નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રવિવારે ઘટાડો થયો અને તે વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. કાચા તેલના ભાવમાં સતત થઈ રહેલા ઘટાડાને કારણે આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આશરે 23 પૈસાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 69.04 રૂપિયા અને ડીઝલની કિંમત 63.09 રૂપિયા છે. પેટ્રોલની કિંમતમાં 22 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 23 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈમાં પેટ્રોલની કિંમત 22 પૈસા ઘટીને 74.67 રૂપિયા અને ડીઝલની કિંમત 24 પૈસા ઘટીને 66.01 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. કોલકત્તામાં પેટ્રોલની કિંમત 22 પૈસા ઘટીને 71.15 રૂપિયા અને ડીઝલની કિંમત 23 પૈસા ઘટીને 64.84 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 23 પૈસા ઘટીને 71.62 રૂપિયા અને ડીઝલની કિંમત 25 પૈસા ઘટીને 66.59 રૂપિયા છે. અમદાવાદમાં એક લીટર પેટ્રોલનો ભાવ 66.53 રૂપિયા છે. 


શહેર    પેટ્રોલ/લીટર    ડીઝલ/લીટર
દિલ્હી    ₹ 69.04    ₹ 63.09
મુંબઈ    ₹ 74.67    ₹ 66.01
નોઇડા    ₹ 69.20    ₹ 62.64
કોલકત્તા    ₹ 71.15    ₹ 64.84
ચેન્નઈ    ₹ 71.62    ₹ 66.59
અમદાવાદ    ₹66.75    ₹66.15


ગુરૂવારે કાચા તેલમાં 4.5 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. બ્રેંટ ક્રૂટના ભાવ ઘટીને 52 ડોલર સુધી પહોંચી ગયા છે. પરંતુ શુક્રવારે તેલના ભાવમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ કાચા તેલના સતત ઘટી રહેલા ભાવને કારણે ગ્રાહકોને ફાયદો મળી રહ્યો છે. 


હજુ પણ ઘટશે ભાવ
ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સંપૂર્ણ રીતે આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર રહે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ડિમાન્ડ અને સપ્લાઇના આધારે નક્કી થાય છે. જાણકારો પ્રમાણે કાચા તેલની ઘટતી માગ અને વધુ ઉત્પાદનને કારણે ભાવમાં ઘટાડો થયો છે. આગનારા દિવસોમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. આશા છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવ 2-3 રૂપિયા જેટલા ઘટી શકે છે.