તમારા ઇશારે કામ કરશે SBI નું ડેબિટ કાર્ડ, ઇચ્છો તો e-Commerce ને કરી શકો છો બ્લોક
જો તમે તમારા SBI ડેબિટ કાર્ડથી ફક્ત એટીએમ ટ્રાંજેક્શન કરવા માંગો છો કે નહી કે ઓનલાઇન લેણદેણ માટે તેનો ઉપયોગ થાય, તો SBI તમને આ વિકલ્પ આપે છે. તમે ઇચ્છો તો કોઇપણ ચેનલ જેમ કે ATM, PoS અથવા e-Commerce ને અનેબલ અથવા ડિસેબલ કરી શકો છો. તમે તમારા SBI કાર્ડને ઇન્ટરનેશનલ ટ્રાંજેક્શન માટે પણ બ્લોક કરી શકો છો. SBI કાર્ડ આ સર્વિસને બ્લોક કરવવા અથવા ચાલૂ કરાવવી ખૂબ સરળ છે. તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી આમ કરી શકો છો.
1 એપ્રિલથી GST માં થશે આ મહત્વપૂર્ણ ફેરફાર, જાણો તમારા બિઝનેશ પડશે શું અસર
જોકે ટ્વિટર પર બારિશ નામના એક યૂઝરે SBI ને પ્રશ્ન કર્યો કે તે પોતાના ડેબિટ કાર્ડથી ઓનલાઇન શોપિંગ કરી શકશો નહી. આ ફરિયાદના જવાબમાં SBI એ જણાવ્યું કે '' આ ખોટુ છે કે તમારા કાર્ડ પરથી આ સર્વિસ ડિસેબલ થઇ ગયું છે. તમે પણ કોઇપણ ચેનલ અથવા યૂજેજને અનેબલ અથવા ડિસેબલ કરાવી શકો છો.
ડેબિટ કાર્ડ દ્વારા ઉપયોગ કરાતી સર્વિસેઝને ઘણા પ્રકારે અનેબલ અથવા ડિસેબલ કરી શકાય છે. તેમાંથી કેટલાક આ પ્રકારના છે-
વિદેશની એરલાઇન્સમાં એર હોસ્ટેસ બનનાર આ છે પ્રથમ ગુજરાતી મહિલા, આજે છે સફળ ઉદ્યોગપતિ
રજીસ્ટ્રર્ડ મોબાઇલ નંબરથી એસએમએસ મોકલો
ઇન્ટરનેટ બેકિંગ દ્વારા, OPT ઉપયોગ કરીને.
નજીકની એસબીઆઇ બ્રાંચમાં જઇને.
ઇન્ટરનેટ બેકિંગ વડે કેવી રીતે કરશો કંટ્રોલ
સૌથી પહેલાં ઇન્ટરનેટ બેકિંગમાં લોગઇન કરો. ત્યારબાદ ઇ-સર્વિસિઝમાં જઇને એટીએમ કાર્ડ સર્વિસિઝ પર ક્લિક કરો. પછી એટીએમ કાર્ડ લિમિટને સિલેક્ટ કરો. ત્યારબાદ ચેનલ અને યૂઝેઝ ચેંજમાં જઇને પોતાની મનપસંદ સેટિંગ પર ક્લિક કરો.
Login>> Eservices>> ATM Card Services>> ATM card Limit/ channel/ Usage Change
એસએમએસ વડે કેવી રીતે કરશો કાર્ડ પર કંટ્રોલ
રજીસ્ટ્રર્ડ મોઇબાલ નંબર વડે 09223966666 આ નંબર પર SMS મોકલો. SMS આ પ્રકારે લખવામાં આવશે. - (i) E-commerce શરૂ કરવા માટે: SWON ECOM CCCC (તમારા કાર્ડ નંબરના અંતિમ 4 અંક) (ii) પોઇન્ટ ઓફ સેલ (POS) માટે: SWON POS CCCC (તમારા કાર્ડ નંબરના અંતિમ 4 અંક)
AADHAAR વડે વરિફિકેશન પર હવે લાગશે ચાર્જ, UIDAI એ જાહેર કર્યા નિર્દેશ
બ્રાંચ જઇને કેવી કરશો કાર્ડ પર કંટ્રોલ
કાર્ડ હોલ્ડર કોઇપણ બ્રાંચમાં જઇને જરૂરી સર્વિસ માટે અનુરોધ કરી શકે છે. તેના માટે તેમણે એપ્લિકેશન ફોર્મની સાથે અરજી કરવી પડશે.