Business Idea: આજકાલના આ અર્થયુગમાં જો તમે ઓછા પૈસા લગાવીને બમ્પર કમાણી કરવા માગતા હોય તો અમે તેમને એક શાનદાર બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ. આ એક એવો બિઝનેસ છે જેનાથી એકપણ રૂપિયાના ખર્ચ વિના બમ્પર કમાણી કરી શકો છો. પરંતુ તેના માટે તમારે ધીરજ રાખવી પડશે. અમે વાત કરી રહ્યા છીએ ગુચ્છી મશરુમની શાકભાજી વિશે. તેને પહાડી મશરૂમના નામથી પણ ઓળખવામાં આવે છે. આમ પણ મશરૂમની ખેતી દેશના ખેડૂતોની વચ્ચે લોકપ્રિય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુચ્છી મશરૂમની ખેતી દેશની સૌથી મોંઘી શાકભાજીની યાદીમાં સામેલ છે. ગુચ્છી સ્વાદમાં શાનદાર, વિટામિન અને ઔષધીય ગુણોથી ભરપૂર છે. જોકે ગુચ્છી એક પહાડી શાકભાજી છે. તે હિમાચલના કુલ્લુ, શિમલા, મનાલી જેવા વિસ્તારના જંગલોમાં કુદરતી રીતે ઉગે છે. તે સિવાય તે ઉત્તરાખંડ અને કાશ્મીરના કેટલાંક વિસ્તારમાં મળી આવે છે. તે ફૂલ અને બીજથી ભરેલી ગુચ્છોની શાકભાજી છે. તેને સૂકવીને શાકભાજીના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. પહાડી લોકો આ શાકભાજીને ટટમોર અને ડુંઘરુ પણ કહે છે. ભારતના પ્રાચીન આયુર્વેદિક ગ્રંથ ચરક સંહિતમાં તેને સર્પચ્છત્રક કહેવામાં આવ્યું છે. 


કિંમત:
ગુચ્છી મશરૂમની શાકભાજીની કિંમત સામાન્ય નથી. તે 30,000 રૂપિયે કિલો સુધી વેચાય છે. તે જંગલોમાં કુદરતી રીતે ઉગે છે. જોકે જંગલોમાં તે કુદરતી રીતે ઉગે છે. જંગલોમાં તેને શોધવા માટે ઘણી મહેનત કરવી પડે છે. મોટાભાગે સ્થાનિક લોકો જ તેને શોધી શકે છે. તેમાં વિટામિન-બી, વિટામિન-સી અને એમિનો એસિડ મળી આવે છે. ગુચ્છી મશરૂમમાં ચમત્કારી અને ઔષધીય ગુણ હોય છે.


કૂદકે ને ભૂસકે વધી રહેલા કોવિડ કેસ પાછળ આ વેરિએન્ટ જવાબદાર, રસી લઈ ચૂકેલાને પણ જોખમ


સરકારને જો આ મંદિરોનો ખજાનો મળે તો અમેરિકા-ચીન સહિત આખી દુનિયા ઘૂંટણિયે પડે


દુનિયાના અમીરોમાં 16 નવા ભારતીયોની એન્ટ્રી, બે યુવા ભાઈઓએ કર્યો ધમાકો


હાર્ટના દર્દીઓ માટે આ સંજીવની સ્વરૂપ છે. પહાડોના ઉપરના ભાગમાં તે ફેબ્રુઆરીથી એપ્રિલ મહિના સુધી જ ઉગે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુચ્છીની શાકભાદી વિશે જણાવ્યું હતું. તેમનું કહેવું હતું કે ગુચ્છીની શાકભાજી તેમને ઘણી પસંદ છે. પોતાના સ્વાસ્થ્ય વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે જ્યારે તે ગુજરાતની સીએમ હતા ત્યારથી આ શાકભાજીને ખાતા હતા. પરંતુ તેને ક્યારેક જ ખાતા હતા.


ભારે ડિમાન્ડ ગુચ્છી મશરૂમનું વૈજ્ઞાનિક નામ માર્કુલા એક્સ્યુપલેંટા છે. ભારતમાં તેની ડિમાન્ડ ઘણી વધારે છે. તેની સાથે જ અમેરિકા, યૂરોપ, ફ્રાંસ, ઈટલી અને સ્વિત્ઝરલેન્ડમાં આ મશરૂમની ઘણી ડિમાન્ડ રહે છે. તેને સૂકવ્યા પછી માર્કેટમાં ઉતારવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube