RBIને કારણે શેરબજારમાં પ્રાણ ફૂંકાયો, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી આવી
કોરોના વાયરસ (Coronavirus) ની મહામારી વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે, જેની સીધી અસર શેર માર્કેટ (Share market) માં જોવા મળી છે. કોરોના વાયરસની વિરુદ્ધ જંગમાં થનારા આર્થિક નુકસાન માટે સરકાર તરફથી અનેક રાહત પેકેજની જાહેરાતો કરવામાં આવી છે. આ જાહેરાતોથી ઉત્સાહિત દેશના શેર બજારમાં શુક્રવારે ફરીથી જબરદસ્ત તેજી જોવા મળી છે. સેન્સેક્ટ 1000થી વધુ અંકોના ઉછાળા સાથે 31000 ને પાર જતું રહ્યું. તો બીજી તરફ નિફ્ટી પણ 9000 ઉપર સુધી રહ્યું.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) ની મહામારી વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે, જેની સીધી અસર શેર માર્કેટ (Share market) માં જોવા મળી છે. કોરોના વાયરસની વિરુદ્ધ જંગમાં થનારા આર્થિક નુકસાન માટે સરકાર તરફથી અનેક રાહત પેકેજની જાહેરાતો કરવામાં આવી છે. આ જાહેરાતોથી ઉત્સાહિત દેશના શેર બજારમાં શુક્રવારે ફરીથી જબરદસ્ત તેજી જોવા મળી છે. સેન્સેક્ટ 1000થી વધુ અંકોના ઉછાળા સાથે 31000 ને પાર જતું રહ્યું. તો બીજી તરફ નિફ્ટી પણ 9000 ઉપર સુધી રહ્યું.
આનંદો... છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો એકપણ નવો કેસ નથી
સવારે 9.24 કલાકે સેન્સેક્સ ગત સત્રથી 870.51 અંક એટલે કે 2.91 ટકા તેજીની સાથએ 30,817.28 પર કારોબાર કરી રહ્યું હતું, જ્યારે કે, નિફ્ટી ગત સત્રથી 281.10 અંક એટલે કે, 3.25 ટકાની તેજી સાથે 8922.55 પર કારોબાર કરી રહ્યું હતું.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ-એનએસઈના 50 શેર પર આધારિત પ્રમુખ નિફ્ટી પણ ગત સત્રથી 307.65 અંકના વધારા સાથે 8949.10 પુર ખૂલ્યું. અને 9026.85 સુધી ઉછળ્યું હતું. પ્રારંભિક કારોબાર દરમિયાન નિફ્ટીનું નીચલું સ્તર 890.55 રહ્યું.
રાજકોટના તબીબે સમાજ સામે વ્યથા ઠાલવી, કોરોનામાં મેડિકલ સ્ટાફને શંકાની નજરે ન જુઓ
ઉલ્લેખનીય છે કે, આરબીઆઈએ વ્યાજ દરોમાં ભારે ઘટાડાની જાહેરાત કરી છે. આ સાથે જ બેંકોને પણ સૂચના આપી છે કે, ગ્રાહકોને EMI પર 3 મહિનાની રાહત આપે. 3 મહિના સુધી EMI ન આપવા પર ક્રેડિટ સ્કોર પર અસર નહિ પડે. આરબીઆઈએ રેપો રેટમાં 0.75 ટકાના ઘટાડાની જાહેરાત કરી છે. રિવર્સ રેપો રેટમાં 0.90 ટકાના ઘટાડાની જાહેરાત કરી છે.
ભાવનગરના 14 પોલીસકર્મી હોમ કોરોન્ટાઇનમાં, કોરોનાના મૃતકના સંપર્કમાં આવ્યા હતા
ડોલરના મુકાબલે રૂપિયામાં મજબૂતી
સરકાર દ્વારા કરવામાં આવેલ રાહત પેકેજની જાહેરાત બાદ દેશી કરન્સી રૂપિયાએ ડોલરની સરખામણીમાં શુક્રવારે જબરદસ્ત રિકવરી મેળવી હતી. ડોલરની સરખામણીમાં રૂપિયો 46 પૈસાની મજબૂતી સાથે 74.69 પર ખૂલ્યા બાદ 74.59 રૂપિયા પ્રતિ ડોલર પર બની રહ્યો હતો. ગત સત્રમાં પણ ડોલરની સરખામણીમાં રૂપિયો 73 પૈસાના વધારા સાથે 75.15 પર બંધ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર