નવી દિલ્લીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે સતત 29માં દિવસે પણ કોઈ ફેરફાર નથી થયો. આના પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત 6 દિવસ સુધી વધ્યાં હતાં. આજે તેલ માર્કેટિંગ કંપનીયોએ કિંમતોમાં કોઈ ફેરફાર નથી કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આનાથી પહેલાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત 48 દિવસો સુધી નહોંતી બદલાઈ. ત્યાર પછી 20 નવેમ્બરથી ભાવ વધારાની શરૂઆત થઈ. એ દરમિયાન 17 વખત ભાવમાં વધારો થયો. તમને જણાવી દઈએકે, માર્ચ પછી પહેલીવાર સપ્ટેમ્બરમાં ડીઝલના ભાવમાં કાપ મુકવામાં આવ્યો હતો. ત્યારે તેલ માર્કેટિંગ કંપનીઓએ 82 દિવસો સુધી ભાવમાં ફેરફાર નહોંતો કર્યો. તેમને વધેલી રેકોર્ડ એક્સાઈઝ ડ્યૂટીને તેલના ગગડી રહેલાં ભાવ સાથે એડજસ્ટ કરવાની હતી. 


જોકે, 20 નવેમ્બરથી લઈને અત્યાર સુધીમાં તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 17 વાર વધારો કર્યો છે. દિલ્લીમાં પેટ્રોલનો ભાવ આ 17 દિવસો દરમિયાન 2.65 રૂપિયા પ્રતિ લીટર વધી હતી. જ્યારે ડીઝલનો ભાવ 3.40 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો થયો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવ આ સ્તર પર સપ્ટેબર 2018માં ગયા હતા. 


હોન્ડાએ કાર માટે બનાવ્યું 'માસ્ક', મુસાફરી સમયે કોરોના વાયરસથી કરશે તમારી સુરક્ષા


આજે સતત 29માં દિવસે પણ દિલ્લીમાં પેટ્રોલનો ભાવ 83.71 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં 90.34 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 85.19 રૂપિયા પ્રતિ લીટર છો. જ્યારે ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 86.51 રૂપિયા પ્રતિ લીટર છે. આજ રીતે ડીઝલના ભાવ પણ કાલે જે હતા એજ મુજબ છે.    
4 મેટ્રો શહેરોમાં  Petrol નો ભાવ
શહેર        આજનો ભાવ

દિલ્લી        83.71
મુંબઈ        90.34
કોલકાતા    85.19
ચેન્નઈ        86.51


4 મેટ્રો શહેરોમાં  Diesel નો ભાવ
શહેર        આજનો ભાવ
દિલ્લી        73.87
મુંબઈ        80.51
કોલકાતા    77.44
ચેન્નઈ        79.21


UPI Payment: વર્ષ 2020માં ભારતીયોએ બનાવ્યો નવો રેકોર્ડ, વિશ્વમાં ભારત રહ્યું નંબર 1


જાતે જાણો તમારા શહેરનો પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ
તમે SMSના માધ્યમથી પણ પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ જાતે જાણી શકો છો. ઈંડિયન ઓઈલે આપને આ સુવિધા આપેલી છે. તમે તમારા મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત જ તમારા શહેરનો પેટ્રોલ-ડીઝલનો કરંટ ભાવ આવી જશે. દરેક શહેરનો કોડ અલગ-અલગ હોય છે. જે તમને IOC પોતાની વેબસાઈટ પર આપે છે. 


રોજ સવારે 6 વાગ્યે બદલાય છે ભાવ
નિયમિત રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાય છે અને નવી કિંમત લાગૂ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને બાકી ઘણી બધી વસ્તુઓ જોડ્યા પછી તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube