Property Share REIT IPO: આઈપીઓમાં 1 શેરની કિંમત 10.50 લાખ રૂપિયા, 2 ડિસેમ્બરે થશે ઓપન, જાણો વિગત
IPO News: ભારતીય શેર બજારમાં દર સપ્તાહે કોઈને કોઈ આઈપીઓ ઓપન થતાં હોય છે. પરંતુ 2 ડિસેમ્બરે એક એવો આઈપીઓ ઓપન થવાનો છે, જેની પ્રાઇસ બેન્ડની ખુબ ચર્ચા થઈ રહી છે. આ કંપનીએ એક શેર માટે પ્રાઇસ બેન્ડ 10થી 10.50 લાખ રૂપિયા નક્કી કરી છે.
Property Share REIT IPO: પ્રોપર્ટી શેર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની પ્રથમ સ્કીમ Prop Share Platina નો 353 કરોડનો આઈપીઓ 2 ડિસેમ્બરથી ઓપન થઈ રહ્યો છે. તે માટે પ્રાઇસ બેન્ડ 10 લાખ-10.5 લાખ રૂપિયા પ્રતિ યુનિટ છે. પ્રોપર્ટી શેર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ભારતની પ્રથમ રજીસ્ટર્ડ સ્મોલ એન્ડ મીડિયમ રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT) છે. તેની કોમર્શિયલ ઓફિસ સ્પેસ બેંગલુરૂમાં છે. REIT નો ઉદ્દેશ્ય SPV (સ્પેશિયલ પર્પઝ વ્હીકલ્સ) દ્વારા સ્કીમ્સ હેઠળ કમ્પ્લીટ અને રેવેન્યુ જનરેટ કરનારી રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટમેન્ટ કે રીઇનવેસ્ટમેન્ટ કરવાનો છે.
આઈપીઓ 4 ડિસેમ્બરે બંધ થશે. પ્રોપર્ટી શેર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની સ્કીમ્સના યુનિટ્સ 9 ડિસેમ્બરથી બીએસઈ અને એનએસઈ પર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. આઈપીઓમાં Prop Share Platina ના માત્ર નવા યુનિટ જારી થશે. ઓફર ફોર સેલ હશે નહીં.
આઈપીઓની વિગત
Property Share investment Trust એ આઈપીઓમાં ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ માટે 75 ટકા ભાગ અને નોન-ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ માટે બાકીનો 25 ટકા ભાગ રિઝર્વ રાખ્યો છે. તે મિનિમમ એક યુનિટ અને ત્યારબાદ 1 યુનિટના મલ્ટીપલમાં બોલી લગાવી શકે છે.
આ પણ વાંચોઃ શું તમને ખબર છે? અઠવાડિયામા એક દિવસ મળે છે સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ, આ જુગાડ જાણી લો
પ્રોપશેર પ્લેટિનાની કોઈ ઓપરેટિંગ હિસ્ટ્રી નથી
પ્રોપશેર પ્લેટિના, પ્રોપર્ટી શેર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ તરફથી શરૂ કરવામાં આવેલી આ પ્રથમ સ્કીમ છે, જેની કોઈ ઓપરેટિંગ હિસ્ટ્રી નથી. તેના SPV નવી ઇનકોર્પોરેટ થયેલી એન્ટિટીઝ છે, જેની કોઈ એસ્ટેબિલિશ્ડ ઓપરેટિંગ હિસ્ટ્રી નથી અને ન ઐતિહાસિક નાણાકીય જાણકારી છે. તેના રેવેન્યુનો એક મોટો ભાગ પ્રપોઝ્ડ સિંગલ ભાડુઆતથી હાસિલ થશે. એક્સિસ ટ્રસ્ટી સર્વિસિઝ પ્રોપશેર પ્લેટિના માટે ટ્રસ્ટીના રૂપમાં કાર્ય કરે છે, જ્યારે ઈન્વેસ્ટમેન્ટ મેનેજર, પ્રોપશેર ઈન્વેસ્ટમેન્ટ મેનેજર છે.
આઈપીઓથી હાસિલ પૈસાનો ઉપયોગ Platina SPVs દ્વારા પ્રેસ્ટીઝ ટેક પ્લેટિના એસેટની ખરીદી માટે કરવાનો પ્લાન છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ તેના માટે એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે. રજીસ્ટ્રાટ કેફિન ટેક્નોલોજી છે.
IPO ની મહત્વની વિગત
ઓપન થવાની તારીખઃ 2 ડિસેમ્બર
બંધ થવાની તારીખઃ 4 ડિસેમ્બર
પ્રાઇસ બેન્ડઃ 10 લાખથી 10.50 લાખ
લોટઃ 1 શેર
એલોટમેન્ટઃ 5 ડિસેમ્બર
રિફંડઃ 6 ડિસેમ્બર
લિસ્ટિંગઃ 9 ડિસેમ્બર