Modi Cabinet Decision: મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, MSP માં કરાયો બંપર વધારો

Cabinet Meeting: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે આજે અનેક પાકના MSP માં વધારો કર્યો છે. આ વખતે પાકના ટેકાના ભાવમાં મોટો વધારો કરાયો છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે.

Modi Cabinet Decision: મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, MSP માં કરાયો બંપર વધારો

Cabinet Meeting: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે આજે અનેક પાકના MSP માં વધારો કર્યો છે. આ વખતે પાકના ટેકાના ભાવમાં મોટો વધારો કરાયો છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે. અત્રે જણાવવાનું કે આ વખતે ધાન્ય પર 7 ટકા એમએસપી વધારવામાં આવી છે. 

કેટલું વધ્યું MSP
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું કે મગની દાળના ટેકાના ભાવ એટલે કે MSP માં સૌથી વધુ 10.4 ટકા, મગફળી પર 9%, સેસમમ પર 10.3%, ધાન પર 7 ટકા, જુવાર, બાજરી, રાગી, મેજ, મકાઈ, તુવેરની દાળ, અડદની દાળ, સોયાબીન, સૂરજમુખી બીજ પર નાણાકીય વર્ષ 2023-24 માટે લગભગ 6-7% નો વધારો કરવામાં આવ્યો છે. 

MSP 2183 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ
સરકારે વર્ષ 2023-24 માટે ધાનનું MSP 143 રૂપિયા વધારીને 2,183 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો હેતુ ખેડૂતોને ધાન્યની ખેતી માટે પ્રોત્સાહન આપવા અને તેમની આવક વધારવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે થયેલી આર્થિક મામલાઓની મંત્રીમંડળ સમિતિ (CCEA) ની બેઠકમાં 2023-24 ના પાક વર્ષ માટે ખરીફના તમામ પાકનું MSP વધારવા માટે મંજૂરી આપવામાં આવી. 

— ANI (@ANI) June 7, 2023

પીયુષ ગોયલે આપી જાણકારી
ખાદ્ય અને ગ્રાહકો મામલાઓના મંત્રી પીયુષ ગોયલે સીસીઈએની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું કે કૃષિ ક્ષેત્રમાં અમે કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગ(CACP) ની ભલામણોને આધારે સમયબદ્ધ રીતે એમએસપી નક્કી કરીએ છીએ. ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે એમએસપીમાં વધુ વધારો  કરાયો છે. 

રિટેલ ફૂગાવો નીચે જઈ રહ્યો છે
તેમણે કહ્યું કે એવો સમય કે જ્યારે રિટેલ ફૂગાવો નીચે જઈ રહ્યો છે, એમએસપીમાં વધારાથી ખેડૂતોને ફાયદો થશે. ગોયલે જણાવ્યું કે સામાન્ય ગ્રેડના ધાન્યનું MSP 143 રૂપિયા વધારીને 2040 રૂપિયાથી 2183 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યું છે. એ ગ્રેડના ધાન્યનું MSP 143 રૂપિયા વધારીને 2203 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યું છે. 

MSP માં સૌથી વધુ 10.4 ટકાનો વધારો મગની દાળમાં કરાયો છે. મગની દાળનું MSP હવે 8558 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયું છે. ગત વર્ષ તે 7755 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતું. ધાન ખરીફનો મુખ્ય પાક છે અને તેની વાવણી સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ મોનસૂનના આગમન સાથે થાય છે. ભારતીય હવામાન વિભાગનું અનુમાન છે કે અલ નિનોના પ્રભાવ છતાં આ વર્ષે જૂન સપ્ટેમ્બર દરમિયાન ચોમાસુ સામાન્ય રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news