જુનાગઢ જળબંબાકાર, ચારેતરફ પાણીથી તબાહીની તસવીરો જુઓ, કલેક્ટરે કરી ખાસ અપીલ

Junagadh Flood : સવારના 6 વાગ્યાથી અત્યાર સુધીમાં ગુજરાતના 118 તાલુકામાં સાર્વત્રિક વરસાદ,, છેલ્લા 2 કલાકમાં જ જૂનાગઢના વિસાવદરમાં વરસ્યો 4  ઈંચ.. 23 તાલુકામાં 1થી 4 ઈંચ વરસાદ...
 

જુનાગઢમાં ધોધમાર વરસાદ

1/5
image

ધોધમાર વરસાદથી જૂનાગઢ શહેર જળ બંબાકાર થયું છે. જૂનાગઢમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા છે. જૂનાગઢ-રાજકોટ હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો છે. શહેરના મધ્યમાં આવેલા વોકળામાં પુષ્કળ પાણીની આવક થઈ છે. વિવેકાનંદ ચોક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.   

જુનાગઢ ફરી ડૂબવાની કગાર પર

2/5
image

જુનાગઢ શહેરમાં સાંજના સમયે શરુ થયેલો વરસાદ વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યો. ઝાંઝરડા ચોકડી, સાબલપૂર, દોલતપરા, આઝાદ ચોક મધુરમ સહિતના વિસ્તારમાં વરસાદ જ વરસાદ છે. જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ નોંધાયો છે. વડાલ, ચોકલી, કાથરોટા સહિતના ગામમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.   

જૂનાગઢમાં દામોદર કુંડનું રૌદ્ર સ્વરૂપ 

3/5
image

ંમૂશળધાર વરસાદથી દામોદર કુંડમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પરથી પાણી આવતા દામોદરનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ભવનાથ તળેટીમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ભવનાથ અને દામોદર તરફ ન જવા કલેક્ટરે લોકોને સૂચના આપી છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા પણ વિનંતી કરાઈ છે.   

4/5
image

સાંજે 6:30 વાગ્યાથી પડી રહેલા અવરિત મુશળધાર વરસાદને કારણે દામોદર કુંડમાં પૂરની સ્થિતિ ઉદભવી છે. ગિરનાર  ઉપરથી ભારે પ્રવાહમાં પાણી આવતા દામોદર કુંડ ભયજનક સ્થિતિએ પહોંચ્યું છે. શહેરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. આ સાથે જ જૂનાગઢમાં કાળવા નદીમાં પણ પૂર જેવી સ્થિતિથી લોકોમાં ભય ફેલાયો છે. પુલ ઉપરથી પાણી પ્રવાહ વહેવા લાગતા લોકો જીવ જોખમમાં મૂકી રસ્તો પસાર કરી રહ્યાં છે. હાલ જિલ્લા કલેક્ટરે લોકોને બિનજરૂરી કામ વગર બહાર નીકળવા તેમજ દામોદર કુંડ તરફ ન જવા માટે વિનંતી કરી છે.

ઉપરવાસમાં ભારે વરસાદ 

5/5
image

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ જુનાગઢમાં શહેરમાં ભારે વરસાદ નોંધાયો છે. શહેરની મધ્યમાં આવેલો વોકળામાં ભરપુર પાણીની આવક છે. ભરપૂર પાણીની આવકના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. જુનાગઢના રસ્તાઓમાં પણ ભારે વરસાદના કારણે  પાણી ભરાયા છે. ખાંભા ગીર અને ગામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. ખાંભાના ગીદરડી, ભાણીયા,ધાવડીયા,પીપળવા, તાતણીયા સહિત ગામોમાં વરસાદ જોવા મળ્યો. પીપળવા ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે.