ભારે ભરખમ વિજ બિલનો બોજો સહન કરી રહેલા લોકો માટે ખુશખબરી છે. ટૂંક સમયમાં તમારા ઘરના વિજળીના મીટર બદલાવવાના છે. એટલું જ નહી વિજળીનું બિલ પણ ઓછું થશે. કેંદ્વની મોદી સરકારે ગ્રાહકોના હિતમાં એક મોટો ફેંસલો લીધો છે. જોકે, તે ફેંસલાની શરૂઆત આગામી વર્ષે એપ્રિલ 2019થી થશે. જોકે, મોદી સરકારના વિજ મંત્રાલયે આ ફેંસલો કર્યો છે કે તે આગામી ત્રણ વર્ષમાં દેશભરમાં વિજળીના મીટરને બદલી દેશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Honda નો નવો પ્લાન, એક 'ઈંજેક્શન'થી 10% વધી જશે તમારી Activa ની માઈલેજ


બદલાઇ જશે બધા વિજ મીટર
પાવર મિનિસ્ટ્રીએ નિર્ણય કર્યો છે કે આગામી ત્રણ વર્ષમાં તે દેશભરમાં વિજળીના મીટરને સ્માર્ટ પ્રિપેડ મીટરથી રિપ્લેસ કરશે. તેનાથી ઘણા ફાયદા થશે. પહેલો ફાયદો એ છે કે વિજળીના ટ્રાંસમિશન તથા ડિસ્ટ્રીબ્યૂશનમાં થનાર નુકસાનમાં ઘટાડો થશે. આ ઉપરાંત વિતરણ કંપનીઓની સ્થિતિ સારી થશે અને ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન મળશે. કાગળવાળા બિલની વ્યવસ્થાને ખતમ થવાની સાથે બિલની ચૂકવણીની પણ સરળ થશે. 

આ બેટરી 15 મિનિટમાં જ ઇલેક્ટ્રિક ગાડીને કરી દેશે ચાર્જ, જાણો સુવિધા


જરૂરિયાત મુજબ થશે બિલની ચૂકવણી
પાવર મિનિસ્ટ્રીના અધિકારીઓના અનુસાર સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાનો નિર્ણય ગરીબોના હિતમાં છે. તેનાથી ગ્રાહકોને આખા મહિનાનું બિલ એકવારમાં આપવાની જરૂરિયાત નથી. આ ઉપરાંત પોતાની જરૂરિયાતો અનુસાર ચૂકવણી કરી શકે છે. એટલું જ નહી મોટાપાયે સ્માર્ટ પ્રીપેડ મીટરના ઉત્પાદનથી યુવાનો મોટા રોજગાર પણ પેદા થશે. 

મોદી સરકારનું 'વિશેષ' ફરમાન, 15 જાન્યુઆરી પછી પહેરવું પડશે ફક્ત આ ખાસ હેલમેટ


24 કલાક મળશે વિજળી
રાજ્ય સરકરોએ બધા માટે વિજળી યોજનાના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા છે. તમામ સરકારો પોતાના રાજ્યમાં ગ્રાહકોને 23 કલાક વિજળી આપવા માટે વિજળી આપવા માટે રાજી છે. વિતરણ લાયસન્સ અનુસાર, વિજળી વિતરણ કંપનીઓ પોતાના ગ્રાહકોને 24*7 વિજળી ઉપલબ્ધ કરાવશે. તેના હેઠળ લાઇસન્સમાં એક એપ્રિલ 2019થી 24 કલાક વિજળી ઉપલબ્ધ કરાવવાની જોગવાઇ હશે.
તમારા સપનાનું ઘર થશે સસ્તુ, હવે GST 12થી ઘટીને થશે આટલો