શું તમે બેન્ક (Bank) માં બચત ખાતું (Savings Account) ધરાવો છો? શું તમે જાણો છો કે આ બચત ખાતામાં જમા કરેલી કેટલી રકમ સુરક્ષિત છે? એટલે કે જો બેન્ક કોઈ કારણસર ડૂબી જાય તો તમને કેટલી રકમ પાછી મળશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2020માં આવો જ એક નિયમ બદલ્યો હતો. બેન્કોમાં રાખેલી તમારી 5 લાખ રૂપિયા સુધીની રકમ એકદમ સુરક્ષિત છે. પરંતુ જો બેન્કમાં 5 લાખથી વધુ રૂપિયા જમા છે તો તેનું શું થશે? શું આપણે આપણા બેન્ક એકાઉન્ટમાં 5 લાખ રૂપિયાથી વધુ રકમ ન રાખવી જોઈએ? જાણો વિગતો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લક્ષ્મી વિલાસ બાદ વધુ એક બેન્ક પર લાગ્યા પ્રતિબંધો, તમારું ખાતું તો નથી ને આ Bank માં?


બજેટ 2020માં બદલાયો હતો નિયમ
વાત જાણે એમ છે કે ગત બજેટમાં સરકારે બેન્ક ગેરન્ટીની રકમ વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી હતી. આ અગાઉ બેન્ક ગેરન્ટીની રકમ માત્ર એક લાખ રૂપિયા હતી. 4 ફેબ્રુઆરી 2020થી આ નિયમ લાગુ પણ થઈ ગયો છે. હવે જો કોઈ બેન્ક ડૂબે તો તમારા ખાતામાં 5 લાખ રૂપિયા સુધીની રકમ એકદમ સુરક્ષિત ચે. બેન્ક તમને 5 લાખ રૂપિયા સુધીની રકમ પાછી આપી જ દેશે. આ કવર રિઝર્વ બેન્કની પૂર્ણ સ્વામિત્વવાળી શાખા Deposit Insurance and Credit Guarantee Corporation(DICGC) આપશે. 


કેવી રીતે થાય છે આકલન?
કોઈ પણ બેન્કમાં એક વ્યક્તિના તમામ ખાતા મળીને પાંચ લાખ રૂપિયાની ગેરંટી હોય છે. તેનો અર્થ એ છે કે એક જ બેન્કમાં પાંચ લાખ રૂપિયાની FD(Fixed deposit) કરાવી રાખી છે અને તે જ બેન્કના બચત ખાતામાં 3 લાખ રૂપિયા હશે તો બેન્ક ડૂબવાની સ્થિતિમાં પાંચ લાખ રૂપિયા જ તમને પાછા મળશે. તમારા ખાતામાં ભલે ગમે તેટલા રૂપિયા હોય પરંતુ રકમ ફક્ત 5 લાખ રૂપિયા સુધીની જ સુરક્ષિત રહેશે. એટલે કે કોઈ પણ એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા અને અલગથી FD પણ કરાવી હોય તો આવામાં બેન્ક ડૂબવાની કે દેવાળું ફૂંકે તેવી સ્થિતિમાં તમારી ફક્ત 5 લાખ રૂપિયાની રકમ જ ઈન્શ્યોર્ડ રહેશે. 


લક્ષ્મી વિલાસની ઉપાડ મર્યાદાને પણ સમજો
લક્ષ્મી વિલાસ બેન્ક કેસમાં રિઝર્વ બેન્કે 25000 રૂપિયા સુધીની જે ઉપાડ મર્યાદા રાખી છે તે પ્રતિ વ્યક્તિ છે. તે બેન્કમાં જો બીજું ખાતું હશે તો પણ બંને એકાઉન્ટમાંથી થઈને એક વ્યક્તિને 25000 રૂપિયા જ મળશે. આ ઉપાડની મર્યાદા વ્યક્તિ પર લાગુ થાય છે, એકાઉન્ટ પર નહીં. 


લક્ષ્મી વિલાસ બેન્ક પર એક મહિનાનું મોરેટોરિયમ, ગ્રાહક માત્ર ઉપાડી શકશે 25000 રૂપિયા


પૈસાની સુરક્ષા એ સરકારની જવાબદારી
SBIના પૂર્વ અધિકારી પ્રદીપ કુમાર રાયનું માનવું છે કે લોકોના બેન્કમાં જે પૈસા જમા છે તેની સુરક્ષાની જવાબદારી સરકારની હોય છે. સરકાર  કોઈ બેન્કને ડૂબવા દઈ શકે નહીં. કારણ કે તેની મોટી રાજનીતિક કિંમત ચૂકવવી પડી શકે છે. 


બેન્ક ડૂબતા પહેલા તૈયાર હોય છે પ્લાન
પ્રદીપકુમાર રાયના જણાવ્યાં મુજબ જેવી કોઈ બેન્ક કે ફાઈનાન્શિયલ સર્વિસ આપતી કંપની ક્રિટિકલ કેટેગરીમાં આવે કે તેને સંભાળવા માટેનો પ્લાન તૈયાર થઈ જાય છે. જે મુજબ બેન્કની લાયેબલિટીને કેન્સલ કરવા જેવા પગલા પણ ઉઠાવવામાં આવી શકે છે. આ બેલ ઈન ક્લોઝમાં ડિપોઝિટર્સના પૈસા પણ આવી શકે છે. આમ તો તમને જાણીને નવાઈ લાગશે કે કસ્ટમર્સના પૈસા 5મા નંબરની લાયેબલિટી છે. આવામાં ચિંતા થવી એ સ્વાભાવિક છે. 


આ દિવાળીએ ચાઈનીઝ સામાનનો બહિષ્કાર એકદમ સફળ, લોકલ ઉત્પાદનોનું જબરદસ્ત વેચાણ 


કેવી રીતે બચાવી શકો તમારા પૈસા?
એક્સપર્ટનું કહેવું છે કે છેલ્લા 50 વર્ષમાં દેશમાં કદાચ જ કોઈ બેન્કે દેવાળું ફૂક્યું છે. જો કે અલગ અલગ બેન્કોમાં તમારા પૈસા રાખીને તમે તમારું જોખમ ઘટાડી શકો છો. જમા વીમા કવરને 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરવામાં આવ્યું છે. આ ફેરફાર લગભગ 27 વર્ષ એટલે કે 1993 બાદ પહેલીવાર કરાયો. આવનારા દિવસોમાં તેને હજુ વધારવામાં આવી શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે તમારા પૈસાની સુરક્ષા માટે બેન્ક હવે પ્રત્યેક 100 રૂપિયા જમા કરાવવા પર 12 પૈસાનું પ્રીમીયમ આપશે જે પહેલા 10 પૈસા હતું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube