Jockey Underwear: ભારતમાં ગરમી ખૂબ વધુ પડે છે. એટલા માટે અહીં અંડરવિયર અને બનિયાનની ખૂબ ડિમાન્ડ પણ છે. દેશમાં અંડરગારમેન્ટ્સની ઘણી બ્રાંડ છે અને તેમાંથી એક ખૂબ જ પોપુલર બ્રાંડની માલિક કંપનીએ પોતાના શેર હોલ્ડર્સને દર શેર પર 120 રૂપિયાનું બોનસ ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. જોકે આ કંપનીના એક શેરની વેલ્યૂ પણ 35,650 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત-પાકિસ્તાનની ટિકીટ જોઇતી હોય તો વેચવું પડશે ખેતર, 1 ટિકીટની કિંમત 16 લાખ રૂપિયા
બેંગલુરૂ રેવ પાર્ટીમાં મોટો ખુલાસો: ₹ 2 લાખમાં એન્ટ્રી, નશામાં ધૂત હતી 2 અભિનેત્રીઓ


અહીં વાત થઇ રહી છે પેજ ઇડસ્ટ્રીઝની જે ભારતમાં 'જોકી' બ્રાંડના અંડરગારમેન્ટ્સ બનાવનાર એકમાત્ર ઓનર છે. કંપનીએ તાજેતરમાં જ પોતાના નાણાકીય વર્ષ 2023-24 ના ચોથા ત્રિમાસિકના પરિણામોની જાહેરાત કરી છે. તેના અંતગર્ત તેણે દરેક શેર પર 120 રૂપિયાનું ડિવિડેન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. 


જોકી અને પેજ ઇંડસ્ટ્રીઝનો સંબંધ
ભારતમાં જોકી અંડરવિયરનો ખૂબ ક્રેજ છે. ભારતમાં પેજ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ તેને બનાવે છે. આ કંપનીની શરૂઆત 1994 માં થઇ હતી. આ કંપની ભારત સહિત શ્રીલંકા, બાંગ્લાદેશ સહિત ઘણા દેશોમાં જોકીનું ડિસ્ટ્રીબ્યૂશન કરે છે. જોકી અંડરવિયર પાસે દેશભરમાં 200થી વધુ ડિસ્ટ્રીબ્યૂટર છે. તો બીજી તરફ 25,000 થી વધુ રિટેલર્સ છે. લિસ્ટિંગ બાદ શરૂઆતના દિવસોમાં કંપનીએ પ્રથમ ડિવિડેન્ડ 6 રૂપિયા પ્રતિ શેર આપ્યું હતું. આજે તેનું ડિવિડેન્ડ વધીને 120 રૂપિયા થઇ ગયું છે. 


શ્રદ્ધાળુઓની મિની બસને ટ્રકે મારી ટક્કર, એક જ પરિવારના 7 લોકોના મોત, 25 લોકો ઘાયલ
5KM દૂર સુધી સંભળાયો ધમાકો, 4 કંપનીઓ બળીને ખાખ, 8ના મોત, 64 ઇજાગ્રસ્ત


નાણાકીય વર્ષ  2023-24 ની ચોથી તિમાહી (જાન્યુઆરી-માર્ચ 2024) માં કંપનીનો નેટ પ્રોફિટ 108.2 કરોડ રૂપિયા રહ્યું છે. જ્યારે કંપનીની ટોટલ રેવેન્યૂ 3.2 ટકા વધીને 995.3 કરોડ રૂપિયા થઇ ગયા છે. 


MS ધોની બન્યો CSKની હારનું કારણ, 110 મીટરની સિક્સરે RCBને પ્લેઓફમાં પહોંચાડ્યું
Summer Travel Tips: ઉનાળામાં આ 6 જગ્યાએ ભૂલથી પણ પગ ન મૂકતા, નહીંતર પસ્તાશો!


ક્યારે થશે ડિવિડેન્ડનું પેમેન્ટ? 
પેજ ઇંડસ્ટ્રીઝે ડિવિડેન્ડ માટે રેકોર્ડ ડેટ 31 મે નક્કી કરી છે. તો બીજી તરફ પેમેન્ટ 22 જૂને થશે. આ પહેલીવાર છે જ્યારે પેજ ઇન્ડસ્ટ્રીઝે તેના શેરધારકોને આટલું મોટું ડિવિડન્ડ આપ્યું છે. આ પહેલા પેજ ઈન્ડસ્ટ્રીઝ 2007થી અત્યાર સુધીમાં 65 વખત ડિવિડન્ડ ચૂકવી ચૂકી છે. ફેબ્રુઆરી 2024માં પેજ ઈન્ડસ્ટ્રીઝે 100 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું.


Farmer News: ઉનાળામાં કરો 20 રૂપિયાનો આ ઉપાય, ગાય-ભેંસને નહી લાગે ગરમી
Electric Scooter vs Petrol Scooter: કિંમત અને મેન્ટેનેંસની દ્રષ્ટિએ સૌથી સસ્તું કયું