માર્કેટ મજામાં! શેરબજારમાં તેજી! પહેલીવાર સેન્સેક્સ 62100 અને નિફ્ટી 18600ને પાર જતા દિવાળી પહેલાં દિવાળી
ભારતીય શેરબજારોએ આજે માર્કેટ ખુલતાની સાથે જ નવો રેકોર્ડ બનાવ્યો છે. સવારે 9.26 કલાકે સેન્સેક્સ 348 અંક વધી 62113 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 104 અંક વધી 18581 પર કારોબાર કરી રહ્યો છે.
મુંબઈઃ કોરોના કાળમાં દરેક ધંધા-રોજગાર મંદ પડ્યા હતા, જેને કારણે સ્ટોક માર્કેટ પર પણ તેની સીધી અસર જોવા મળતી હતી. નિષ્ણાંતોનું કહેવું હતુંકે, માર્કેટમાં રૂપિયા ફરતો નથી તેથી મંદીનો માહોલ ઉભો થયો છે. જોકે, હવે દિવાળી પહેલાં એક સારા સમાચાર આવ્યાં છે. શેરબજારમાં આજે ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે. છેલ્લાં બે દિવસથી શેરબજારમાં તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે. જેને કારણે રોકાણકારોની દિવાળી પહેલાં દિવાળી શરૂ થઈ ગઈ છે.
માર્કેટમાં તેજીને કારણે હાલ રોકાણકારોમાં ખુશાલી જોવા મળી રહી છે. આ પ્રકારની તેજી આગળ પણ યથાવત રહેશે તો લોકોનો દિવાળીનો તહેવાર સુધરી જશે. છેલ્લાં બે વર્ષથી કોરોનાને કારણે તહેવારો ફિક્કા પડી ગયા હતા. હવે કોરોનાની અસર ઓછી થતાં ધીરે-ધીરે ધંધા-રોજગારની ગાડી ફરી પટરી પર આવી રહી છે. અને એ સાથે જ માર્કેટ પણ તેજ ગતિએ દોડતું થયું છે જે ખુબ સારા સંકેત છે.
ભારતીય શેરબજારોએ આજે માર્કેટ ખુલતાની સાથે જ નવો રેકોર્ડ બનાવ્યો છે. સવારે 9.26 કલાકે સેન્સેક્સ 348 અંક વધી 62113 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 104 અંક વધી 18581 પર કારોબાર કરી રહ્યો છે. ખાસ કરીને બજાજ ફિનસર્વ, HCL ટેકના શેરમાં ધરખમ તેજી જોવા મળી રહી છે. જેને કારણે રોકાણકારો ખુશ છે. જ્યારે બીજી તરફ ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, ટાઈટન કંપની અને નેસ્લેના શેરમાં ભારે ઘટાડો નોંધાયો છે.
લાર્સન, બજાજ ફિનસર્વ, HCL ટેકના શેર વધ્યા:
સેન્સેક્સ પર લાર્સન, બજાજ ફિનસર્વ, HCL ટેક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. લાર્સન 3.22 ટકા વધી 1845.65 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, ટાઈટન કંપની, નેસ્લે સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ITC 2.69 ટકા ઘટી 255.40 પર કારોબાર કરી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.77 ટકા ઘટી 7340.50 પર કારોબાર કરી રહ્યો છે.
Activa મેળવો માત્ર 25 હજારમાં! સાવ મફતના ભાવમાં એક્ટિવા લેવા થઈ રહી છે પડાપડી!
ઉલ્લેખનીય છેકે, એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ શાકભાજી અને ખાણી-પીણીની ચીજવસ્તુઓના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં લોકો જ્યારે ત્રસ્ત થઈ ગયા છે એવામાં શેર માર્કેટમાંથી સારા સમાચાર મળી રહ્યાં છે. દિવાળીનો તહેવાર હવે નજીકમાં છે ત્યારે એના ઠીક પહેલાં માર્કેટ મજામાં હોવાના સમાચાર મળી રહ્યાં છે. શેર માર્કેટ મજામાં ત્યારે હોય છે જ્યારે માર્કેટમાં તેજી હોય. હાલ માર્કેટમાં તેજી હોવાથી રોકાણકારો પણ ખુશ છે. પહેલીવાર સેન્સેક્સ 62100 અને નિફ્ટી 18600ને પાર પહોંચ્યો છે.
શોખીન પતિ રોજ નવા-નવા વીડિયો બતાવીને પત્નીને કહેતો કે આજે આ રીતે...! પત્ની ના પાડે તે દિવસે તો...
'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!
Amitabh Bachchan ને આ એક કારણના લીધે જ Jaya સાથે કરવા પડ્યા લગ્ન, કારણ જાણીને તમે કહેશો કે સાવ આવું...!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube