વ્યાજદરને નીચે લાવવા માટે RBI નું ઓપરેશન ટ્વિસ્ટ, સસ્તી થઇ શકે છે લોન
પહેલીવાર કેન્દ્રીય બેન્ક એવું કરશે આમ કરશે આ પહેલી તક હશે જ્યારે આરબીઆઇ વ્યાજદરોને નીચે લાવવા માટે ઓપરેશન ટ્વિસ્ટનો સહારો લેશે. આરબીઆઇ આ વર્ષે અત્યાર સુધી રેપો રેટમાં 1.35 ટકાનો ઘટાડો કરી ચૂકી છે. જ્યારે 10 વર્ષના બોન્ડ પર યીલ્ડમાં ફક્ત 0.80 ટકા સુધી ઘટાડો આવ્યો છે.
નવી દિલ્હી: પહેલીવાર કેન્દ્રીય બેન્ક એવું કરશે આમ કરશે આ પહેલી તક હશે જ્યારે આરબીઆઇ વ્યાજદરોને નીચે લાવવા માટે ઓપરેશન ટ્વિસ્ટનો સહારો લેશે. આરબીઆઇ આ વર્ષે અત્યાર સુધી રેપો રેટમાં 1.35 ટકાનો ઘટાડો કરી ચૂકી છે. જ્યારે 10 વર્ષના બોન્ડ પર યીલ્ડમાં ફક્ત 0.80 ટકા સુધી ઘટાડો આવ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં યીલ્ડ 7.55 ટકાથી ઘટીને 19 ડિસેમ્બર સુધી 6.75 સુધી પહોંચી ગયો છે. તો બીજી તરફ બેન્કોએ ફક્ત 0.60 ટકા સુધી લોન સસ્તી કરી છે.
શું છે આરબીઆઇનું ઓપરેશન ટ્વિસ્ટ
સેન્ટ્રલ બેન્ક દ્વારા એક સાથે બોન્ડની ખરીદી-વેચાણ કરવાની કવાયદને નાણાકીય જગતમાં ઓપરેશ ટ્વિસ્ટના નામે ઓળખવામાં આવે છે. લગભગ એક દાયકા પહેલાં અમેરિકી સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વે આમ કર્યું હતું. નાણાકીય વર્ષ 2011-12માં અમેરિકી ફેડરલ રિઝર્વે લાંબાગાળાની લોનને સસ્તી કરવાને ધ્યાનમાં રાખી આ પગલું ભર્યું છે.
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ 23 ડિસેમ્બરના રોજ એકસાથે બોન્ડની ખરીદી અને વેચાણનો નિર્ણય કર્યો છે. આરબીઆઇ આ પગલું ઓએમઓ હેઠળ ભર્યું છે જેમાં 10 વર્ષની પરિપક્વતાવાળા 10 હજાર કરોડ રૂપિયાના બોન્ડ ખરીદશે જ્યારે એક વર્ષની પરિપક્વતાવાળા આટલા જ મૂલ્યના નવા બોન્ડ જાહેર કરશે. આર્થિક વિશેષજ્ઞોનું માનીએ તો તેનાથી લાંબાગાળાના બોન્ડ પર રિટર્ન ઘટશે જેથી ભવિષ્યમાં લોન વધુ સસ્તી થવાનો માર્ગ ખુલી જશે.
બેંક કોષની એમસીએલઆરના આધારે લોનના દર નક્કી કરે છે. તેને રેપો રેટ, 10 વર્ષ અથવા તેનાથી વધુવાળા બોન્ડ પર યીલ્ડ અને બેન્કન અન્ય ખર્ચના આધારે નક્કી કરવામાં આવે છે. બોન્ડ પર યીલ્ડ 6.75 ટકા છે. એવામાં બેન્ક ફક્ત 1.25 ટકા ઉંચા વ્યાજ પર તમને લોન આપી રહ્યા છે. જો બોન્ડ પર યીલ્ડ ઘટે તો બેન્કમાંથી મળનાર લોન વધુ સસ્તી થઇ જશે.
શું થશે અસર
નવા બોન્ડ આજના દર ઇશ્યૂ કરવામાં આવશે જેમાં ઓછું રિટર્ન મળશે. એવી સ્થિતિમાં જૂના બોન્ડની માંગ વધુ અને આપૂર્તિ ઓછી થતાં યીલ્ડ વધી જશે. પરંતુ જ્યારે આમ તો બોન્ડને સેન્ટ્રલ બેન્ક મોટી માત્રામાં ખરીદવાનો નિર્ણય કરે છે તો બોન્ડની કિંમત થોડી જરૂર વધી જાય છે પરંતુ યીલ્ડ ઘટી જાય છે. તેનાથી લાંબાગાળાના બોન્ડ ઓછા આકર્ષક હોય છે જેના કારણે લોનના દર ઘટી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube