નવી દિલ્હી: આકાશને આંબી રહેલા ડુંગળીના ભાવમાં કેંદ્વ સરકારના હસ્તક્ષેપ બાદ ભાવમાં ઘટાડો આવવાનું શરૂ થઇ ગયું છે. કેંદ્વીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે પત્રકારોને સંબોધિત કરતાં કહ્યું કે દેશના વિભિન્ન શાકમાર્કેટમાં ડુંગળીના ભાવમાં ઘટાડો આવવાનું શરૂ થઇ ગયું છે. ટૂંક સમયમાં ડુંગળીના ભાવના સંકટને ઓછું કરી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે દિલ્હીમાં આયોજિત પત્રકાર પરિષદમાં નાણામંત્રીએ જણાવ્યું કે મંત્રીમંડળ દર 1-2 દિવસમાં ડુંગળીના ભાવ પર બેઠક કરી રહી છે. મંત્રીમંડળ આ વાતનું ધ્યાન રાખી રહી છે કે ડુંગળીના ભાવ વિભિન્ન બજારોમાં કયા દરે ભાવ ઘટી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે જોકે ડુંગળીના ભાવમાં એકવાર ઘટાડો આવ્યો છે. પરંતુ હવે ભાવમાં ઘટાડો નોધાયો છે.


એક પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ જણાવ્યું કે મંત્રીમંડળ હાલના ભાવના આધાર પર ડુંગળી આયાત પર વિચાર કરશે. કાળાબજારીનો કોઇ ઉલ્લેખ ન કર્યો. તમને જણાવી દઇએ કે તાજેતરમાં ડુંગળીના વધતા જતા ભાવ પર નિર્મલા સીતારમણે કહ્યું હતું કે તે ડુંગળી ખાતી નથી. તેના પર સંસદમાં ખૂબ હંગામો પણ કર્યો હતો. 


100 રૂપિયે કિલો ડુંગળી
છુટક બજારમાં અત્યારે પણ ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હી અને નોઇડા જેવા વિસ્તારોમાં હજુ પણ પ્રતિ કિલો ડુંગળી માટે 100 અથવા તેનાથી વધુ વસૂલવામાં આવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube