રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ તાજેતરમાં 2000 રૂપિયાની નોટને પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી 500 રૂપિયાની નોટ અને 1000 રૂપિયાની નોટ અંગે અફવાઓનું બજાર ગરમ જોવા મળ્યું છે. ગુરુવારે સવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે સચ્ચાઈ જણાવી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરબીઆઈના ગવર્નરે કહ્યું કે કેન્દ્રીય બેંકે 500 રૂપિયાની નોટ પાછી ખેંચવાની અને 1000 રૂપિયાની નોટને ફરીથી બહાર પાડવાની કોઈ યોજના બનાવી નથી. તેમણે લોકોને આવી અટકળોથી બચવાની સલાહ આપી છે. પ્રેસને સંબોધિત કરતા રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે 1.8 લાખ કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટ RBI ની જાહેરાત બાદ પાછી આવી છે. 31 માર્ચ 2023 સુધીમાં જેટલી 2000 રૂપિયાની નોટ ચલણમાં હતી આ તેની અડધી છે. અત્રે જણાવવાનું કે 2000 રૂપિયાની નોટને એક્સચેન્જ અને જમા  કરાવવા માટે લોકો પાસે 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે. 


સોનાના ભાવમાં મોટો કડાકો, લેવાનું વિચારતા હોવ તો ખાસ જાણો 10 ગ્રામ ગોલ્ડનો રેટ


RBI એ કરોડો દેશવાસીઓને આપી મોટી ખુશખબર! હવે ઘર કે ગાડી લેવામાં નહીં પડે તકલીફ


મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, MSP માં કરાયો બંપર વધારો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube