નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેન્ક  (SBI)એ પોતાના ગ્રાહકોને એક મોટો ઝટકો આપ્યો છે. બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી (FD)પર વ્યાજના દરોમાં ઘટાડો કરી દીધો છે. ભારતીય સ્ટેટ બેન્કે 2 કરોડ રૂપિયાથી ઓછા રિટેલ ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટ પર મળનાર વ્યાજમાં 1થી 2 વર્ષ માટે 0.20 ટકાનો ઘટાડો કરી દીધો છે. આ નવા વ્યાજદરો 10 સપ્ટેમ્બર 2020થી લાગૂ થઈ ગયા છે. મહત્વનું છે કે આ પહેલા બેન્કે 27 મેએ એફડીના વ્યાજદરોમાં ઘટાડો કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે ભારતીય સ્ટેટ બેન્કના નવા વ્યાજદર
7 થી 45 દિવસ - 2.90 ટકા
46 થી 179 દિવસ - 3.90 ટકા
180 થી 210 દિવસ - 4.40 ટકા
211 દિવસથી 1 વર્ષ - 4.40 ટકા
1 થી 2 વર્ષ - 4.90 ટકા
2 થી 3 વર્ષ - 5.10 ટકા
3 થી 5 વર્ષ - 5.30 ટકા
5 થી 10 વર્ષ - 5.40 ટકા


Gold Price: સોનાના ભાવમાં એક મહિનામાં 4,526 તો ચાંદીમાં 10 હજારથી વધુનો ઘટાડો, જાણો કિંમત  


વરિષ્ઠ નાગરિકો માટે આ એફડી દર છે
7 થી 45 દિવસ - 3.40 ટકા
46 થી 179 દિવસ - 4.40 ટકા
180 થી 210 દિવસ - 4.90 ટકા
211 દિવસથી 1 વર્ષ - 4.90 ટકા
1 થી 2 વર્ષ - 5.40 ટકા
2 થી 3 વર્ષ - 5.60 ટકા
3 થી 5 વર્ષ - 5.80 ટકા
5 થી 10 વર્ષ - 6.20 ટકા


ચીન-ભારત વચ્ચે તણાવના તમામ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube