ઓઈલ કંપનીએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આપી રાહત, આ રહ્યો આજનો ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવારે વધારા બાદ મંગળવારે રાજધાની સહિત ચારેય મહાનગરોમાં ઓઈલના ભાવમાં રાહત મળી. સોમવારે પેટ્રોલના ભાવમાં 21 પૈસાની તેજી આવી હતી પરંતુ મંગળવારે જૂના સ્તર પર જ જળવાઈ રહ્યા. તો બીજી તરફ ડીઝલના ભાવ પણ 62.24 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર યથાવત રહ્યા. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવતાં ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. મંગળવારે દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના જૂના સ્તર ક્રમશ: 68.50 રૂપિયા, 70.64 રૂપિયા, 74.16 રૂપિયા અને 71.07 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત રહ્યા.
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવારે વધારા બાદ મંગળવારે રાજધાની સહિત ચારેય મહાનગરોમાં ઓઈલના ભાવમાં રાહત મળી. સોમવારે પેટ્રોલના ભાવમાં 21 પૈસાની તેજી આવી હતી પરંતુ મંગળવારે જૂના સ્તર પર જ જળવાઈ રહ્યા. તો બીજી તરફ ડીઝલના ભાવ પણ 62.24 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર યથાવત રહ્યા. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવતાં ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. મંગળવારે દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના જૂના સ્તર ક્રમશ: 68.50 રૂપિયા, 70.64 રૂપિયા, 74.16 રૂપિયા અને 71.07 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત રહ્યા.
લંડનની Laureti ભારતમાં લોંચ કરશે ઇલેક્ટ્રિક SUV, એકવાર ચાર્જિંગમાં દોડશે 540 કિમી
7 જાન્યુઆરીના રોજ પહેલીવાર વધ્યા ભાવ
તો બીજી તરફ દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ડીઝલના ભાવ ક્રમશ: 62.24 રૂપિયા, 64.01 રૂપિયા, 65.12 રૂપિયા અને 65.70 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર રહ્યું. તમને જણાવી દઈએ કે નવા વર્ષમાં 1 જાન્યુઆરીના રોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં 19 પૈસા પ્રતિ લીટરે ઘટાડો થયો હતો. બે અને ત્રણ જાન્યુઆરીના રોજ ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો. પરંતુ ચાર જાન્યુઆરીના રોજ 21 પૈસા અને પછી 5 જાન્યુઆરીના રોજ 15 પૈસા પ્રતિ લીટર પેટ્રોલ સસ્તું થયું હતું. ત્યારબાદ છ જાન્યુઆરીના રોજ કીંમત સ્થિર રહી, જ્યારે સોમવારે 7 જાન્યુઆરીના રોજ ભાવ વધ્યા. ત્યારબાદ 8 જાન્યુઆરીના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ જૂના સ્તર પર યથાવત રહ્યા.
ઈન્ડિયન ઓઈલ આપશે 25 હજારૂ રૂપિયાનું ફ્રી પેટ્રોલ-ડીઝલ, સરળ સ્પર્ધામાં લો ભાગ
હજુ વધી શકે છે ભાવ
ગત એક અઠવાડિયામાં ક્રૂડ ઓઈલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. 25 ડિસેમ્બર 2018ના રોજ 50 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચનાર ક્રૂડ ઓઈલ હવે ફરીથી 57.56 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું છે. એવામાં ફરી એકવાર ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલમાં ફરી એકવાર ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલ્ના ભાવમાં વધારો કરી શકે છે.
આજથી પેટ્રોલ પંપ મળશે આ જરૂરી સુવિધા, ટોલ પ્લાઝાની લાંબી લાઇનોમાં ઉભા નહી રહેવું પડે
ઇકોનોમીને થયું નુકસાન
ક્રૂડ ઓઈલની કિંમતમાં અચાનક ઉછાળો આવતાં ના ફક્ત પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે, પરંતુ તેનું નુકસાન દેશની મેક્રો ઈકોનોમીને પણ થઇ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની એક સ્ટડીમાં કહ્યું છે કે ડેફિસિટ વધી શકે છે. મોંઘવારી અને ફિસ્કલ ડેફિસિટના આંકડા પ્રભાવિત થઇ શકે છે અને આ બધાની અસર ગ્રોથ પર પડશે.
ઈનકમ ટેક્સ ઓફિસર વીણી-વીણીને વસૂલશે ટેક્સ, હોશિયારી બતાવશો તો થશે FIR
એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે.
ગુજરાતમાં ટૂંક સમયમાં શરૂ થશે LNG ટર્મિનલ, 2.5 મિલિયન ટન ઈંધણ થશે તૈયાર
કેવી રીતે જાણશો પોતાના શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ?
તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવો ખૂબ સરળ છે. તમે તમારા મોબાઇલ ફોનમાં ઇન્ડિયન ઓઇલ એટલે કે IOCL app ડાઉનલોડ કરી શકો છો, જેના પર રોજ તાજા ભાવ અપડેટ થાય છે. આ ઉપરાંત કસ્ટમર કેર મોબાઇલ નંબર દ્વારા “પેટ્રોલ પંપના RSP Dealer Code” લખીને તેને 92249 92249 પર SMS કરી શકો છો. તેના જવાબમાં તમને તે પેટ્રોલ પંપર પેટ્રોલ-ડીઝલના ભાવ ખબર પડી જશે.
તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.