ડુંગળી
ડુંગળીના ભાવમાં થઇ રહ્યો છે ઘટાડો: નિર્મલા સીતારમણ
આકાશને આંબી રહેલા ડુંગળીના ભાવમાં કેંદ્વ સરકારના હસ્તક્ષેપ બાદ ભાવમાં ઘટાડો આવવાનું શરૂ થઇ ગયું છે. કેંદ્વીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે પત્રકારોને સંબોધિત કરતાં કહ્યું કે દેશના વિભિન્ન શાકમાર્કેટમાં ડુંગળીના ભાવમાં ઘટાડો આવવાનું શરૂ થઇ ગયું છે. ટૂંક સમયમાં ડુંગળીના ભાવના સંકટને ઓછું કરી દીધું છે.
Dec 13, 2019, 06:28 PM ISTગોંડલ હાઈવે પર ડુંગળી ઢોળાતા લોકોએ મચાવી લૂંટ, જુઓ વીડિયો
રાજકોટ-ગોંડલ હાઇવે (Rajkot-Gondal Highway) પર ડુંગળી(Onion) ભરીને પસાર થઈ રહેલા એક ટ્રેકટરમાંથી(Tractor) કેટલીક બોરીઓ નીચે પડી જતાં રસ્તા પરથી પસાર થતા લોકોએ ડુંગળી માટે રીતસરની લૂંટ (Loot) મચાવી હતી. નેશનલ હાઈવે પર પૂરઝડપે પસાર થઈ રહેલા વાહનોની વચ્ચે લોકોએ જીવની પરવા કર્યા વગર મોંઘેરી ડુંગળીને મફતમાં લઈ લેવા માટે તુટી પડ્યા હતા.
Dec 12, 2019, 11:45 PM ISTગુજરાતના આ વિસ્તારમાં માત્ર 14 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે ‘ડુંગળી’
હાલના સમયમાં ડુંગળીના ભાવ આસમાને છે. રાજ્ય અને દેશભરમાં ગરીબોની કસ્તુરી એવી ડુંગળી ૮૦ થી ૧૦૦ રૂ. કિલો વેચાઈ રહી છે. આ ડુંગળીએ સામાન્ય પરિવાર થી લઇ ગરીબ પરિવારની ગૃહિણીઓ બજેટ વીખી નાખ્યા છે ત્યારે ભાવનગરના મહુવામાં ઉપલબ્ધ કિબલ ડુંગળી કે જે ૧૪ રૂ. કિલો ના ભાવે આજે પણ ઉપલબ્ધ છે. ડીહાઈડ્રેશન કરેલી આ ડુંગળી માત્ર ૩ મીનીટમાં ફરી ભોજન માટે તૈયાર થઇ જાય છે.
Dec 12, 2019, 10:00 PM ISTડુંગળીના ભાવ આસમાને પહોંચતા હવે શરૂ થઇ કસ્તુરીની ચોરી, જુઓ વીડિયો
વડોદરાના ખંડેરાવ માર્કેટમાંથી 2 દિવસ પહેલા ડુંગળીની 5 બોરીની ચોરી થઇ હોવાના સીસીટીવી સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 30 હજારની કિંમતની ડુંગળીની ચોરી થઇ હતી. વેપારીઓ દ્વારા અરજી નવાપુરા પોલિસ મથકે આપવામાં આવી હતી.
Dec 10, 2019, 09:05 PM ISTગુજરાતમાં આ સ્થળેથી નવો મોબાઇલ ખરીદવા પર 2 કિલો ડુંગળી ફ્રી
ગુજરાતમાં આ સ્થળેથી નવો મોબાઇલ ખરીદવા પર 2 કિલો ડુંગળી ફ્રી
Dec 9, 2019, 10:15 PM ISTપવનને કારણે ખેડૂતોનો ડુંગળીનો પાક નિષ્ફળ...
પવનને કારણે ખેડૂતોનો ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. જો કે ત્યારે ખેડૂતો માટે એક આનંદના સમાચાર પણ છે.
Dec 7, 2019, 09:50 PM ISTગૂડ ન્યૂઝ : ડુંગળીના ભાવ નીચે લાવવા સરકારે ઉઠાવ્યા આ પગલાં, જાણો
ONION PRICE: ડુંગળીના ભાવ (Onion Prices) ગૃહિણીઓને રડાવી રહ્યા છે. ડુંગળી ડોલર કરતાં મોંઘી બની છે અને ભાવ આસમાને જઇ રહ્યા છે. આ સંજોગોમાં ભાવ ઓછા કરવા માટે સરકારે અસરકારક પગલાં ઉઠાવ્યા છે. એક સપ્તાહમાં ભાવ ઘટવાની આશા છે. સરકારે ડુંગળીની આયાત માટે ઘણા દેશો પાસે ડિમાન્ડ કરી છે. જેની આવક શરૂ થતાં જ ડુંગળીના ભાવમાં ઘટાડો આવશે એવી સંભાવના છે.
Dec 7, 2019, 06:17 PM ISTદેશ પ્રદેશ: ડુંગળીનાં ભાવ વધતાની સાથે જ માર્કેટિંગ યાર્ડમાં રેલમછેલ....
દેશ પ્રદેશ: ડુંગળીનાં ભાવ વધતાની સાથે જ માર્કેટિંગ યાર્ડમાં રેલમછેલ થઇ ગઇ છે. આટલા મોટા પ્રમાણમાં ડુંગળી ક્યાંથી આવી
Dec 6, 2019, 10:00 PM ISTડોલર કરતાં પણ મોંઘી બનેલી ડુંગળી મામલે સારા સમાચાર...ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની બમ્પર આવક
ડુંગળી ડોલર કરતાં મોંઘી: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સવા લાખ ગુણ ડુંગળીની આવક થઇ છે. આજે ખેડૂતોને 450 થી લઇને 2100 રૂપિયા સુધી ભાવ મળ્યો છે. આ વર્ષે 15 રાજ્યોના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે આવ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કેન્દ્ર સરકારને ડુંગળી અંગે ગોંડલ યાર્ડનો પ્રોત્સાહિત કરવાનું જણાવાયુ છે. તો ખેડૂતોએ ડુંગળીના ભાવથી ખેડૂતોને ફાયદો થશે તેવું જણાવ્યુ હતુ. ગોંડલ યાર્ડમાં વાહનોની કતાર લાગી હતી.
Dec 6, 2019, 04:21 PM ISTઆંધ્ર પ્રદેશ: વિજયનગરમમાં ડુંગળી માટે મચી ભાગદોડ, અનેક લોકો ઘાયલ
દેશભરમાં ડુંગળી (Onion) ના વધતા ભાવોએ હાહાકાર મચાવ્યો છે. આંધ્ર પ્રદેશના વિજયનગરમમાં આજે ડુંગળી માટે ભાગદોડ મચી ગઈ. આ ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. લોકોને જ્યારે ખબર પડી કે બજારમાં ડુંગળી આવી છે તો તેઓ બજારના ગેટ પર આવીને ભેગા થઈ ગયાં. લોકોએ બજારનો ગેટ પણ તોડી નાખ્યો અને ત્યારબાદ જે ભાગદોડ મચી તેમાં અનેક લોકો ઘાયલ થયાં.
Dec 5, 2019, 10:06 PM ISTકેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે આ શું બોલી ગયા, 'હું શાકાહારી છું, ડુંગળીની સ્થિતિ શું છે મને નથી ખબર'
દેશમાં ડુંગળી (Onion) ના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે અનેક શહેરોમાં ડુંગળીના ભાવ 200ને પાર જવાની તૈયારીમાં છે. આજે પણ સંસદ(Parliament) માં ડુંગળીના વધતા ભાવોને લઈને હોબાળો થયો. આ બાજુ મોંઘી ડુંગળીનો માર ઝેલી રહેલી જનતાના જખમો પર સરકારના મંત્રીઓ મીઠું ભભરાવી રહ્યાં છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) બાદ હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે (Ashwini Choubey) એ ડુંગળીના ભાવને લઈને એવું નિવેદન આપ્યું છે કે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
Dec 5, 2019, 06:09 PM ISTડુંગળીના વધતા જતા ભાવથી મોદી સરકાર ચિંતિત, સાંજે અમિત શાહે બોલાવી હાઇલેવલ મીટિંગ
દેશભરમાં ડુંગળીના ભાવમાં અતિશય વધારો થતાં મોદી સરકાર પણ ચિંતિત છે. આ સંદર્ભમાં આજે સાંજે ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં એક હાઇલેવલ મીટિંગ બોલાવવામાં આવી છે. મંત્રીઓના સમૂહની આ મહત્વપૂર્ણ બેઠકમાં અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ પટેલ, કેન્દ્રીય ખાદ્ય મંત્રી રામ વિલાસ પાસવાન, કૃષિ મંત્રી નરેંદ્ર તોમર હાજર રહેશે.
Dec 5, 2019, 04:05 PM IST160 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે ડુંગળી, જાણો અન્ય રાજ્યોમાં શું છે ભાવ
ડુંગળી (Onion)ની કિંમત આકાશને આંબી રહી છે. સરકારના લાખો પ્રયત્નો છતાં ડુંગળીના ભાવમાં કોઇ ઘટાડો થઇ રહ્યો નથી. પરંતુ તેમાં સતત વધારો થઇ રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે સામાન્ય જનતા હવે ડુંગળીના નામથી ડરવા લાગી છે. કલકત્તા (Kolkata)માં તો ડુંગળીના ભાવમાં આગ લાગી ગઇ છે.
Dec 5, 2019, 01:01 PM ISTગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક, ખેડૂતોને મળ્યો સારો ભાવ
ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક, ખેડૂતોને મળ્યો સારો ભાવ
Dec 2, 2019, 03:45 PM ISTડુંગળીના વધતા ભાવમાં જલદી મળી શકે છે રાહત, જાણો કારણ
ડુંગળી (Onion) ના વધતા ભાવ લોકોને ચોધાર આંસુએ રડાવી રહ્યાં છે. ડુંગળીના વધતા ભાવે ગૃહિણીના રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. સરકારે જનતાને રાહત આપવા માટે હવે તુર્કી (Turkey) થી 11 હજાર મેટ્રિક ટન ડુંગળી આયાત કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહકોના મામલાઓના મંત્રાલયે આ અંગે જાણકારી આપતા કહ્યું કે MMTCએ હજાર મેટ્રિક ટન ડુંગળીની આયાતના આદેશ આપ્યા છે. આ ઉપરાંત સરકારે ઈજિપ્ત (Egypt) થી 6090 એમટી ડુંગળી આયાત કરી છે. જે ડિસેમ્બરની મધ્ય સુધીમાં ભારત પહોંચશે. જેના કારણે ડુંગળીના ભાવોમાં થોડી રાહત રહેવાની આશા છે.
Dec 1, 2019, 09:09 PM ISTરાજકોટમાં ડુંગળીના ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ડુંગળીના ભાવ દિન પ્રતિ દિન વધી રહ્યા છે. ત્યારે ગૃહિણીઓના બજેટની સાથે સાથે નાસ્તા હાઉસમાં પણ તેની અસર જોવા મળી રહી છે. જેમાં ડુંગળી વિનાનો નાસ્તો સ્થાનિકો કરવા મજબુર બન્યા છે. ડુંગળીનો ભાવ વધારે હોવાના કારણે દુકાનદાર પણ પોતાના ગ્રાહકોને નાસ્તા સાથે ડુંગળી આપી શકતા નથી. જેના કારણે દુકાનદારના ગ્રાહકોમાં ઘટાડો થતો હોવાની રાવ નાસ્તા હાઉસના માલિક કરી રહ્યા છે.
Nov 30, 2019, 01:25 PM ISTમહેસાણામાં ડુંગળી મોંઘી થતા નાસ્તામાંથી ગાયબ થઇ
ડુંગળીના ભાવ દિન પ્રતિ દિન વધી રહ્યા છે. ત્યારે ગૃહિણીઓના બજેટની સાથે સાથે નાસ્તા હાઉસમાં પણ તેની અસર જોવા મળી રહી છે. જેમાં ડુંગળી વિનાનો નાસ્તો સ્થાનિકો કરવા મજબુર બન્યા છે અને 100 રૂપયે કિલો ડુંગળી હોવાના કારણે દુકાનદાર પણ પોતાના ગ્રાહકોને નાસ્તા સાથે ડુંગળી આપી શકતા નથી. જેના કારણે દુકાનદારના ગ્રાહકોમાં ઘટાડો થતો હોવાની રાવ નાસ્તા હાઉસના માલિક કરી રહ્યા છે.
Nov 30, 2019, 01:25 PM ISTજામનગરમાં ડુંગળીના ભાવ વધારાથી ટિફિન સર્વિસ વ્યવસાયને અસર
ડુંગળીના દિવસેને દિવસે વધતા જતા ભાવો ના કારણે ડુંગળીથી સંકળાયેલ નાના મોટા વ્યવસાય ધરાવતા તમામ લોકોને સીધી અસર જોવા મળી રહી છે. ત્યારે જામનગરમાં ઝી ચોવીસ કલાકની ટીમ દ્વારા ટિફિન સર્વિસનો વ્યવસાય સાથે સંકળાયેલ દંપતિ સાથે ડુંગળીના વધતા જતા ભાવોને શું અસર પડી રહી છે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો. તેમણે પણ જણાવ્યું કે રાબેતા મુજબની ગ્રાહકીમાં ચાલીસ ટકાથી વધુ ઘટાડો ગ્રાહકોને ડુંગળી ન આપવાના કારણે જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ટિફિનની જુદી જુદી રસોઈ બનાવવામાં પણ ડુંગળીનો વપરાશ ખૂબ જ ઓછો કરવાના કારણે સ્વાદમાં પણ સીધી અસર પડી રહી છે. જેથી સરકારે ડુંગળીના વધતા ભાવને નિયંત્રણમાં તાત્કાલિક લાવવું જરૂરી છે.
Nov 29, 2019, 03:40 PM ISTમોડાસામાં ડુંગળીના ભાવ જોઈને નાસ્તામાંથી ગાયબ થઇ
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ છેલ્લા કેટલાય દિવસથી આસમાને પહોંચ્યા છે. ત્યારે હાલ સફરજન કરતા પણ ડુંગળી મોંઘી મળી રહે છે. હાલ ડુંગળી કે જે નાસ્તા હાઉસમાં લોકો જેટલી ખાવી હોય તેટલી આપતા હતા તે પણ હવે ડુંગળીના ભાવ જોઈને નાસ્તામાંથી ગાયબ થઇ ગઈ છે. આ અંગે ઝી 24 કલાકની ટીમ દ્વારા આજે મોડાસાની જલારામ ભજીયા હાઉસમાં જય ત્યાં નાસ્તો કરતા ગ્રહકો અને વિક્રેતા જોડે આ અંગે વાત કરી સમગ્ર પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
Nov 29, 2019, 03:35 PM ISTવડોદરામાં ડુંગળી અને લસણના ભાવમાં વધારો
વડોદરામાં ડુંગળી અને લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. ડુંગળી એક કિલોના 120 રૂપિયા થઈ ગઇ છે. લસણના એક કિલોના 200 રૂપિયા થયા છે. જેને લઇને મહિલાઓનું બજેટ ખોરવાયું છે. મહિલાઓની સરકારને ભાવ નિયંત્રણમાં લાવવા અપીલ કરાઇ છે. સરકાર સામે મહિલાઓમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે.
Nov 29, 2019, 02:30 PM IST