પેંશનધારકો માટે મહત્વના સમાચાર, લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાના નિયમમાં મોટો ફેરફાર, જાણી લો
પેંશનધારકો માટે સારા સમાચાર છે. હવે પેંશનધારકો ઘરે બેઠા વીડિયો કોલના માધ્યમથી લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે. જોકે બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને સિંપલ વીડિયો કોલ દ્રારા પોતાનું લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની સુવિધા આપી છે. એટલે કે હવે પેંશનધારક ઘરેબેઠાં સરળતાથી વીડિયો કોલના માધ્યમથી પોતાનું જીવન પ્રમાણ પત્ર જમા કરી શકે છે. BoB એ એક ટ્વીટ કરી તેની જાણકારી આપી છે.
Pension News: પેંશનધારકો માટે સારા સમાચાર છે. હવે પેંશનધારકો ઘરે બેઠા વીડિયો કોલના માધ્યમથી લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે. જોકે બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને સિંપલ વીડિયો કોલ દ્રારા પોતાનું લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની સુવિધા આપી છે. એટલે કે હવે પેંશનધારક ઘરેબેઠાં સરળતાથી વીડિયો કોલના માધ્યમથી પોતાનું જીવન પ્રમાણ પત્ર જમા કરી શકે છે. BoB એ એક ટ્વીટ કરી તેની જાણકારી આપી છે.
બેંકે આપી જાણકારી
તમને જણાવી દઇએ કે લાઇફ સર્ટિફિકેટને નવેમ્બમાં જમા કરાવવામાં આવે છે. તમે તેને આખા મહિનામાં જમા કરાવી શકો છો. જો કોઇ પેંશનધારક આમ કરવાનું ચૂકી જાય છે તો તેનું પેંશન બંધ થઇ જાય છે. હવે તેને ડિજિટલ રૂપમાં પણ જમા કરાવી શકે છે. બેંક ઓફ બરોડાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે પોતાના વાર્ષિક લાઇફ સર્ટિફિકેટ (Annual Life Certificate) ને જમા કરાવવા માટે તમે વીડિયો કોલનો સહારો લઇ શકો છો. આ સુવિધા દ્રારા તમે ઘરેબેઠા ફક્ત વીડિયો કોલ દ્વારા લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો.
આ રીતે જમા કરાવી શકો છો સર્ટિફિકેટ
1. તેના માટે તમે સૌથી પહેલા બેંકની ઓફિશિયલ વેબસાઈટ Bankofbaroda.com પર ક્લિક કરો.
2. હવે PPO નંબર અને એકાઉન્ટ નંબર દાખલ કરો જેના દ્વારા તમારું પેન્શન આવે છે.
3. હવે BOB અને આધાર સાથે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલો વન ટાઈમ પાસવર્ડ (OTP) દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
4. ત્યારબાદ અહીં આપેલા વિકલ્પોમાંથી એક પસંદ કરો.
5. ત્યારબાદ Call Now or Later વિકલ્પ પસંદ કરો.
6. હવે બેંક દ્વારા તમને વીડિયો કોલ કરવામાં આવશે અને તે પછી BOB એજન્ટ તમારી સામે દેખાશે.
7. ત્યારબાદ તમારે તમારું ફોટો ID અને વધુ વિગતો ભરવાની રહેશે.
8. આધારના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ફરીથી OTP આવશે, જેને ફરીથી એન્ટર કરો.
9. ત્યારબાદ તમે તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરો.
ડોર સ્ટોપ સર્વિસ દ્વારા પણ કરી શકો છો જમા
અત્રે ઉલ્લેખનીય છે કે પેંશન અને પેંશનધારકો કલ્યાણ વિભાગના અનુસાર પેંશનદહરક 12 સાર્વજનિક ક્ષેત્રની બેંકોના ડોરસ્ટોપ બેકિંગ એલાયન્સ અથવા પોસ્ટ ઓફિસની ડોરસ્ટેપ સર્વિસનો ઉપયોગ કરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો. તેના માટે 12 સાર્વજનિક ક્ષેત્રના બેંકોની વચ્ચે એક ગઠબંધન છે, જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડીયા, કેનરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા, ઇન્ડીય બેંક વગેરે સામેલ છે.
આ પણ વાંચો: Perfume અને Deodorant વચ્ચે શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: જો તમે 10 સેકન્ડ KISS કરો છો તો 8 કરોડ બેક્ટેરિયા એકબીજા સાથે થાય છે શેર
આ પણ વાંચો: Himachal ના ખતરનાક પહાડ પર સરકારી ડ્રાઇવરે દોડાવી બસ, જુઓ ખતરનાક Video
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube