પ્રવાસી મજૂરોને ફ્રીમાં અનાજની સાથે-સાથે કેશની પણ જરૂરઃ રઘુરામ રાજન
રઘુરામ રાજને કહ્યુ કે, પ્રવાસી મજૂરોની સમસ્યાને સારી રીતે ડીલ કરવામાં આવી નથી. તેમને ફ્રી અનાજની સાથે સાથે રોકડની પણ જરૂર છે, કારણ કે તેણે દૂધ, શાક, તેલ, ફળ અને ઘર ભાડા જેવા કામ કરવાના છે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કોરોના મહામારીને કારણે દેશની અર્થવ્યવસ્થાને બચાવવા માટે જાહેર 20 લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજને અપૂરતું ગણાવ્યું છે. તેમણે કહ્યુ કે, સરકારે પ્રવાસી મજૂરોને ફ્રીમાં અનાજ અને દાળ આપી છે, પરંતુ દૂધ, શાકભાજી, તેલ અને ઘરનું ભાડુ આપવા માટે તેને પૈસાની ખુબ જરૂર છે. તેમણે કહ્યુ કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાની સામે ખુબ ગંભીર પડકાર છે, જેને કોઈપણ રિસોર્સથી પૂરુ ન કરી શકાય.
ફિસ્કલ ડેફિસિટ પણ સતત વધી રહી છે
એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન રાજને કહ્યુ કે, ભારતીય અર્થવ્યવસ્થામાં કોરોનાથી પહેલા મંદી છવાયેલી હતી. વિકાસ દર સતત નિચે આવી રહ્યો હતો અને ફિસ્કલ ડેફિસિટ સતત વધી રહી હતી. તેવામાં અર્થવ્યવસ્થાને પરત પાટા પર લાવવા માટે ઘણું બધુ કરવાનું બાકી છે. 20 લાખ કરોડના પેકેજને લઈને તેમણે કહ્યું કે, તેમાં ઘણી સારી જાહેરાતો છે, પરંતુ જરૂરીયાત તેનાથી વધુ છે.
ઇકોનોમીમાં અલગ-અલગ પ્રકારની જરૂર
તેમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થાને કેટલિક જગ્યાએ રીપેર કરવાની જરૂર છે. રિપેયરિંગનું કામ દરેક સેક્ટમાં, જેમ કે કેટલિક બેન્ક, મોટી કંપનીઓ, એમએસએમઈ સામેલ છે. કેટલિક જગ્યાએ રિકવરીની જરૂર છે જ્યાં સ્ટિમુલસ પેકેજ કામ આપશે અને આ સિવાય ઘણી જગ્યાએ સંપૂર્ણ રિફોર્મની જરૂર છે.
ડોમેસ્ટિક ઉડાન માટેના નિયમો જાહેર, શહેરો વચ્ચે ભાડાની મર્યાદા નક્કી કરાઈ
પ્રવાસી મજૂરોને કેશની પણ જરૂર
આત્મનિર્ભર ભારત પેકેજની કમીને લઈને તેમણે કહ્યુ કે, તેમાં ઇકોનોમીમાં રિકવરીને લઈને મોટી જાહેરાતો નથી અને આ સિવાય પ્રવાસી મજૂરોની જરૂરીયાતો અને સમસ્યાઓને પણ સારી રીતે હલ કરવામાં આવી નથી. તેને ફ્રીમાં અનાજની સાથે-સાથે પૈસાની પણ જરૂર છે. પરંતુ તેમ કરવામાં આવ્યું નથી.
ગરીબોને રાહત ખુબ ઓછી
સ્ટિમુલસ પેકેજમાં સરકાર તરફથી જનધન ખાતાધારકોને દર મહિને 500-500 રૂપિયા આપવામાં આવી રહ્યાં છે. આ સિવાય ગરીબોને 5 કિલો અનાજ અને એક કિલો દાળ મળી રહી છે. તેમણે કહ્યુ કે, માર્ચમાં લૉકડાઉનની જાહેરાત બાદથી પ્રવાસી મજૂરોની સ્થિતિ ખરાબ છે. તેમને ફ્રીમાં અનાજની સાથે-સાથે કેશની પણ જરૂર છે જેથી તે પોતાની અન્ય જરૂરીયાતોને પૂરી કરી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર