280 રૂપિયાનો શેર પહોંચી ગયો 2900ને પાર, 10 વર્ષમાં રોકાણકારોને થયો 10 ગણો ફાયદો
ટાટા ગ્રુપની આ દિગ્ગજ કંપનીએ માત્ર 10 વર્ષમાં લોકોના પૈસા 10 ગણા કરી દીધા છે. રિટેલ સેક્ટરની આ કંપની પર હજુ ઈન્વેસ્ટરોનો વિશ્વાસ યથાવત છે.
નવી દિલ્હીઃ ગોલ્ડ, શેર બજાર અને પ્રોપર્ટીમાં રોકાણ યોગ્ય સમયે કરવામાં આવે તો જોરદાર રિટર્ન મળે છે. છેલ્લા 10 વર્ષમાં આ ત્રણેય એસેટ ક્લાસે ઈન્વેસ્ટરોને જબરદસ્ત ફાયદો પહોંચાડ્યો છે. તેથી લોકોના મનમાં હંમેશા તે વાત રહે છે કે અમે કે પાપાએ 10 વર્ષ પહેલા ફલાણા શેરમાં પૈસા લગાવ્યા હોત તો સારૂ રિટર્ન મળત. ટાટા ગ્રુપના શેર ટાઇટને પણ 10 વર્ષમાં લોકોને શાનદાર રિટર્ન આપ્યું છે.
ટાઇટન કંપની છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય શેર બજારમાં સૌથી સારૂ પ્રદર્શન કરનાર શેરમાંથી એક રહી છે. જાણીતા ઈન્વેસ્ટર દિવંગત રાકેશ ઝુનઝુનવાલાની આ શેરમાં મોટી ભાગીદારી હતી. વિચારો જો તમે એક દાયકા પહેલા ટાટા સમુહની આ કંપનીમાં 10000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે શું પરિણામ હોત?
ઓગસ્ટ 2013માં શું હતો શેરનો ભાવ
ઓગસ્ટ 2013માં ટાઇટન શેરનો ભાવ 280.35 રૂપિયા હતો. પરંતુ તેની વર્તમાન કિંમત 2924 છે. તમને 10 વર્ષ પહેલા ₹10,000 રૂપિયામાં ટાઈટનના 36 શેર મળી જાત અને આજે આ 36 શેરની કિંમત લગભગ ₹1,05,264 રૂપિયા હોત, એટલે કે આ સમયમાં 10 ગણુ રિટર્ન મળી ગયું હોત.
આ પણ વાંચોઃ 108 રૂપિયાથી 1000 રૂપિયા પર પહોંચ્યો આ શેર, 10 ગણા વધાર્યા ઈન્વેસ્ટરોના પૈસા
ટાઇટન દેશમાં રિટેલ સેક્ટરમાં એક નામચીન કંપની છે, જે જ્વેલરીથી લઈને ચશ્મા સુધીની ઘણી પ્રોડક્ટ વેચે છે. પરંતુ કંપનીના વર્તમાન ક્વાર્ટરના પરિણામ આવવાથી શેરમાં ઘટાડો થયો છે, કારણ કે બ્રોકરેજ હાઉસે સ્ટોકની ટાર્ગેટ પ્રાઇઝ કટ કરી છે.
ક્વાર્ટરના પરિણામ બાદ શેરમાં ઘટાડો
એપ્રિલ-જૂન સમયગાળામાં કંપનીનો શુદ્ધ નફો 753 કરોડ રૂપિયા રહ્યો, જે પાછલા વર્ષના સમયગાળા દરમિયાન નોંધાયેલા 785 કરોડના નફાથી 4 ટકા ઓછો છે. આ ક્વાર્ટર માટે કંપનીની આવક ₹11,897 કરોડ રહી, જે વર્ષના હિસાબે 26 ટકા વધુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube