BoB, દેના બેન્ક, અને વિજયા બેન્કના ખાતાધારકો માટે અત્યંત મહત્વના સમાચાર, ખાસ જાણો
બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કના ગ્રાહકો માટે જરૂરી સૂચના છે. 1 એપ્રિલ 2019થી સરકારે વિજયા બેન્ક અને દેના બેન્કનું બેન્ક ઓફ બરોડામાં વિલય કરી દીધુ હતું. ત્યારબાદ હવે બેન્ક ઓફ બરોડાનું મહત્વનું નિવેદન આવ્યું છે.
નવી દિલ્હી: બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કના ગ્રાહકો માટે જરૂરી સૂચના છે. 1 એપ્રિલ 2019થી સરકારે વિજયા બેન્ક અને દેના બેન્કનું બેન્ક ઓફ બરોડામાં વિલય કરી દીધુ હતું. ત્યારબાદ હવે બેન્ક ઓફ બરોડાએ કહ્યું છે કે તેણે દેના બેન્કની 1770 શાખાઓના એકીકરણનું કામ ડિસેમ્બર 2020માં પૂરું કરી લીધુ છે. નોંધનીય છે કે વિજયા બેન્કની 2128 શાખાઓનું સપ્ટેમ્બર 2020માં એકીકરણ કરી લેવાયું હતું.
બ્રિટનમાં કોરોના વાયરસના વધુ એક સ્ટ્રેનની થઈ એન્ટ્રી, સરકારના માથે આભ તૂટી પડ્યું
કોવિડ-19ના પડકારો વચ્ચે થયું કામ
બેન્કના Managing Director & CEO સંજીવ ચઢ્ઢાએ એક નિવેદનમાં કહ્યું કે, 'અમે કોવિડ-19 પડાકારો વચ્ચે પૂર્વવર્તી બેન્કોના સફળતાપૂર્વક વિલયનું કામ પૂરું કર્યું છે. અમે એકવાર ફરીથી અમારા તમામ સન્માનિત ગ્રાહકોનું સ્વાગત કરીએ છીએ અને તેમને બેન્ક ઓફ બરોડાની પ્રોડક્ટ્સ તથા ડિજિટલ સોલ્યુશનનો લાભ ઉઠાવવા માટે આગ્રહ કરીએ છીએ.'
5 કરોડ ખાતા બેન્ક સાથે જોડાયા
નિવેદન મુજબ 5 કરોડથી વધુ ગ્રાહકોના બેન્ક ખાતા હવે બેન્ક ઓફ બરોડામાં આવી ગયા છે. આ ઉપરાંત તમામ શાખાઓ, એટીએમ, પીઓએસ મશીનો અને ક્રેડિટ કાર્ડનું એકીકરણ સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે. બેન્કે કહ્યું કે તમામ ગ્રાહકોની હવે સમગ્ર ભારતમાં કુલ 8248 ડોમેસ્ટિક શાખાઓ, અને 10,318 એટીએમ છે, જે તેમને સંપૂર્ણ ઉત્પાદનો અને સેવાઓ સુધી પૂરેપૂરી પહોંચ પ્રદાન કરશે. તમામ ગ્રાહકોને હવે બેન્કના ડિજિટલ ચેનલો સુધી પહોંચ પ્રાપ્ત થશે. બેન્કે કહ્યું કે પૂર્વવર્તી બેન્કો દ્વારા ગ્રાહકોને પહેલેથી અપાયેલા ડેબિટ કાર્ડ જ્યાં સુધી કાર્ડની નિર્ધારિત સમય મર્યાદા ખતમ નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube