Today Gold Rate: સોનાના ભાવમાં મોટો કડાકો, લેવાનું વિચારતા હોવ તો ખાસ જાણો 10 ગ્રામ ગોલ્ડનો રેટ

Gold-Silver Rate Today: કિંમતી ધાતુઓ સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સતત વધારા ઘટાડાના કારણે સોનાના ભાવમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. ગઈ કાલે સોના અને ચાંદીના ભાવમાં કડાકાનો માહોલ હતો પણ સાંજે પાછો ભાવમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ આજે પાછો કડાકો જોવા મળી રહ્યો છે.

Today Gold Rate: સોનાના ભાવમાં મોટો કડાકો, લેવાનું વિચારતા હોવ તો ખાસ જાણો 10 ગ્રામ ગોલ્ડનો રેટ

કિંમતી ધાતુઓ સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સતત વધારા ઘટાડાના કારણે સોનાના ભાવમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. ગઈ કાલે સોના અને ચાંદીના ભાવમાં કડાકાનો માહોલ હતો પણ સાંજે પાછો ભાવમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ આજે પાછો કડાકો જોવા મળી રહ્યો છે. જાણો સોના અને ચાંદીના શરાફા બજારના લેટેસ્ટ ભાવ...

સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ ગઈ કાલે 60096 રૂપિયાની સપાટીએ બંધ થયા હતા. જે આજે બજાર ખુલતા જ 458 રૂપિયા ઘટીને 59570 ના સ્તરે પહોંચી ગયા છે. બીજી બાજુ 995 પ્યોરિટીવાળું ગોલ્ડ પણ 457 રૂપિયા ઘટીને 59331ના સ્તરે છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 420 રૂપિયા ઘટીને 54566ના સ્તરે પહોંચ્યું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીમાં પ્રતિ કિલો 74 રૂપિયાનો મામૂલી ઘટાડો જોવા મળ્યો છે અને હાલ ભાવ 71750 રૂપિયા પ્રતિ કિલો છે. 

No description available.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news