતિ બેરલના ઉંચા સ્તર પર રહ્યો. આ પહેલાં 12 નવેમ્બર, 2018ના બ્રેંટ ક્રૂડનો ભાવ 71.88 ડોલર સુધી ઉછાળા બાદ 70.12 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયો હતો. જોકે 26 ડિસેમ્બર, 2018ને બ્રેંટ ક્રૂડનો ભાવ ઘટીને 49.93 ડોલર પ્રતિ બેરલ સુધી જતો રહ્યો હતો. 

અમેરિકી લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઇંટરમીડિએટ (ડબ્લ્યૂટીઆઇ)ની મે ડિલીવરી કરાર ગત શુક્રવારે ગત સત્રના મુકાબલે 1.17 ડોલર એટલે કે 1.88 ટકા તેજી સાથે 63.27 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયો હતો. જોકે નવેમ્બર બાદનો સૌથી ઉંચો સ્તર છે.માર્કેટિંગ કંપનીઓએ રવિવારે પેટ્રોલના ભાવમાં છ પૈસા અને ડીઝલના ભાવમાં 8 થી 9 પૈસા પ્રતિ લીટરે ઘટાડો કર્યો હતો. તેના એક દિવસ પહેલાં શવિવારે ડીઝલના ભાવમાં પાંચ થી છ પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો હતો. જ્યારે પેટ્રોલના ભાવ સ્થિર રહ્યા હતા. 
 
ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ઘટીને ક્રમશ: 72.85 રૂપિયા, 78.42 રૂપિયા અને 75.61 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ ઘટીને ક્રમશ: 66.11 રૂપિયા, 67.85 રૂપિયા, 69.19 રૂપિયા અને 69.80 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા. દિલ્હી, કલકત્તા અને મુંબઇમાં ડીઝલના ભાવમાં આઠ પૈસા, જ્યારે ચેન્નઇમાં નવ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news