શું તમને ખબર છે? અઠવાડિયામાં એક દિવસ મળે છે સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ, પૈસા બચાવવાનો છે આ શ્રેષ્ઠ જુગાડ

How To Get Cheap Ticket: ફેસ્ટિવલ સીઝન અથવા તો કોઈ ખાસ પ્રસંગે મુસાફરી કરતા પહેલા ટિકિટ બુક કરવાનું ટાળો, કારણ કે તે સમયે સૌથી વઘુ કિંમતો હોય છે. જો તમે બીજા દેશમાં જવાનું વિચારી રહ્યા છો, તો 60 દિવસ પહેલા ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરો.

શું તમને ખબર છે? અઠવાડિયામાં એક દિવસ મળે છે સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ, પૈસા બચાવવાનો છે આ શ્રેષ્ઠ જુગાડ

Flight Ticket Booking Tips: જો તમે પણ ઘણીવાર ફ્લાઇટ દ્વારા મુસાફરી કરો છો, તો શું તમે જાણો છો કે કયા દિવસે સૌથી સસ્તી ફ્લાઇટ ટિકિટ બુક કરવામાં આવે છે? કદાચ તમને આનો જવાબ ખબર નહીં હોય પરંતુ અમે તમને મદદ કરીશું. દરેક વ્યક્તિ ટ્રેનની મુસાફરી કરતાં ફ્લાઇટની મુસાફરી પસંદ કરે છે. પરંતુ ક્યારેક આ તમારા બજેટને બગાડે છે. પરંતુ કેટલીક ટિપ્સની મદદથી તમે સસ્તી ફ્લાઈટ ટિકિટ બુક કરાવી શકો છો. આ માટે ટિકિટ બુક કરાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

કયા દિવસે સૌથી સસ્તી મળે છે ફ્લાઇટ ટિકિટ ?
જોકે, ફ્લાઈટ ટિકિટ સૌથી સસ્તી ક્યારે મળશે? આ અંગે કોઈ નિશ્ચિત સમય નથી પરંતુ ઘણા અહેવાલો અને મુસાફરોના અનુભવના આધારે એમ કહી શકાય કે સોમવાર, મંગળવાર અને બુધવારે ફ્લાઈટની ટિકિટ સૌથી સસ્તી હોય છે. ભલે તમે ઘરેલુ અથવા વિદેશમાં મુસાફરી કરી રહ્યા હોવ આ દિવસોમાં ટિકિટના ભાવ અન્ય દિવસો કરતા ઓછા હોય છે. પરંતુ શુક્રવાર, શનિવાર અને રવિવારે ટિકિટના ભાવ વધુ હોય છે.

આ સમયે મોંઘી રહે છે ફ્લાઈટ ટિકિટ 
સામાન્ય રીતે જાન્યુઆરી, ફેબ્રુઆરી-માર્ચ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં ફ્લાઈટ ટિકિટ ખૂબ મોંઘી હોય છે. આ મહિનામાં નવું વર્ષ, હોળી, દિવાળી જેવા તહેવારો આવે છે, જેના કારણે મુસાફરી કરનારા લોકોની સંખ્યા વધે છે અને ટિકિટો મોંઘી થઈ જાય છે. જો તમે આ મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે અગાઉથી ટિકિટ બુક કરાવી લેવી જોઈએ. તમે 'ફેર કમ્પેરિઝન ટૂલ્સ'ની મદદથી અલગ-અલગ વેબસાઇટ્સ પર કિંમતોની સરખામણી કરીને સૌથી સસ્તી ટિકિટ શોધી શકો છો.

સસ્તામાં ટિકિટ બુક કરવા માટે બે રીત છે ખુબ અસરકારક
એક્સપેડિયાના અહેવાલ મુજબ, સસ્તી કિંમતે ફ્લાઇટ ટિકિટ બુક કરવા માટે બે રીત ખૂબ અસરકારક છે. પ્રથમ, ''Fare Comparison Tools'' નો ઉપયોગ કરીને વિવિધ વેબસાઇટ્સ પર કિંમતોની તુલના કરો. બીજું, રિવોર્ડ ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરીને પોઈન્ટ કમાઓ અને આ પોઈન્ટથી ટિકિટની કિંમત ઘટાડો. જો તમે ફ્લાઇટ ટિકિટ બુક કરતી વખતે પૈસા બચાવવા માંગતા હોવ તો તમારે ટિકિટની કિંમતમાં ફેરફાર પાછળના કારણોને સમજવું જોઈએ. એક સામાન્ય નિયમ અનુસાર પ્રસ્થાનના 28 દિવસ પહેલા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે ટિકિટ બુક કરવી સૌથી સસ્તી માનવામાં આવે છે.

ટિકિટ બુક કેટલા દિવસ પહેલા કરવી યોગ્ય છે?
ઘણા લોકો માને છે કે તમે જેટલી જલ્દી ટિકિટ બુક કરાવશો એટલી સસ્તી થશે. પરંતુ આ ખોટું છે, દરેક વખતે ફાયદો થતો નથી. જો તમે અગાઉથી ટિકિટ બુક કરો, માની લો કે પાંચ મહિના પહેલા ટિકીટ બુક કરાવવો છો તો તમારે વધુ ચૂકવણી કરવી પડી શકે છે. પરંતુ જો તમે છેલ્લી ક્ષણે ટિકિટ બુક કરો છો તો કિંમતો બમણી પણ થઈ શકે છે. તેથી, તહેવારોની મોસમ દરમિયાન અથવા કોઈપણ ખાસ પ્રસંગે મુસાફરી કરતા પહેલા ટિકિટ બુક કરવાનું ટાળો, કારણ કે તે સમયે કિંમતો વધુ હોય છે. જો તમે બીજા દેશમાં જવાનું વિચારી રહ્યા છો, તો 60 દિવસ પહેલા ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news