Reliance AGM: નીતા અંબાણીના રાજીનામાને લઇને જિયો ફાઇબર સુધી થઇ આ 10 મોટી જાહેરાત
Reliance AGM Update: આ બેઠકમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ સાથે જિયો ફાઇનાન્શિયલનો રોડમેપ પણ બહાર પાડવામાં આવ્યો છે. આવો તમને જણાવીએ રિલાયન્સની એજીએમની મોટી વાતો-
Reliance AGM Meeting 2023: મુકેશ અંબાણી (Mukesh Ambani) એ આજે રિલાયન્સની 46મી એજીએમ કરી હતી. આ વર્ષની વાર્ષિક સાધારણ સભામાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. આ બેઠકમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ સાથે જિયો ફાઇનાન્શિયલનો રોડમેપ પણ બહાર પાડવામાં આવ્યો છે. આવો તમને જણાવીએ રિલાયન્સની એજીએમની મોટી વાતો-
Aditya-L1 Launch Date: સૂર્ય મિશનની આવી ગઇ તારીખ, Aditya-L1 બે સપ્ટેમ્બરે થશે લોન્ચ
615 કરોડમાં ચંદ્ર પર પહોંચ્યું ચંદ્રયાન-3, સૂર્ય સુધી પહોંચવામાં કેટલો ખર્ચ થશે
1. હાલમાં નીતા અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાંથી બહાર છે. હવે નવી પેઢીને આ જવાબદારી સોંપવામાં આવી છે. બોર્ડે ઈશા, અનંત અને આકાશને નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.
2. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લા 10 વર્ષમાં કુલ 150 અરબ ડોલરનું રોકાણ કર્યું છે.
Rohit Sharma: વર્લ્ડ કપ 2023 પછી નિવૃત્ત થશે કેપ્ટન રોહિત? ઈશારામાં આપ્યા મોટા સંકેત
Rakshabandhan 2023: ગિફ્ટિંગ માટે બેસ્ટ છે અમોલેડ ડિસ્પ્લે સ્માર્ટફોન, કિંમત થશે બજેટમાં ફિટ
3. ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે આજે, મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના શુભ અવસર પર Jio AirFiber લોન્ચ કરવામાં આવશે. Jio AirFiber માટે દરરોજ 150,000 કનેક્શન આપી શકાશે.
4. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ચેરમેન મુકેશ અંબાણીએ સોમવારે જણાવ્યું હતું કે જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ રૂ. 1.2 લાખ કરોડની નેટવર્થ સાથે રજિસ્ટ્રેડ છે.
5. ઓઇલ અને ગેસના વ્યવસાયે ગયા વર્ષે ઘણા પડકારોનો સામનો કર્યો હતો. તેમછતાં અમે રેકોર્ડ EBITDA હાંસલ કર્યો. અમે 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરોના લક્ષ્ય તરફ કામ કરી રહ્યા છીએ.
Weird Festival: માણસના આખા શરીરને રંગવાની હોય છે કોમ્પ્ટિશન, 40 દેશોના લોકો આવે છે અહીં
Weird Festival: આ દેશની સેના દુશ્મન પર કરે છે સંતરા વડે હુમલો, મારી મારીને કરી દે છે હાલત ખરાબ
6. Jio Financial Services ની રચના દેશની નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. JFLL એ બ્લેકરોક સાથે એસેટ મેનેજમેન્ટ બિઝનેસ કરવાનું નક્કી કર્યું છે. સંયુક્ત સાહસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇન્વેસ્ટમેન્ટ સોલ્યૂશન આપશે.
7. Jio ફાઇનાન્શિયલ સર્વિસિસ રૂ. 1.2 લાખ કરોડની નેટવર્થ સાથે પંજીકૃત છે. તે વિશ્વના સૌથી મોટા સ્ટાર્ટ-અપ ફાઇનાન્શિયલ સર્વિસ પ્લેટફોર્મ્સમાંનું એક છે.
Toyota Rumion: ભારતમાં લોન્ચ થઇ સૌથી સસ્તી 7 સીટર કાર, જાણો કિંમત અને ખાસિયત
50 વર્ષ બાદ ભારતમાં આવા દેખાશે Wifi રાઉટર, AI એ બતાવી ભવિષ્યની ઝલક, જોઇને ચોંકી જશો
Apple 2024 iPad Pro લાઇનઅપમાં થશે મોટા ફેરફાર, કંપનીએ કરી લીધી છે ધમાકાની તૈયારી
8. ઈશા અંબાણીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2023 કંપનીના રિટેલ બિઝનેસ માટે ઉત્તમ રહ્યું છે. રિલાયન્સ રિટેલે પણ 100 કરોડ ટ્રાન્ઝેક્શનનો માઈલસ્ટોન પાર કર્યો છે. તેમજ કંપનીના રજિસ્ટર્ડ ગ્રાહકોની સંખ્યા 25 કરોડને વટાવી ગઈ છે.
9. Jio પ્લેટફોર્મ્સ ભારત-કેન્દ્રિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મૉડલ અને વિવિધ ક્ષેત્રોમાં AI-સંચાલિત ઉકેલો માટે વિકાસના પ્રયાસોનું નેતૃત્વ કરવા માગે છે. દેશના નાગરિકો, વેપારી અને સરકાર આ નવા યુગની ટેકનોલોજીનો લાભ લઈ શકે છે.
10. અંબાણીએ કહ્યું કે આગામી 9 મહિનામાં Jio સેવા 96 ટકા ગામડાઓમાં ઉપલબ્ધ થશે. આ સાથે, Jio 5G ભારતના વિકાસમાં મોટો ફાળો આપવા જઈ રહ્યો છે.
30 સેકન્ડનું કામ, ઇંફેક્શન અને બિમારીઓનું કામ થશે તમામ, દિનચર્યામાં સામેલ કરો આ આદત
ત્વચાને ચમકાવવાની સાથે સાથે સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે ચોખાનું ઓસામણ,જાણો ફાયદા
Government Scheme: મહિલાઓ માટે ખાસ છે આ સ્કીમ, મળશે 6000 રૂપિયા, જાણો શું છે શરતો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube