વ્યાજદર

RBIએ વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કર્યો, રેપો રેટ 4% યથાવત 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસ કમિટીની બેઠક હમણા પૂરી થઈ. ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ બેઠક અંગેની તમામ માહિતી શેર કરી. રિઝર્વે બેંકે રેપો રેટ કે રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.3 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. 

Aug 6, 2020, 12:37 PM IST

ભારતીય સ્ટેટ બેન્કે 14મી વખત ઘટાડ્યો વ્યાજદર, હોમ લોન સસ્તી થવાની સાથે-સાથે ઓછો થશે EMIનો ભાર

આ પહેલા ભારતીય સ્ટેટ બેન્કે જૂનમાં પણ વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. 10 જૂને ભારતીય સ્ટેટ બેન્કે દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. ત્યારે પણ ગ્રાહકોને રાહત મળી હતી હવે ફરી બેન્કે ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે.

Jul 8, 2020, 12:23 PM IST

કોરોના સંકટ વચ્ચે RBI એ આપી એક મોટી રાહત, EMI ચૂકવણી પર 3 મહિનાની વધારાની છૂટ

RBI ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikant Das) પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. આ પહેલાં આરબીઆઇએ કોરોના સંકટ અને લોકડાઉનને ધ્યાનમાં રાખતાં ઘણી જાહેરાત કરી છે. રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે.

May 22, 2020, 10:18 AM IST

આ બે મોટી બેંકોએ ઘટાડ્યું FD પર વ્યાજ, કોરોના કાળમાં આપ્યો ગ્રાહકોને આંચકો

દેશની બે મોટી બેંકોએ કોરોના વાયરસ (Coronavirus)ના સમયમાં એફડી ગ્રાહકોને મોટો આંચકો આપ્યો છે. બંને મોટી બેંકોએ વ્યાજદરમાં 0.20 ટકાથી માંડીને 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. ભારતીય સ્ટેટ બેંકે જ્યાં આજથી નવા એફડી દરને લાગૂ કરી દીધા છે.

May 12, 2020, 06:05 PM IST

સરકારી કર્મચારીઓને આંચકો, DA બાદ હવે GPF ના દરમાં થયો આટલો ઘટાડો

લોકડાઉન (Lockdown) વચ્ચે સરકારી કર્મચારીઓ માટે વધુ એક આંચકાજનક સમાચાર છે. તાજેતરમાં જ મોંઘવારી ભથ્થા (DA)ને આગામી વર્ષ સુધી ટાળી દીધા બાદ કેન્દ્ર સરકારે હવે જનરલ પ્રોવિંડેટ ફંડ (GPF)ના વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

May 6, 2020, 02:47 PM IST

એસબીઆઈએ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો હવે કેટલું મળશે વ્યાજ

એસબીઆઈએ કહ્યું, સિસ્ટમમમાં પૂરતા પ્રમાણમાં રોકડ હોય, તેને ધ્યાનમાં રાખતા એસબીઆઈ 15 એપ્રિલ, 2020થી બચત ખાતા પર વ્યાજ દર ઘટાડી રહ્યું છે. 

Apr 8, 2020, 05:24 PM IST

દિવાળી પહેલા SBIએ કરોડો ગ્રાહકોને આપી મોટી ગિફ્ટ, લોન લેનારા ખાસ વાંચી લે આ સમાચાર

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકોને મોટી દિવાળી ગિફ્ટ આપી છે. આરબીઆઈ (RBI) તરફથી રેપો રેટમાં ઘટાડો કરાયા બાદ હવે સ્ટેટ બેંકે ગ્રાહકો માટે લોન (Loan) લેવી સસ્તું કરી દીધું છે. SBI એ MCLR માં 0.10 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. નવો રેટ 10 ઓક્ટોબરથી લાગુ થઈ જશે. જો તમે હોમ (Home Loan), ઓટો (Auto Loan) કે પર્સનલ લોન (Personnel Loan) લેવાનું વિચારી રહ્યા છો તો સસ્તા દરે તેમને વ્યાજ મળી શકશે.

Oct 9, 2019, 01:37 PM IST

RBI એ વ્યાજ દર ઘટાડીને આપી દિવાળીની ભેટ, ઘટશે તમારો EMI

રેપો રેટ ઘટ્યા બાદ બેંક પણ વ્યાજ દર ઘટાડશે અને લોકોને હોમ લોન, ઓટો લોન વગેરેના ઇએમઆઇ ઘટી જશે. આ સાથે જ આ વર્ષે અત્યાર સુધી વ્યાજ દરમાં 1.35 ટકાનો ઘટાડો થયો છે. રેપો રેટ હવે 5.15 ટકા રહી ગયો છે.

Oct 4, 2019, 12:02 PM IST

નાણાપ્રધાનની જાહેરાતથી સરકારી કર્મચારીઓને પણ થશે ફાયદો

નાણાપ્રધાનની જાહેરાત પ્રમાણે, સરકારી કર્મચારીઓને હાઉસ-બિલ્ડિંગ એડવાન્સ પર વ્યાજદરને ઘટાડવામાં આવશે અને તેને 10 વર્ષના સરકારી સિક્યોરિટી બોન્ડ યીલ્ડ્સ સાથે લિંક કરવામાં આવશે. 

Sep 14, 2019, 08:52 PM IST

PNBએ ડિપોઝિટ પર વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો નવા દર

બેન્કે ડિપોઝિટ રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સ સુધીનો ઘટાડો કર્યો છે. બેન્કની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે, 7-14 દિવસ અને 15-29 દિવસની મેચ્યોરિટી પર 4.5 ટકા વ્યાજદર આપવામાં આવી રહ્યો છે. 
 

Sep 1, 2019, 06:42 PM IST

આરબીઆઈ માર્ચ સુધી રેપો રેટમાં 0.40 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે

રેપો રેટ તે દર છે, જેના પર આરબીઆઈ પાસેથી બેન્કોને કર્જ મળે છે. તેમાં ઘટાડાથી બેન્કો પર પણ લોન સસ્તી કરવાનો દબાવ વધે છે. 

Aug 17, 2019, 06:53 PM IST

RBI એ 0.25% રેપો રેટ ઘટાડ્યો, 30 લાખની હોમ લોન પર દર મહિને બચશે આટલા રૂપિયા

દેશની સેંટ્રલ બેંક RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા)એ સામાન્ય વ્યક્તિ અને કંપનીઓને મોટી ભેટ આપતાં વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 5.75 ટકા પર આવી ગયો છે. આ સતત ત્રીજો અવસર છે જ્યારે વ્યાજ દર ઘટાડવામાં આવ્યો હોય. ગત બે બેઠકમાં પણ MPC રેપો રેટમાં 0.25-0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે 2018-19ની ચોથા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 5 વર્ષના નીચલા સ્તર પર આવી ગઇ છે. જેને ધ્યાનમાં રાખતાં રિઝર્વ બેંક દ્વારા વ્યાજ્દરમાં ઘટાડાની કોઇ ગુંજાઇશ નથી. 

Jun 6, 2019, 12:12 PM IST

'ગવર્નર સાહેબ દર તો ઘટાડવો પડશે', સરળ ભાષામાં ફક્ત અહીં જુઓ RBI પોલિસી

શું આ વખતે પણ ફરી તમારી ઇએમઆઇ ઘટશે? શું તમને સસ્તા વ્યાજદરનો ફાયદો મળશે? શું આરબીઆઇ આ વખતે પણ વ્યાજદર ઘટાડશે? ગ્રોથ સુસ્ત છે અને મોંઘવારી પણ ઓછી છે. એવામાં આરબીઆઇ પાસે સ્કોપ છે કે તે દર ઘટાડી શકે. જો આરબીઆઇ આ વખતે દર ઓછી કરે છે તો સતત ત્રીજીવાર હશે, જ્યારે રેટ ઘટાડવામાં આવશે. ઝી બિઝનેસ પર આજે સવારે 11:26 વાગે આરબીઆઇ પોલિસીનું વિશ્લેષણ થશે, તે પણ સરળ ભાષામાં...

Jun 6, 2019, 10:44 AM IST

આજે જાહેર થશે RBI ની મોનિટરી પોલિસી, બજારને રેપો રેટમાં ઘટાડાની આશા

તમને જણાવી દઇએ કે હાલમાં રેપો રેટ 6 ટકા અને રિવર્સ રેપો રેટ 5.75 ટકા છે. એવામાં 25 પોઇન્ટનો ઘટાડો કરવામાં આવી છે તો રેપો રેટ 5.75 ટકા અને રિવર્સ રેપો રેટ ઘટીને 5.50 ટકા પર આવી જશે. થોડા દિવસો પહેલાં સરકાર દ્વારા GDP વિકાસ દરનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

Jun 6, 2019, 08:47 AM IST

PNB ગ્રાહકો માટે મહત્વના સમાચાર, બેન્કે વ્યાજદરોમાં કર્યો ફેરફાર

દેશની અગ્રણી બેન્ક પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)એ ગત 1 મે 2019થી પોતાની ચોક્કસ મેચ્યોરિટી પર તમારી ફિક્સ્ડ ડિપોઝિટ જમા પર મળનારા વ્યાજદરોમાં સંશોધન કર્યું છે. 

May 4, 2019, 08:25 PM IST

વ્યાજદરમાં ઘટાડાની સંભાવના ઓછી, આ તારીખે છે MPC ની બેઠક

વિશેષજ્ઞોનું માનીએ તો ફુગાવોનું દબાણ ઓછું થવાને ધ્યાનમાં રાખતામં રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) આ અઠવાડિયે નીતિગત વલણ બદલીને 'તટસ્થ' કરી શકે છે. જોકે રાજકોષીય મોરચા પર પડકારો તથા કાચા તેલના ભાવમાં વધતાં સમિતિ માટે નીતિગત વ્યાજદર ઘટાડવા અત્યારે સંભવ નથી. રિઝર્વ બેંકની (એમપીસી) દ્વિમાસિક સમીક્ષા બેઠક મુંબઇમાં 5 થી 7 ફેબ્રુઆરીના રોજ થશે.

Feb 4, 2019, 10:10 AM IST

EPFO નવા વર્ષે નોકરીયાતોને આપી શકે છે મોટી ભેટ, 6 કરોડ સબ્સક્રાઇબરને ફાયદો!

વર્ષ 2019ની શરૂઆત સાથે જ તમને ખૂબ જલદી વધુ એક ભેટ મળી શકે છે. આ મહિને EPFO વ્યાજ દરમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇપીએફઓ આ મહિને ઇપીએફના વ્યાજદર વધારી શકે છે, જેનો લાભ લગભગ 6 કરોડ સબ્સક્રાઇબરને થશે. માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં વ્યાજ દરમાં વધારાને લઇને જાહેરાત થઇ શકે છે. 

Jan 3, 2019, 11:41 AM IST

150 અંક મજબૂત ખુલ્યા બાદ તુટ્યો સેન્સેક્સ, નિફ્ટી 11 હજારની નજીક તૂટ્યો

અમેરિકા ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. તેની સીધી અસર ઘરેલૂ શેર બજાર પર પણ જોવા મળી છે. શેર બજારે મજબુતી સાથે શરૂઆત કરી, પરંતુ એક કલાકની અંદર જ સેન્સેક્સ લગભગ 200 પોઇન્ટ તૂટ્યો હતો

Sep 27, 2018, 12:04 PM IST

EPFOનો નોકરીયાતોને મસમોટો ઝટકો, 5 કરોડ લોકોને થશે નુકસાન

જો તમે નોકરી કરતા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)નો આ નિર્ણય તમને મોટો આંચકો આપી શકે તેમ છે.

May 26, 2018, 02:12 PM IST

HDFC એ ગ્રાહકો આપ્યો મોટો આંચકો, ઘર ખરીદનારાઓને હવે આપવા પડશે વધુ નાણાં

હોમ લોન આપનાર કંપની એચડીએફસીએ વ્યાજદરમાં 0.20 ટકાનો વધારો કર્યો છે. જેથી તમારી હોમ લોન મોંઘી થઇ જશે. આ અન્ય કોમર્શિયલ બેંકોના પગલાં અનુસાર છે. બેંકે જણાવ્યું કે તેનાથી તમારી લોનના વ્યાજદર (આરપીએલઆર)માં 0.20 ટકાનો વધારો કર્યો છે. તાજેતરમાં જ મોટાભાગની બેંકો અને નાણાકીય સંસ્થાઓએ પોતાના વ્યાજદરોમાં વધારો કર્યો છે. બેંકે જણાવ્યું કે લોનના નવા દર 1 એપ્રિલથી લાગૂ થઇ જશે. 

Apr 10, 2018, 12:33 PM IST