Bengaluru Rave Party માં મોટો ખુલાસો: 2 લાખ રૂપિયામાં એન્ટ્રી, નશામાં ધૂત હતી બે અભિનેત્રીઓ

Bengaluru Rave Party Case: બેંગલુરૂમાં ઇલેક્ટ્રોનિક્સ સિટી પાસે રેવ પાર્ટીમાં 103 લોકો સામેલ હતા, જેમાંથી 86 લોકોના રિપોર્ટ ડ્રગ્સ પોઝિટિવ આવ્યા છે. તેમાં સાઉથની અભિનેત્રી પણ સામેલ છે. 

Bengaluru Rave Party માં મોટો ખુલાસો: 2 લાખ રૂપિયામાં એન્ટ્રી, નશામાં ધૂત હતી બે અભિનેત્રીઓ

Sex Racket In Bengaluru Rave Party: બેંગલુરૂમાં રેવ પાર્ટી કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસના અનુસાર તેલુગૂ અભિનેત્રી હેમા અને આશી રોયનો ડ્રગ્સ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમને જણાવી દઇએ કે આ અઠવાડિયે બેંગલુરૂ પોલીસે એક ફાર્મહાઉસમાં ચાલી રહેલી રેવા પાર્ટીમાં રેડ પાડી હતી. આ પાર્ટીમાં 73 પુરૂષો અને 30 મહિલાઓ સામેલ હતી. તેમાં 59 પુરૂષો અને 27 મહિલાઓના બ્લડ સેમ્પલ ડ્રગ્સ પોઝિટિવ મળી આવ્યા છે. 103 માંથી કુલ 86 લોકોએ ડ્રગ્સ લીધું હતું. કર્ણાટક પોલીસને લાગે છે કે ડ્રગ્સ સાથે અહીં સેક્સ રેકેટ પણ ચાલી રહ્યું હતું. 

સેંટ્રલ ક્રાઇમ બ્રાંચ હવે તે લોકોને નોટિસ જાહેર કરશે જેમના બ્લડ સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત તે લોકોને સમન પણ કરવામાં આવશે. પહેલાં આ કેસ ઇલ્કેટ્રોનિક સિટી પોલીસના અંડરમાં હતો પરંતુ પછી તેને હેબ્બાગોડી પોલીસને ટ્રાંસફર કરવામાં આવ્યો. 104 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

શું શું મળી આવ્યું?
પોલીસે હાર્મ હાઉસમાંથી 14.40 ગ્રામ એમડીએમએની ગોળીઓ, 1.16 ગ્રામ એમડીએમએ ક્રિસ્ટલ, 6 ગ્રામ હાઇડ્રો કેનબિસ, 5 ગ્રામ કોકીન, 500 રૂપિયાની જૂની નોટો જેના પર કોલીન લાગેલું હતું, 6 ગ્રામ હાઇડ્રો ગાંજો, 5 મોબાઇલ ફોન, બે વાહન જેમાં વેક્સવેગન અને લેંડ રોવર સામેલ છે, 1.5 કરોડનું ડીજે અને લાઇટ સિસ્ટમ મળી આવી છે. 

એક વ્યક્તિની એન્ટ્રી પર 2 લાખ વસૂલવામાં આવતા હતા
સૂત્રોના અનુસાર દરેક વ્યક્તિ પાસેથી પ્રવેશ માટે 2 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. તેમણે એ પણ દાવો કર્યો હતો કે એક જન્મદિવસની પાર્ટીમાં ભાગ લઇ રહ્યા હતા. પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે તેમણે શંકા છે પાર્ટી આયોજક સેક્સ રેકેટ પણ ચલાવતો હતો. દરેક વસ્તુનું સાવધાનીપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અને પાર્ટી સામેલ થનાર લોકોની તમામ માંગ પુરી કરવામાં આવી હતી. 

બર્થ ડે પાર્ટીના નામે રેવ પાર્ટીનું આયોજન
ક્રાઈમ બ્રાન્ચે 20 મેના રોજ ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો. બર્થ ડે પાર્ટીના નામે રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. બેંગલુરુ પોલીસે તેલુગુ એક્ટર આશી રોયને કસ્ટડીમાં લીધા છે. તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે આ કેવા પ્રકારની પાર્ટી છે. તેણીએ કહ્યું કે તે પાર્ટીમાં હાજર હતી પરંતુ અંદર શું ચાલી રહ્યું હતું તે ખબર નહોતી. આ ફાર્મહાઉસ કોન કાર્ડના માલિક ગોપાલા રેડ્ડીનું હતું. હૈદરાબાદના વાસુ નામના વ્યક્તિએ પાર્ટીનું આયોજન કર્યું હતું.

5 લોકોની ધરપકડ
પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેત્રી હેમાએ ભ્રામક વિડીયો બનાવવા માટે વોશરૂમ જવાનું બહાનું બનાવ્યું હતું. અભિનેત્રીએ એ પણ કહ્યું કે તેની ઓળખ ઉજાગર કરવામાં ન આવે. રેડ બાદ પોલીસે કુલ 5 લોકોની ધરપકડ કરી હતી. હેમા તેલુગૂ સીરિયલમાં કામ કરનાર સ્મોલ ટાઇમ એક્ટર છે. તેમણે એ પણ દાવો કર્ય ઓહતો કે તે બેંગલુરૂ નહી હૈદ્રાબાદમાં છે. જાણકારી અનુસાર આ પાર્ટીમાં લગભગ 50 લાખ રૂપિયાનો ખર્ચ હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news