હાય લા! આ શું? મુકેશ અંબાણીને જરૂર છે 255000000000ની લોન, એશિયાના સૌથી અમીર વ્યક્તિને કેમ છે પૈસાની જરૂર?
Mukesh Ambani: રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી મોટી લોન લેવા જઈ રહ્યા છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને 3 અરબ ડોલરની લોનની જરૂર પડી ગઈ છે. આ લોન માટે તેમણે લગભગ અડધી ડઝન બેંકો સાથે વાત કરી રહ્યા છે. રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝને આ લોન પોતાના દેવાના બોઝને ઓછી કરવા માટે જોઈએ છે.
Mukesh Ambani Debt: રિલાયંસ ઈન્ડરસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી મોટી લેવા જઈ રહ્યા છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને 3 અરબ ડોલરની લોનની જરૂર પડી છે. આ લોન માટે તેમણે ઘણી બેંકો સાથે વાત કરી છે. રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝને આ લોન પોતાના દેવાના બોજને ઓછી કરવા માટે જોઈએ છે. એટલે કે દેવાને ઓછું કરવા માટે રિલાયંસ મોટી લોન લેવાની તૈયારીમાં છે.
કેટલા વર્ષની હોય છે RBI ગવર્નરની નોકરી; રહેવા મળે છે 450 કરોડનું ઘર, આ છે અજાણી વાતો
અંબાણીને મોટી લોનની જરૂર
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી વર્ષ 2025માં પોતાની કંપનીના દેવાને ઓછું કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. લોન ચુકવવા માટે તેમણે નવી લોનનું પ્લાનિંગ કર્યું છે. જોકે, વર્ષ 2025માં ઘણી લોનની રિપેમેન્ટની ડેડલાઈન પુરી થઈ ગઈ છે. મુકેશ અંબાણી તે લોનને ચુકાવવા માંગે છે, જેની ચૂકવણી તેમણે આગામી વર્ષ સુધી કરવાનું છે.
400 વર્ષ જૂની 'ચુડેલ'! કબરની અંદર પગમાં તાળા, ગળામાં સાંકળો, જાણો વૈજ્ઞાનિકોએ કહી...
3 અરબ ડોલરની લોનની છે જરૂર
આ લોનને ચૂકવણી માટે કંપનીના 3 અરબ ડોલર એટલે કે લગભગ 25500 કરોડ રૂપિયાની જરૂર છે, જેના માટે તે નવી લોન લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેના માટે રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝની ચર્ચા ઘણી બેંકોની સાથે ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ પર પહેલાથી 2.9 અરબ ડોલરનું દેવું છે. તેના પહેલા વર્ષ 2023માં પણ કંપનીએ 8 અરબ ડોલરની લોન લીધી હતી. રિલાયંસ જિયો અને તેની અન્ય સહાયક કંપનીઓને આ દેવાને લગભગ 55 બેંકોએ ભેગા મળીને ફાઈનાન્સ કર્યું હતું.
રૂપિયા છાપવાનું મશીન છે આ IPO; GMP જોઈને ઉડી જશે હોશ, તમારું રોકાણ થઈ શકે છે બમણું!
કંપનીની નાણાંકીય સ્થિતિ મજબૂત
તમને જણાવી દઈએ કે રિલાયંસના શેર્સ માટે છેલ્લા 6 મહિના ખુબ મુશ્કેલ ભર્યા રહ્યા છે. રિલાયંસના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના ત્રિમાસિક પરિણામો અને માર્કેટ કેપની અસર શેર્સ પર જોવા મળી છે. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેર્સમાં 12 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે, કંપનીની સ્થિતિ ખુબ મજબૂત છે. મૂડિજ રેટિંગે રિલાયંસની ક્રેડિટને Baa2 પર જાળવી રાખ્યું છે. કંપનીની નાણાંકીય સ્થિતિ ખુબ મજબૂત છે. કંપની પોતાના દેવાને ચૂકવવામાં સંપર્ણ રીતે સક્ષમ છે.