Rohit Sharma: વર્લ્ડ કપ 2023 પછી નિવૃત્ત થશે કેપ્ટન રોહિત? ઈશારામાં આપ્યા મોટા સંકેત
ODI World Cup 2023: ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં રમાશે. આ ટૂર્નામેન્ટ પહેલાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે, જેના પછી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે વર્લ્ડ કપ બાદ સંન્યાસ લઈ શકે છે.
Trending Photos
Rohit Sharma On ODI World Cup 2023: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)તેમની કેપ્ટનશિપ હેઠળ અત્યાર સુધી એક પણ મોટો ખિતાબ જીતી શક્યા નથી. આવી સ્થિતિમાં એશિયા કપ 2023 અને ODI વર્લ્ડ કપ 2023 તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે. પોતાની 16 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં રોહિતે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ 36 વર્ષીય રોહિતે હાલમાં જ એક મોટું નિવેદન આપ્યું છે, જેના પછી એવી અટકળો ચાલી રહી છે કે તે 2023 વર્લ્ડ કપ પછી નિવૃત્ત થઈ શકે છે.
Aditya-L1 Launch Date: સૂર્ય મિશનની આવી ગઇ તારીખ, Aditya-L1 બે સપ્ટેમ્બરે થશે લોન્ચ
615 કરોડમાં ચંદ્ર પર પહોંચ્યું ચંદ્રયાન-3, સૂર્ય સુધી પહોંચવામાં કેટલો ખર્ચ થશે
કેપ્ટન રોહિત વર્લ્ડ કપ 2023 પછી નિવૃત્ત થશે?
રોહિત શર્માએ (Rohit Sharma) તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2007માં રમી હતી. આ સમયે ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે. પરંતુ વર્ષ 2020 પછી તેની રમતમાં ઘણો ઘટાડો આવ્યો છે. તેમણે વર્ષ 2020 પછી વનડેમાં માત્ર એક જ સદી ફટકારી છે. આ દરમિયાન તેમણે આવનારી મહત્વની ટૂર્નામેન્ટને લઈને મોટું નિવેદન આપ્યું છે. પીટીઆઈ સાથે વાત કરતા તેણે કહ્યું કે, "હું આગામી બે મહિના માટે આ ટીમ સાથે ઘણી યાદો બનાવવા માંગુ છું." તેમના આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે તેમણે ઈશારામાં નિવૃત્તિના સંકેત આપ્યા છે.
Weird Festival: માણસના આખા શરીરને રંગવાની હોય છે કોમ્પ્ટિશન, 40 દેશોના લોકો આવે છે અહીં
Weird Festival: આ દેશની સેના દુશ્મન પર કરે છે સંતરા વડે હુમલો, મારી મારીને કરી દે છે હાલત ખરાબ
2019ના વર્લ્ડ કપના ફોર્મને કર્યું યાદ
રોહિત શર્મા માટે ODI વર્લ્ડ કપ 2019 ખૂબ જ યાદગાર રહ્યો. તેમણે 5 સદીની મદદથી 648 રન બનાવ્યા હતા. તે વર્ષે હિટમેન ટૂર્નામેન્ટનો ટોપ રન સ્કોરર પણ હતો. વર્લ્ડ કપ 2019ને યાદ કરતાં રોહિત શર્માએ કહ્યું, 'મારા માટે એ મહત્વનું છે કે હું કેવી રીતે દબાણથી મુક્ત રહીશ. હું મારી ભૂમિકા ભજવતા બાહ્ય પરિબળો વિશે વિચારતો નથી. હું એ જમાનામાં પાછા જવા માંગુ છું જેમાં હું 2019 વર્લ્ડ કપ પહેલાં હતો. હું માનસિક રીતે ખૂબ જ સારી સ્થિતિમાં હતો અને ટૂર્નામેન્ટ માટે ખૂબ જ સારી તૈયારી કરી હતી. 2019 વર્લ્ડ કપ પહેલા હું એક ખેલાડી તરીકે અને એક વ્યક્તિ તરીકે શું કરી રહ્યો હતો તે યાદ રાખવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું અંગત રીતે મારી તે વિચારધારા પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું.
Toyota Rumion: ભારતમાં લોન્ચ થઇ સૌથી સસ્તી 7 સીટર કાર, જાણો કિંમત અને ખાસિયત
50 વર્ષ બાદ ભારતમાં આવા દેખાશે Wifi રાઉટર, AI એ બતાવી ભવિષ્યની ઝલક, જોઇને ચોંકી જશો
Apple 2024 iPad Pro લાઇનઅપમાં થશે મોટા ફેરફાર, કંપનીએ કરી લીધી છે ધમાકાની તૈયારી
ટીમ ઈન્ડિયાનું અત્યાર સુધીનું પ્રદર્શન
રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 52 ટેસ્ટ, 244 વનડે અને 148 ટી-20 મેચ રમી છે. તેમણે વનડેમાં 9837 રન, ટેસ્ટમાં 3677 રન અને ટી20માં 3853 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમના બેટમાંથી 44 સદી નીકળી છે.
30 સેકન્ડનું કામ, ઇંફેક્શન અને બિમારીઓનું કામ થશે તમામ, દિનચર્યામાં સામેલ કરો આ આદત
ત્વચાને ચમકાવવાની સાથે સાથે સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે ચોખાનું ઓસામણ,જાણો ફાયદા
Government Scheme: મહિલાઓ માટે ખાસ છે આ સ્કીમ, મળશે 6000 રૂપિયા, જાણો શું છે શરતો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે