PAN Card ધારકો ચેતજો! ભૂલથી પણ આ ભૂલ કરશો તો ભરવો પડશે 10 હજાર રૂપિયાનો દંડ
નવી દિલ્લીઃ આજના સમયમાં પાન કાર્ડ ફરજિયાત દસ્તાવેજ છે. આના વિના કોઈ નાણાકીય વ્યવહાર થઈ શકે નહીં. પાન કાર્ડની જરૂર દરેક નાણાકીય વ્યવહારો કરવા અને બેંકમાં ખાતું ખોલવું જરૂરી છે. બેંકથી લઈને ઓફિસ સુધી, તમે તેના વિના કોઈપણ નાણાકીય કાર્ય કરી શકતા નથી. હવે દરેક જગ્યાએ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. અગાઉ તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2021 હતી, જે હવે વધારીને 31 માર્ચ 2022 કરવામાં આવી છે. આ સાથે તમને જણાવી દઈએ કે પાન કાર્ડ સાથે જોડાયેલી ભૂલ પર 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.
આ પણ વાંચોઃ PM મોદીની સુરક્ષામાં ચૂક મુદ્દે સુપ્રીમ કોર્ટે કાઢી પંજાબ સરકારની ઝાટકણી! નવા વીડિયોમાં ખુલ્યો ષડયંત્રનો ભેદ
બે કાર્ડ રાખવાથી આ મોટી સમસ્યાઓ થશે-
જ્યાં પણ તમે PAN નંબર દાખલ કરો છો, તો પછી PAN કાર્ડ પર આપેલ દસ અંકનો PAN નંબર ખૂબ જ કાળજીપૂર્વક ભરો. કોઈ પણ સ્પેલિંગ મિસ્ટેક કે નંબર પર તમને ભારે દંડ થઈ શકે છે. આ સાથે, જો તમારી પાસે બે પાન કાર્ડ હોય તો પણ તમારે મોટો દંડ ભરવો પડી શકે છે. તેનાથી તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. તેથી, જો તમારી પાસે પણ બે PAN કાર્ડ છે, તો તરત જ તમારું બીજું PAN કાર્ડ વિભાગને સરેન્ડર કરવું પડશે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 272Bમાં પણ આ માટેની જોગવાઈ છે.
આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખાં! બુક કરાવી લો ગાડી-બંગ્લોઝ, આ તારીખે પગારમાં થશે બમ્પર વધારો
તમારું બીજું PAN કાર્ડ કેવી રીતે સરેન્ડર કરવું-
PAN સરન્ડર કરવાની પ્રક્રિયા સરળ છે. આ માટે એક સામાન્ય ફોર્મ છે જે તમારે ભરવાનું રહેશે.
આ માટે તમે ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જાઓ.
હવે 'નવા પાન કાર્ડ માટે વિનંતી અથવા/ અને પાન ડેટામાં ફેરફાર અથવા કરેક્શન' લિંક પર ક્લિક કરો.
હવે ફોર્મ ડાઉનલોડ કરો.
હવે ફોર્મ ભર્યા પછી, કોઈપણ NSDL ઑફિસમાં જાઓ અને તેને સબમિટ કરો.
બીજું પાન કાર્ડ સરેન્ડર કરતી વખતે, તે ફોર્મ સાથે સબમિટ કરો.
તમે આ ઓનલાઈન પણ કરી શકો છો.
તમને જણાવી દઈએ કે એક જ વ્યક્તિના નામ પર એક જ સરનામે આવતા બે અલગ-અલગ પાન કાર્ડ આ શ્રેણીમાં આવે છે. જો તમારી પાસે પણ બે પાન કાર્ડ છે, તો એક સરેન્ડર કરવું પડશે.
આ પણ વાંચોઃ લગ્ન પહેલાં મફતમાં ફોટા પડાવવા આ સ્થળો પર થાય છે પડાપડી! જલદી જાવ, ફોટોગ્રાફર તમને પણ બનાવી દેશે રાજા-રોણી!
આ પણ વાંચોઃ જેણે 'રામાયણ' બતાવ્યું એની પૌત્રીએ કપડાં કાઢીને કંઈક બીજું બતાવ્યું! લોકોએ કહ્યું આવો 'રાવણ કેમ કાઢ્યો'?
આ પણ વાંચોઃ લાઈટ બિલ બહુ આવે છે? આ ઉપાય પછી ગમે તેટલો 'પંખો ફાસ્ટ' કરીને વગાડો ડી.જે. લાઈફ થઈ જશે જિંગાલાલા!
આ પણ વાંચોઃ Hot કપડા નહીં મહિલાઓની આ આદતો પુરુષોને લાગે છે સૌથી Sexy! જાણો સેક્સી શબ્દ કઈ રીતે બન્યો સ્ટાઈલ ટેગ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube