Paytm પ્રોફિટેબલ બિઝનેસ બનવાની સફર શરૂ, કંપનીની ખોટ ઘટી, 161 ટકાનો ગ્રોથ
ઓકટોબર માસમાં મન્થલી ટ્રાન્ઝેકટીંગ યુઝરની સંખ્યા સરેરાશ 84 મિલિયન રહેતાં કંપનીનો વપરાશકારો સાથેનો નાતો સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે. દરમ્યાનમાં પેટીએમ મારફતે પ્રોસેસ કરવામાં આવેલી જીએમવી એકંદરે રૂ. 1.18 લાખ કરોડ (14 અબજ ડોલર)થતાં વાર્ષિક 42 ટકાના દરે વૃધ્ધિ નોંધાઈ છે.
ભારતની અગ્રણી ડિજીટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની તથા મોબાઈલ અને ક્યુઆર પેમેન્ટસમાં પાયોનિયર પેટીએમે આજે જાહેરાત કરી છે કે તેણે ઓકટોબરમાં 3.4 મિલિયન ધિરાણોની ચૂકવણી કરીને વાર્ષિક ધોરણે 161 ટકાની વૃધ્ધિ નોંધાવી છે, જ્યારે તેણે ઓકટોબરમાં વિતરણ કરેલા કુલ ધિરાણનુ મૂલ્ય વધીને રૂ. 3076 કરોડ (407 મિલિયન ડોલર, વાર્ષિક ધોરણે 387 ટકાની વૃધ્ધિ) થયુ છે. મુકવામાં આવેલી ટોટલ મર્ચન્ટ સબસ્ક્રીપ્શન ડિવાઈસ વધીને 5.1 મિલિન થતાં ઓફફલાઈન ચૂકવણીઓમાં પેટીએમની આગેવાની વધુ મજબૂત બની છે.
ઓકટોબર માસમાં મન્થલી ટ્રાન્ઝેકટીંગ યુઝરની સંખ્યા સરેરાશ 84 મિલિયન રહેતાં કંપનીનો વપરાશકારો સાથેનો નાતો સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે. દરમ્યાનમાં પેટીએમ મારફતે પ્રોસેસ કરવામાં આવેલી જીએમવી એકંદરે રૂ. 1.18 લાખ કરોડ (14 અબજ ડોલર)થતાં વાર્ષિક 42 ટકાના દરે વૃધ્ધિ નોંધાઈ છે. કંપની તેના લીસ્ટીંગને એક વર્ષ પૂરી થવાની નજીક પહોંચતાં કંપનીના સ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્માએ શેરધારકોને પત્ર લખી જણાવ્યુ છે કે “ એક વિસ્તારી શકાય તેવા અને નફાકારક ફાયનાન્સિયલ બિઝનેસની હજુ શરૂઆત જ થઈ છે.”
ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube