Forbes Billionaires 2023: દુનિયાના અમીરોમાં 16 નવા ભારતીયોની એન્ટ્રી, બે યુવા ભાઈઓએ કર્યો ધમાકો

Forbes Indian Newcomer List: ફોર્બ્સે વિશ્વના અબજોપતિઓની 2023ની યાદી બહાર પાડી છે. જેમાં રેકોર્ડ 169 ભારતીયોએ સ્થાન મેળવ્યુ છે.  નવા ભારતીય અબજોપતિઓમાં સૌથી નાના 36 વર્ષીય નિખિલ કામથ છે, જેમણે તેમના મોટાભાઈ નીતિન કામથ સાથે ડિસ્કાઉન્ટ બ્રોકરેજ ઝેરોધાની સ્થાપના કરી હતી.

Forbes Billionaires 2023: દુનિયાના અમીરોમાં 16 નવા ભારતીયોની એન્ટ્રી, બે યુવા ભાઈઓએ કર્યો ધમાકો

Forbes Indian Newcomer List: ફોર્બ્સે વિશ્વના અબજોપતિઓની 2023ની યાદી બહાર પાડી છે. જેમાં રેકોર્ડ 169 ભારતીયોએ સ્થાન મેળવ્યુ છે. ગયા વર્ષે 166 અબજોપતિઓની સરખામણીએ આ વખતે 3 અબજોપતિ વધ્યાં છે. જો કે સંપતિની બાબતમાં 2022ની લિસ્ટની સરખામણીએ ઘટાડો જોવા મળ્યો છે. જે 750 બિલિયન ડોલરની સરખામણીએ 10 ટકા ઘટાડો થતાં 2023માં 675 બિલિયન ડોલર થઈ છે. તો સાથે જ આ વર્ષે 16 નવા ભારતીયોનો આ યાદીમાં સમાવેશ થયો છે. 

રેખા ઝુનઝુનવાલાને મળ્યું સ્થાન
જોકે, આમાંથી બે મહિલાઓને આ સિદ્ધિ વારસામાં મળી છે. રેખા ઝુનઝુનવાલાએ તેના પતિ રાકેશ ઝુનઝુનવાલાની જગ્યાએ સ્થાન મેળવ્યુ છે. જેઓ ભારતના વોરેન બફેટ તરીકે ઓળખવામાં આવતા હતા, જેમનું મોત ગયા વર્ષે ઓગસ્ટમાં થયુ છે. આ પછી રોહિકા સાયરસ મિસ્ત્રી સ્વર્ગસ્થ અબજોપતિ પલોનજી મિસ્ત્રીની પુત્રવધૂ છે, જેમનું જૂનમાં 93 વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે તેમની વિશાળ સંપત્તિ તેમના બે પુત્રો, શાપુર મિસ્ત્રી અને નાના સાયરસ મિસ્ત્રીને આપી હતી, જેમાં નાના સાયરસ મિસ્ત્રીની પણ તેમના પિતાના મૃત્યુના થોડા અઠવાડિયા પછી કાર અકસ્માતમાં મૃત્યુ થયુ છે. 

સૌથી યુવા નિખિલ કામથનો યાદીમાં સમાવેશ
16 નવા ભારતીય અબજોપતિઓમાં સૌથી નાના 36 વર્ષીય નિખિલ કામથ છે, જેમણે તેમના મોટાભાઈ નીતિન કામથ સાથે ડિસ્કાઉન્ટ બ્રોકરેજ ઝેરોધાની સ્થાપના કરી હતી. બંને ભાઈઓની નેટવર્થ અનુક્રમે $1.1 બિલિયન અને $2.7 બિલિયન છે.

કેશબ મહિન્દ્રા યાદીમાં સૌથી વૃદ્ધ ભારતીય
ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી કે જેમની સંપત્તિ લગભગ $10 બિલિયન છે. મહિન્દ્રાના ચેરમેન કેશબ મહિન્દ્રા સહિત ચાર લોકો આ વર્ષે યાદીમાં પાછા ફર્યા છે. કેશબ મહિન્દ્રા, 99, સૌથી વૃદ્ધ ભારતીય અબજોપતિ છે અને તેમની કુલ સંપત્તિ $1.2 બિલિયન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news