નવી દિલ્હીઃ શેર બજારમાં એવી ઘણી કંપનીઓ છે જેણે ઈન્વેસ્ટરને માલામાલ બનાવી દીધા છે. નિફ્ટીમાં એવા ઘણા શેર છે, જેણે લોન્ગ ટર્મમાં પોતાના રોકાણકારોને સારૂ રિટર્ન આપ્યું છે. તેમાંથી એક છે કોટક મહિન્દ્રા બેન્કનો (Kotak Mahindra Bank) શેર. જે અત્યારે પણ સારો કારોબાર કરી રહ્યો છે. પરંતુ શોર્ટ ટર્મમાં કોટક મહિન્દ્રા બેન્કના સ્ટોકે રોકાણકારોને વધુ રિટર્ન આપ્યું નથી. પરંતુ જો કોઈ ઈન્વેસ્ટરે લોન્ગ ટર્મમાં આ શેરમાં રોકાણ કર્યું હોત તો આજે તેને મોટો પ્રોફિટ મળ્યો હોત .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમને એ રીતે કહીએ કે બેન્કમાં 38 વર્ષ પહેલા રોકાણ કરનારને 3000 ગણું રિટર્ન મળ્યું છે તો તમને વિશ્વાસ નહીં થાય. અમે વાત કરી રહ્યાં છીએ દેશની ચોથી સૌથી મોટી ખાનગી બેન્ક કોટક મહિન્દ્રાની. આ બેન્કના સીઈઓ અને એમડી ઉદય કોટકે 2 સપ્ટેમ્બરે કંપનીમાં આ પદ છોડી દીધુ છે. આ તકે તેમણે કહ્યું કે આપણી બેન્કમાં વર્ષ 1985માં 10 હજાર રૂપિયા લગાવનાર ઈન્વેસ્ટરોના સ્ટોકની કિંમત આજે 300 કરોડ રૂપિયા પહોંચી ચુકી છે. આ બેન્કે અત્યાર સુધી પ્રત્યક્ષ રીતે 1 લાખ લોકોને રોજગાર પણ આપ્યો છે. 


આ પણ વાંચો- ન તો IIT કે IIM... પતિએ નોકરી છોડી, પછી પતિ-પત્નીએ મળીને બનાવી ₹8,000 કરોડની કંપની


આ બેન્ક વર્ષ 1985માં મુંબઈના ફોર્ટ વિસ્તારમાં માત્ર 300 ચોરસ ફૂટમાં 3 કર્મચારીઓ સાથે શરૂ કરવામાં આવી હતી. બેન્કનો વિકાસ ઇતિહાસ એટલો જબરદસ્ત રહ્યો છે કે છેલ્લા 28 વર્ષમાં તેનું સરેરાશ વાર્ષિક વળતર લગભગ 28 ટકા રહ્યું છે. બેન્ક પાસે હાલમાં લગભગ રૂ. 4.5 લાખ કરોડની કુલ સંપત્તિ એસેટ અંડર મેનેજમેન્ટ છે. આ બેન્ક મિત્રો પાસેથી 30 લાખ રૂપિયાની લોન લઈને શરૂ કરવામાં આવી હતી.


7 રૂપિયાથી 1700ને પાર
કોટક મહિન્દ્રા બેન્કે પોતાના શેરને જ્યારે બજારમાં લિસ્ટ કરાવ્યો હતો, ત્યારે તેની શરૂઆતી કિંમત 6.88 રૂપિયા પ્રતિ શેર હતી. જ્યારે 7 સપ્ટેમ્બરે કોટક મહિન્દ્રા બેન્કનો સ્ટોક 1787 રૂપિયા પર બંધ થયો છે. આ પહેલા 25 ઓક્ટોબર 2022ના કોટક બેન્કના શેર 1905 રૂપિયા પર પહોંચી ગયા હતા. 


આ પણ વાંચો- IPO હોય તો આવોઃ લિસ્ટિંગના 6 દિવસમાં 1.20 લાખના બનાવી દીધા 2.97  લાખ


20 વર્ષ પહેલા મળ્યું હતું બેન્કિંગ લાયસન્સ
કોટક મહિન્દ્રા બેન્કે પહેલા એક નોન બેંકિંગ ફાઇનાન્સ કંપની તરીકે કામ કર્યું અને વર્ષ 2003માં રિઝર્વ બેન્કે તેને બેન્કિંગ લાયસન્સ આપ્યું હતું. તે દેશની પ્રથમ એનબીએફસી હતી, જેને આરબીઆઈ પાસેથી બેન્કનો દરજ્જો મળ્યો હતો. પછી તેનું નામ બદલી કોટક મહિન્દ્રા ફાયનાન્સથી કોટક મહિન્દ્રા બેન્ક કરી દેવામાં આવ્યું હતું. બેન્ક બન્યા બાદ કોટક મહિન્દ્રાએ દર વર્ષે પોતાની સંપત્તિમાં આશરે 125 ટકાનો વધારો કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube